આજે હૈદરાબાદના બેસ્ટમોની સામે પંતના બોલરોનો થશે ટેસ્ટ
આજે લખનૌ સુપર જાયન્ટ્સ મેચમાં જીત મેળવીને ટૂર્નામેન્ટમાં 2 પોઈન્ટ સાથે પોતાનું ખાતું ખોલવા માંગશે.

આજે બોલરોની થશે ટેસ્ટ

આજે બોલરોની થશે ટેસ્ટ
આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે શાનદાર મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ રમાનારી લીગની આ 7 મી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ગત વર્ષની ઉપવિજેતા સનરાઇઝર્સ ટીમે આ સિઝનમાં પણ પોતાની આક્રમક શૈલી જાળવી રાખી છે. રાજસ્થાન રોયલ્સ સામેની પ્રથમ મેચમાં તેની ટીમ IPLમાં તેના સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ તોડવાની નજીક પહોંચી હતી.

આજે લખનૌ સુપર જાયન્ટ્સ મેચમાં જીત મેળવીને ટૂર્નામેન્ટમાં 2 પોઈન્ટ સાથે પોતાનું ખાતું ખોલવા માંગશે. રિષભ પંતની ટીમ દિલ્હી સામેની પોતાની પ્રથમ મેચ હાર્યા બાદ અહી પહોંચી છે. સનરાઇઝર્સ હૈદરાબાદનું હોમ ગ્રાઉન્ડ છે, તેણે ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ સામે જીતી લીધી છે. જ્યારે લખનૌ સુપરજાયન્ટ્સ, જેણે પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે આજની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની સીઝનની બીજી મેચમાં પણ લખનૌની ટીમને સખત પડકારનો સામનો કરવો પડી શકે છે. તો બીજી તરફ રિષભ પંતની આગેવાની હેઠળની ટીમમાં તેમના મુખ્ય બોલરોની ગેરહાજરીમાં હૈદરાબાદના બેસ્ટમેનોને નિયંત્રિણમાં રાખવું સરળ રહેશે નહીં.
પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ રાજસ્થાન રોયલ્સના બોલરો પર જોરદાર પ્રહારો કર્યા હતા. હૈદરાબાદ વતી ઈશાન કિશને સદી ફટકારીને બતાવી દીધું હતું કે આ વખતે બોલરોને બક્ષવામાં નહીં આવે. સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોને શાંત રાખવા એ પણ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંત માટે ખુબ જ પડકાર જનક છે, ખાસ કરીને હૈદરાબાદના પોતાના હોમ ગ્રાઉન્ડ પર. કારણ કે, હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ ટીમને ઝડપી શરૂઆત અપાવી રહ્યા છે. આ પછી મિડલ ઓર્ડરમાં ઈશાન કિશન અને હેનરિક ક્લાસેન ઝડપથી રન બનાવી રહ્યા છે. પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે આ ખેલાડીઓના આધારે રાજસ્થાન રોયલ્સ સામે 286 આઈપીએલના ઈતિહાસનો બીજા નંબરનો સોથી મોટો સ્કોર બનાવ્યો હતો. આપને જણાવી દઈએ કે 287 રનનો સૌથી વધારે રનનો લક્ષ્યાંક પણ હૈદરાબાદને જ નામ છે.

હૈદરાબાદની પિચ પર બોલરો માટે રન બચાવવા ખૂબ મુશ્કેલ છે. ગયા વર્ષે અહીં રમાયેલી સાત મેચોમાંથી છ મેચમાં 200થી વધુનો સ્કોર થયો હતો. બેટ્સમેનો અહીં બોલરો પર દયા નથી બતાવતા. હૈદરાબાદના મેદાન પર સનરાઇઝર્સ હૈદરાબાદ તેના બેટ્સમેનોના દમ પર એક મજબૂત સ્કોર બનાવી શકે છે. પરંતુ, જો આઈપીએલના ઈતિહાસની વાત કરવામાં આવે તો લખનૌ સુપર જાયન્ટ્સની સામે તેમને સતત સંઘર્ષનો સાનનો કરવો પડતો આવ્યો છે. જો આંકડાઓ પર નજર કરીએ તો આઈપીએલમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે જેમાંથી લખનૌની ટીમ ત્રણ વખત મેચ જીતી શકી છે જ્યારે હૈદરાબાદની ટીમને માત્ર એક જ વખત જીતવામાં સફળ રહી છે.
)
આજની મેચમાં વરસાદ આવે કે ન આવે પણ સ્ટેડિયમાં છક્કા અને ચોક્કાના રુપમાં રનનો વરસાદ જરુર થશે. હૈદરાબાદના બેસ્ટમેનોના ફોમને જોતા લાગી રહ્યું છે કે આજે 300 ને પાર સ્કોર થવો જોઈએ તમને શું લાગી રહ્યું કોણ જીતશે અને કેટલા રન બની શકે તે કમેન્ટમાં જણાવો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક મેચ, 3 મોટા રેકોર્ડ અને ઇતિહાસ રચવાની તક! વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ શું ભારત સામે નિર્ણાયક T20માં કમાલ કરી શકશે?

રોહિત શર્મા અને વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય છગ્ગાના રેકોર્ડની સરખામણીમાં કેટલો તફાવત છે? જાણો હિટમેનના રેકોર્ડ, વનડેમાં છગ્ગાના આંકડા અને શું વિરાટ કોહલી આ રેકોર્ડ તોડી શકશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની સતત બે હાર! 2028 T20 વર્લ્ડ કપ પહેલાં ખુલ્લી પડી 4 મોટી નબળાઈઓ… શું ભારતીય ટીમની બોલિંગ, બેટિંગ અને ટીમ કોમ્બિનેશનમાં છે મોટી ખામી?