નીરજ ચોપરાનો સિતારો ફરી ચમક્યો, પેરિસ ડાયમંડ લીગ જીતી
જેવલિન ખેલાડી નીરજ ચોપરાએ પેરિસ ડાયમન્ડ લીગ 2025ની મેન્સ જેવલિન થ્રો સ્પર્ધામાં પહેલું સ્થાન હાંસલ કરી જર્મનીના જૂલિયન વેબરને પરાજિત કર્યો અને 8 પોઈન્ ...

નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગ જીતી

નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગ જીતી
ભારતમાં યુવાવર્ગ હવે ક્રિકેટ અને ફૂટબોલ સિવાય અન્ય એથ્લેટિક ગેમ્સ જોવા તરફ પણ વળ્યો છે. ભારતના બહુચર્ચિત એથ્લેટિશિયન જેવલિન ખેલાડી નીરજ ચોપરાએ પેરિસ ડાયમન્ડ લીગ 2025ની મેન્સ જેવલિન થ્રો સ્પર્ધામાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. 20 જૂન (શુક્રવારે) પેરિસમાં યોજાયેલી ઇવેન્ટમાં નીરજે તેના હરીફ જર્મનીના જૂલિયન વેબરને પરાજિત કર્યો હતો. નીરજ ગત ટૂર્નામેન્ટમાં વેબરથી હારી ગયો હતો જેનો બદલો હવે લઈ લીધો છે.
નીરજ ચોપરાનું પ્રદર્શન:
પેરિસ ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ પહેલા પ્રયાસમાં 88.16 મીટરનો થ્રો કર્યો હતો, જેનાથી તે સૌથી આગળ નીકળ્યો અને અંત સુધી લીડ કાયમ રાખી. બાદમાં નીરજે બીજા પ્રયાસ 85.10 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. નીરજનો ત્રીજો, ચોથો અને પાંચમો અટેમ્પટ નિષ્ફળ રહ્યો. જોકે, છઠ્ઠા પ્રયાસમાં તેણે 82.89 મીટરનો થ્રો કર્યો હતો
16 મેના દિવસે જુલિયન વેબરે દોહા ડાયમંડ લીગ 2025માં નીરજ ચોપરાને હરાવ્યો હતો. ત્યારે જુલિયન વેબરે 91.06 મીટરનો છેલ્લો થ્રો ફેંકીને પહેલું સ્થાન મેળવ્યું હતું. નીરજ 90.23 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો. ત્યારબાદ 23 મેના દિવસે પોલેન્ડમાં યોજાયેલી જાનુઝ કુસોસિંકી મેમોરિયલ ઇવેન્ટમાં પણ વેબરે નીરજને હરાવ્યો. જાનુઝ કુસોસિંકી મેમોરિયલ ઇવેન્ટમાં, વેબરે 86.12 મીટર અને નીરજે 84.14 મીટર ફેંક્યો.
ડાયમંડ લીગનું પોઈન્ટ ટેબલ:
ડાયમંડ લીગના કોઈપણ તબક્કામાં પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીને 8 પોઈન્ટ મળે છે. જ્યારે બીજા સ્થાન પર રહેવા બદલ 7 પોઈન્ટ, ત્રીજા સ્થાન પર રહેવા બદલ 6 અને ચોથા સ્થાન પર રહેવા બદલ 5 પોઈન્ટ આપવામાં આવે છે. એટલે કે, નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં 8 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે બીજા સ્થાન પર રહેનાર જુલિયન વેબરને 7 પોઈન્ટ મળ્યા હતા. ડાયમંડ લીગ 2025ની સમાપ્તિ 27 અને 28 સપ્ટેમ્બરના રોજ ઝ્યૂરિકમાં ડાયમંડ લીગ ફાઇનલ દ્વારા થશે. ડાયમંડ લીગ ફાઇનલના વિજેતાને ડાયમંડ ટ્રોફી મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!