કુલદીપ યાદવના પ્રદર્શન પર માંજરેકરે કરી કટાક્ષ!
કુલદીપ યાદવનું પ્રદર્શન અને ભવિષ્ય: માંજરેકરની મજાક કે કડવી વાસ્તવિકતા?
કુલદીપના પ્રદર્શન પર માંજરેકરની કમેન્ટ
કુલદીપના પ્રદર્શન પર માંજરેકરની કમેન્ટ
એશિયા કપ 2025 માં ભારતીય ટીમે યુએઈને 9 વિકેટથી હરાવીને જોરદાર શરૂઆત કરી. આ મેચનો હીરો બીજો કોઈ નહીં, પણ ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ હતો. તેણે પોતાની સ્પિનનો જાદુ ચલાવીને એક જ ઓવરમાં ત્રણ સહિત કુલ ચાર વિકેટ લીધી. જોકે, તેના આ શાનદાર પ્રદર્શન બાદ પણ તેના ટીમમાં સ્થાનને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે કુલદીપ વિશે કરેલી એક ટિપ્પણી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
સોની સ્પોર્ટ્સ પર વાત કરતા માંજરેકરે મજાકમાં કહ્યું, "હવે કુલદીપ યાદવે એક ઓવરમાં ત્રણ વિકેટ લીધી છે, તો તે આગામી મેચ રમશે નહીં. કારણ કે ભારત તેની સાથે આવું જ કરે છે. જ્યારે તે સારું પ્રદર્શન કરે છે, ત્યારે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવે છે." તેમણે આગળ ઉમેર્યું કે, "કુલદીપની કારકિર્દી કંઈક આવી જ રહી છે. સારા આંકડા હોવા છતાં તેને સરળતાથી ટીમમાંથી પડતો મૂકી શકાય છે અને કદાચ આ જ તેનું ભાગ્ય છે."
આંકડાઓની કહાની અને કુલદીપનો સંઘર્ષમાંજરેકરની આ મજાક કુલદીપના આંકડાઓ અને તેની કારકિર્દીના ઉતાર-ચઢાવ સાથે બિલકુલ મેળ ખાય છે. 2017માં ડેબ્યૂ કર્યા બાદ પણ તેણે અત્યાર સુધી માત્ર 13 ટેસ્ટ અને 41 T20I મેચ રમી છે. તેના મોટાભાગના સમયમાં તેને રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ જેવા દિગ્ગજ સ્પિનરો સાથે સ્પર્ધા કરવી પડી છે. ઓછી તકો મળવા છતાં, કુલદીપે ODIમાં 27થી ઓછી સરેરાશ, ટેસ્ટમાં 22.16 અને T20Iમાં શાનદાર 13.39 ની સરેરાશ જાળવી રાખી છે, જે તેની ક્ષમતાનો પુરાવો આપે છે.
મેચનું હાઈલાઈટ: કુલદીપનું શાનદાર પ્રદર્શનઆ મેચમાં પણ કુલદીપ ભારતીય બોલરોમાં સૌથી સફળ રહ્યો હતો. તેના કારણે જ યુએઈની ટીમ ફક્ત 57 રન પર ઓલઆઉટ થઈ ગઈ. પાવરપ્લે બાદ બોલિંગ કરવા આવેલા કુલદીપે યુએઈની ઇનિંગ્સની નવમી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને મેચની દિશા બદલી નાખી. આ એક ઓવરના કારણે યુએઈનો સ્કોર 48/2 થી સીધો 50/5 થઈ ગયો. યુએઈએ બાકીની પાંચ વિકેટ માત્ર સાત રન ઉમેરીને ગુમાવી દીધી.
યુએઈનો 57 રનનો સ્કોર એશિયા કપ T20માં તેમનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર હતો. ભારતીય ટીમે આ નાનો લક્ષ્યાંક ફક્ત 27 બોલમાં હાંસલ કર્યો, જે બોલની દ્રષ્ટિએ તેમની અત્યાર સુધીની સૌથી મોટી જીત બની. કુલદીપને તેના શાનદાર પ્રદર્શન બદલ 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
કુલદીપની કારકિર્દીના આ ઉતાર-ચઢાવ જોતાં એવું લાગે છે કે માંજરેકરની મજાક ક્યાંક ને ક્યાંક સત્યની નજીક છે. હવે જોવાનું એ છે કે ટીમ મેનેજમેન્ટ તેના આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને આગામી મેચોમાં તક આપે છે કે માંજરેકરની વાત સાચી પડે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.