કોલકાતા અને રાજસ્થાન જીતના ટાર્ગેટ સાથે મેદાને ઉતરશે
કોલકાતા પાછલા 3 વર્ષથી રાજસ્થાન રોયલ્સને હરાવી શક્યું નથી, 3 મુકાબલામાં તેને હારનો સામનો, જ્યારે એક મેચ રદ્દ

કોણ જીતશે જંગ

કોણ જીતશે જંગ
આજે કોલકાતા અને રાજસ્થાન પોતાની નબળાઈ દૂર કરવાના ટાર્ગેટ સાથે મેદાને ઉતરશે. કોલકાતા અને રાજસ્થાન બંને પોતાનો પહેલો મુકાબલો હારી ચુકી છે. ત્યારે આવો જાણીએ બંને ટીમની ખામી અને ખુબીઓ વિશે...
આજે કોલકતા અને રાજસ્થાનની ટીમો ગુવાહાટીમાં એકબીજા સામે ટકરાવા જઈ રહી છે. કોલકાતાના સુનિલ નારાયણે બેંગ્લોરના બેસ્ટમેનોને થોડા પરેશાન કર્યા હતા. પણ બીજા તરફ ચેમ્પિયન ટ્રોફાીમાં શાનદાર પ્રદર્શન કરી ભારે આશા જગાડનાર સ્પિનર વરુણ ચક્રવર્તી ખર્ચાળ પુરવાર થયો હતો. આજની મેચમાં તેના પર શરુઆતની ઓવરોમાં વધારે દબાણ રહેશે. ગત મેચમાં શોલ્ટ અને કોહલીએ વરુણ સામે છુટથી રન લીધા હતા. પરંતું ગોવાહાટીની પીચ સ્પિનરોને મદદ કરતી રહી છે તેથી આજની મેચમાં વરુણ કોલકતાને ફાયદો કરાવે તેવી આશા છે. કોલકતાની ટીમ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલાર નોર્ત્જે ફીટ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહી છે. કારણે કે તેના સ્થાને હાલ ઓસ્ટ્રેલિયાનો સ્પેન્સર જોહન્સન રમી રહ્યો છે, જે ટીમ માટે નબળો સબીત થઈ રહ્યો છે. નોર્ત્જે આજની મેચમા રમે તેવી પુરેપુરી સંભાવના છે.
આ તરફ કોલકતાની બેટિંગ લાઈ પણ પ્રથમ મેચમાં નિષ્ફળ રહી હતી, કેપ્ટન રહાણે અને નારાયણે આક્રમક સ્ટાર્ટ આપ્યો હતો, પણ પછી મીડલ ઓર્ડર તે પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકી નહતી. વેંકટેશ ઐયર અને રસેલના આઉટ થયા બાદ રિંકુ સિંઘ પણ ખાસ પર્ફોર્મ કરી શક્યો ન હતો. રિન્કુ સિંઘ છેલ્લી પાંચ આંતરરાષ્ટ્રીય ટી-20 માં નિષ્ફળ રહ્યો છે. જેથી રીકું સિંઘ જલદી પોતાના ફોમમાં પાછો આવે તેની ટીમ આશા લગાવી રહ્યું છે.
તો રાજસ્થાનના બોલરોને જે રીતે હૈદરાબાદના ખિલાડીઓએ ફટકાર્યા હતા તે પછી તેમના આત્મવિશ્વાસને ભારે ફટકો પહોચ્યો છે. બીજી તરફ તેમનો ફાસ્ટ બોલર જોફ્રા અર્ચર હૈદરાબાદ સામેની પોતાની સ્પેલમાં સૌથી વધારે 76 રન આપ્યા હતા. જે આઈપીએલના ઇતિહાસનો સૌથી ખર્ચાળ બોલર પુરવાર થયો હતો. શ્રીલંકાના સ્પિનર તિક્ષણા અને અફઘાનિસ્તાનના મીડિયમ પેસર ફારુકી પણ આ મેચમાં વઘારે રન આપ્યા હતા. સેમસન ઇમ્પેક્ટ પ્લેયરના રુપમાં બેટિંગમાં ઉતરે છે પણ આંગળી પર ઇજા હોવાના કારણે કેપ્ટન તરીક નથી રમી રહ્યો. જેથી ટીમ માટે વધારે મુશ્કેલી બની જાય છે. તો બીજી તરફ આગલી મેચમાં કપ્તાની કરી રહેલો રીયાન પરાગની કેપ્ટની સામાન્ય રહી હતી, જે બીજી તરફ તે બેટિંગમાં પણ ફ્લોપ રહ્યો હતો.
આપને જણાવી દઈએ કે કોલકાતા પાછલા 3 વર્ષથી રાજસ્થાન રોયલ્સને હરાવી શક્યું નથી. કોલકતાએ છેલ્લે રાજસ્થાન રોયલ્સને 2022ની સિઝનમાં મહાત આપી હતી તે પછી રમાયેલ 3 મુકાબલામાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી.
આઈપીએલની શરુઆતમાં જ પરાજયનો સામનો કરી ચુકેલી કોલકતા અને રાજસ્થાનની ટીમ આજે જીત માટે એડી ચોટીનું જોર લગાવશે. ત્યારે હવે કોણ જીતશે એતો સમય જ નક્કી કરશે. આંકડા પ્રામણે તો રાજસ્થાનના જીતના ચાન્સ વધારે દેખાઈ રહ્યા છે. તમારુ શું કહેવું છે કમેન્ટમાં જણાલો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક મેચ, 3 મોટા રેકોર્ડ અને ઇતિહાસ રચવાની તક! વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ શું ભારત સામે નિર્ણાયક T20માં કમાલ કરી શકશે?

રોહિત શર્મા અને વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય છગ્ગાના રેકોર્ડની સરખામણીમાં કેટલો તફાવત છે? જાણો હિટમેનના રેકોર્ડ, વનડેમાં છગ્ગાના આંકડા અને શું વિરાટ કોહલી આ રેકોર્ડ તોડી શકશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની સતત બે હાર! 2028 T20 વર્લ્ડ કપ પહેલાં ખુલ્લી પડી 4 મોટી નબળાઈઓ… શું ભારતીય ટીમની બોલિંગ, બેટિંગ અને ટીમ કોમ્બિનેશનમાં છે મોટી ખામી?