IPL 2026: બેંગલુરુ પાસેથી છીનવાઈ ફાઈનલની યજમાની?
અમદાવાદમાં રમાઈ શકે છે ગ્રાન્ડ ફિનાલે

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
IPL Final To Be Played In Ahemdabad: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સિઝન અત્યારે તેના પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ક્રિકેટ ચાહકો માટે પ્લેઓફ અને ફાઈનલના સ્થળને લઈને એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર, આ વર્ષે આઈપીએલની ભવ્ય ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાય તેવી પ્રબળ શક્યતા છે. અગાઉ આ મેચ બેંગલુરુમાં યોજવાની વિચારણા હતી, પરંતુ બદલાયેલા સમીકરણોએ યજમાનીની બાજી પલટી નાખી છે.
ટિકિટ વિવાદે બેંગલુરુની તક ગુમાવી!
સામાન્ય રીતે આઈપીએલના નિયમ મુજબ, ફાઈનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર રમાતી હોય છે. તે મુજબ બેંગલુરુનું નામ મોખરે હતું. પરંતુ તાજેતરમાં બેંગલુરુમાં ટિકિટના વેચાણ અને મેનેજમેન્ટને લઈને સર્જાયેલા વિવાદોને કારણે BCCIએ સ્થળ બદલવાનો ગંભીર વિચાર કર્યો હોવાનું મનાય છે. સુરક્ષા અને વ્યવસ્થાપનની ખામીઓને ટાળવા માટે બોર્ડે હવે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદ પર પસંદગી ઉતારી છે. જો આ નિર્ણય પર અંતિમ મહોર વાગશે, તો પાંચ સીઝનમાં ચોથી વાર અમદાવાદ ફાઈનલની યજમાની કરશે.
નવું પ્લેઓફ શેડ્યૂલ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે પ્લેઓફ મેચો માત્ર એક કે બે શહેરો સુધી મર્યાદિત રહેવાને બદલે વિવિધ રાજ્યોમાં વહેંચવામાં આવશે. નવા પ્લાન મુજબ ક્વોલિફાયર 1 હિમાચલ પ્રદેશના સુંદર હિલ સ્ટેશન ધર્મશાળામાં રમાઈ શકે છે. એલિમિનેટર અને ક્વોલિફાયર 2 પંજાબના ચંદીગઢમાં આયોજિત થવાની શક્યતા છે. જ્યારે ફાઈનલ 31 મેના રોજ અમદાવાદના આંગણે રમાશે. આ નવી વ્યૂહરચના પાછળનો હેતુ ટુર્નામેન્ટના ઉત્સાહને દેશના ખૂણેખૂણે પહોંચાડવાનો અને મેદાનની ક્ષમતા મુજબ આર્થિક લાભ મેળવવાનો છે.
અમદાવાદ માટે ઐતિહાસિક સિદ્ધિ
નોંધનીય છે કે 28 માર્ચથી શરૂ થયેલી આ સીઝનની છેલ્લી લીગ મેચ (70મી મેચ) 24 મેના રોજ રમાશે. જો અમદાવાદમાં ફાઈનલ યોજાશે, તો આ સતત બીજી અને છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વખત હશે જ્યારે ગુજરાતના આંગણે આઈપીએલનું સમાપન થશે. આ પહેલા 2022, 2023માં પણ અમદાવાદે સફળતાપૂર્વક ફાઈનલનું આયોજન કર્યું હતું, જ્યારે 2024માં ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન બની હતી. જોકે, BCCI દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી નથી. હાલમાં તમામ ફ્રેન્ચાઈઝીઓ અને ફેન્સ બોર્ડની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. જો બધું યોજના મુજબ ચાલશે, તો 31 મેના રોજ અમદાવાદનું સ્ટેડિયમ ફરી એકવાર લાખો દર્શકોના શોરબકોર અને આતશબાજી સાથે આઈપીએલના નવા ચેમ્પિયનનું સ્વાગત કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.