IPL 2025 : DC vs LSG કોણ જીતશે જંગ
દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ બંને ટીમો નવા કેપ્ટન સાથે એકબીજા સામે ટકરાશે

આજે બંને નવા કપ્તાન થશે આમને સામને

આજે બંને નવા કપ્તાન થશે આમને સામને
આજે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ બંને ટીમો નવા કેપ્ટન સાથે એકબીજા સામે ટકરાશે, ત્યારે બંને ટીમોની નજર સીઝનની પહેલી મેચ જીતવા પર હશે, ત્યારે આવો જાણીએ બંને ટીમોમાં કરવામાં આવેલા કેટલા મહત્વના બદલાવ વિશે.
આ વખતે તમને ઋષભ પંત લખનૌની કપ્તાની કરતો જોવા મળશે. અત્યાર સુધી ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો આવ્યો છે. આપને જણાવી દઈએ કે હરાજીમાં રેકોર્ડ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સમાચારોને કારણે વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ખુબ ચર્ચામાં રહ્યો હતો અને આજે પણ તેના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રીત રહેશે.

હાલમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં પંતને સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. બીજી તરફ, કેએલ રાહુલ છે જે છેલ્લા બે સીઝનમાં લખનૌનું નેતૃત્વ કરતો આવ્યો છે પણ આ વખતે દિલ્હી કેપિટલ્સ માટે એક ખેલાડી તરીકે રમશે.
દિલ્હીની ટીમે ઓલરાઉન્ડર અક્ષર પટેલને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે, પરંતુ બેટિંગમાં રાહુલની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. દિલ્હીની ટીમમાં દક્ષિણ આફ્રિકાના અનુભવી બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ પણ છે, જે ગયા વર્ષ સુધી આરસીબીનું નેતૃત્વ કરી રહ્યા હતા. પરંતુ દિલ્હી ટીમમં તેને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યો છે.
દિલ્હી કાગળ પર મજબૂત છે.
દિલ્હીની ટીમ આમ તો કાગળ પર ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. કારણ કે તેમાં વિદેશી અને ભારતીય ખેલાડીઓનું સારું મિશ્રણ જોવા મળી રહ્યું છે. દિલ્હીને બેટિંગમાં ડુ પ્લેસિસના અનુભવનો ફાયદો થશે, જ્યારે બોલિંગમાં ઓસ્ટ્રેલિયાના અનુભવી ઝડપી બોલર મિશેલ સ્ટાર્કનો પણ ફાયદો મળી શકે તેમ છે,

કરુણ નાયરની હાજરીથી, દિલ્હીનો મધ્યમ ક્રમ મજબૂત દેખાય છે જેમાં રાહુલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી અને આશુતોષ શર્માનો પણ સમાવેશ થાય છે. દિલ્હીની બોલિંગ એકમ પણ મજબૂત દેખાય છે, જેના સ્પિનમાં બે અનુભવી ભારતીય સ્પિનરો અક્ષર અને કુલદીપ યાદવનો સમાવેશ થાય છે. સ્ટાર્ક ઉપરાંત, તેના ઝડપી બોલિંગ વિભાગમાં ટી નટરાજન, મોહિત શર્મા, મુકેશ કુમાર અને દુષ્મન્તા ચમીરાનો સમાવેશ થાય છે.
લખનૌ આના પર નિર્ભર રહેશે
લખનૌને આશા હશે કે તેમના ભારતીય ખેલાડીઓ વિદેશી ખેલાડીઓ સાથે સારો તાલમેલ રાખશે. કારણ કે લખનૌમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ ફક્ત નિષ્ણાત બેટ્સમેન તરીકે જ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, લખનૌને દક્ષિણ આફ્રિકાની જોડી ડેવિડ મિલર અને એડન માર્કરમ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.

નિકોલસ પૂરનના રૂપમાં, લખનૌ પાસે એક વિસ્ફોટક બેટ્સમેન છે, જે પોતાના દમ પર મેચનું પરિણામ પલટી શકે છે. તેમના સિવાય લખનૌની ટીમ પાસે આયુષ બદોની, અબ્દુલ સમદ અને શાહબાઝ અહેમદના રૂપમાં સારા ભારતીય બેટ્સમેન છે.
ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બંને ટીમના નવા કપ્તાનોમાંથી કોન બાજી બારે છે અને જીત પોતાને નામ કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક મેચ, 3 મોટા રેકોર્ડ અને ઇતિહાસ રચવાની તક! વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ શું ભારત સામે નિર્ણાયક T20માં કમાલ કરી શકશે?

રોહિત શર્મા અને વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય છગ્ગાના રેકોર્ડની સરખામણીમાં કેટલો તફાવત છે? જાણો હિટમેનના રેકોર્ડ, વનડેમાં છગ્ગાના આંકડા અને શું વિરાટ કોહલી આ રેકોર્ડ તોડી શકશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની સતત બે હાર! 2028 T20 વર્લ્ડ કપ પહેલાં ખુલ્લી પડી 4 મોટી નબળાઈઓ… શું ભારતીય ટીમની બોલિંગ, બેટિંગ અને ટીમ કોમ્બિનેશનમાં છે મોટી ખામી?