IPL 2026 બાદ ટીમ ઈન્ડિયાનો 'કસોટીકાળ'
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ માટે ગંભીર-અગરકરનો માસ્ટર પ્લાન, બુમરાહને મળી શકે છે આરામ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Gautam Gambhir Plan For Afghanistan Test Match: IPL 2026ના રોમાંચક સમાપન બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર ઇન્ટરનેશનલ ક્રિકેટના મેદાનમાં વ્યસ્ત થવા જઈ રહી છે. જૂન મહિનાથી ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ અત્યંત કડક રહેવાનું છે, જેની શરૂઆત 6 જૂનથી અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચથી થશે. મુલ્લાનપુર (ન્યુ ચંદીગઢ) ખાતે રમાનારી આ મેચ અને ત્યારબાદની ત્રણ મેચની વનડે શ્રેણી યુવા કેપ્ટન શુભમન ગિલ અને કોચ ગૌતમ ગંભીર માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
બેટિંગ લાઇનઅપમાં 'ફુલ પાવર', ગિલની થશે અગ્નિપરીક્ષા
જોકે અફઘાનિસ્તાન સામેની આ ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27નો ભાગ નથી, તેમ છતાં ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને હળવાશથી લેવા માંગતું નથી. અહેવાલ મુજબ, ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા આ મેચ માટે પોતાની મજબૂત બેટિંગ લાઇનઅપ ઉતારશે. અપેક્ષા છે કે કેપ્ટન શુભમન ગિલની સાથે યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ અને ઋષભ પંત જેવા અનુભવી અને ફોર્મમાં રહેલા બેટ્સમેનો પ્લેઈંગ-11માં સામેલ હશે. બીસીસીઆઈના ડેટા મુજબ, આઈપીએલ દરમિયાન ટોચના બેટ્સમેનોની ફિટનેસ સંતોષકારક રહી છે, જેના કારણે બેટિંગ યુનિટમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નહિવત છે.
ટેસ્ટ ફોર્મેટ પર ગંભીરનું વિશેષ ધ્યાન
તાજેતરના સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના પ્રદર્શનમાં જોવા મળેલી અનિશ્ચિતતાને જોતા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર હવે રેડ-બોલ ક્રિકેટ પ્રત્યે વધુ આક્રમક અભિગમ અપનાવી રહ્યા છે. સફેદ બોલ ક્રિકેટમાં સફળતા મેળવ્યા બાદ હવે પસંદગીકારોનું લક્ષ્ય ટેસ્ટ ટીમને ફરીથી વિશ્વની નંબર-1 ટીમ બનાવવાનું છે. અફઘાનિસ્તાન સામેની આ મેચને આ વર્ષના અંતમાં આવનારી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણી માટેની તૈયારીના પ્લેટફોર્મ તરીકે જોવામાં આવી રહી છે.
બોલિંગમાં ફેરબદલ: બુમરાહને આરામ, નવા ચહેરાઓને તક
બેટિંગમાં સ્થિરતા હોવા છતાં, ભારતીય બોલિંગ વિભાગમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. આઈપીએલના થાક અને વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને જસપ્રીત બુમરાહને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં આરામ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. વધુમાં, હર્ષિત રાણા અને આકાશ દીપ ઈજાના કારણે પસંદગીની રેસમાંથી બહાર હોવાથી ટીમ ઇન્ડિયા નવા ફાસ્ટ બોલરોને અજમાવી શકે છે. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે અને અંતિમ નિર્ણય મેચના થોડા દિવસો અગાઉ લેવામાં આવશે.
IPL ફોર્મ ચિંતાનો વિષય?
IPL 2026માં ભારતીય બોલરોનું પ્રદર્શન મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો ન હતો, જ્યારે ચાઈનામેન બોલર કુલદીપ યાદવ પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. અક્ષર પટેલની ફોર્મની અસ્થિરતા પણ એક પડકાર છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન જેવી ઉભરતી ટીમ સામેની ટેસ્ટ મેચ ભારતીય બોલરો માટે તેમનો આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે શ્રેષ્ઠ તક સાબિત થશે. મુલ્લાનપુરનું નવું સ્ટેડિયમ આ ઐતિહાસિક મેચનું સાક્ષી બનવા તૈયાર છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની આ નવી નવેલી ટીમ ઇન્ડિયા અફઘાનિસ્તાન સામે કેવો દેખાવ કરે છે તેના પર તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે. ગંભીરના કોચિંગ હેઠળની આ 'નવી ટેસ્ટ આર્મી' ભવિષ્યની મોટી શ્રેણીઓ માટે કેવી રીતે સજ્જ થાય છે, તે આ મેચના પરિણામ પરથી સ્પષ્ટ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.