AHMEDABAD : IPL 2025 ની ફાઇનલ પહેલાં આગ
લોકોમાં અફરાતફરી મચી , ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ બુઝાવી

લોકોમાં અફરાતફરી મચી , ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ બુઝાવી

લોકોમાં અફરાતફરી મચી , ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ બુઝાવી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે એક તરફ IPL 2025 ની ફાઇનલ મેચ રમાવાની છે તે પહેલાં સવારના સમયે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ના મુખ્ય ગેટ નંબર 1 ની સામે ગેસ નો બાટલો ફાટ્યો.હતો અને ગેસ સિલીન્ડરમાં આગ લાગી હતી જેથી અફરા તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. જો કે આ ઘટનામાં કોઇને જાનહાનિ થઇ ન હતી.
IPL-2025 ની ટાઇટલ મેચ 3 જૂને અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ વખતે ચાહકોને નવો IPL વિજેતા મળશે તે નિશ્ચિત છે. મેચને લઇને હજારો લોકો ઉત્સાહિત છે અને ટિકિટ માટે પડાપડી કરી રહ્યા છે. હવે ધીમે ધીમે ક્રિકેટ ચાહકો સ્ટેડિયમ તરફ જવા રવાના થયા છે ત્યારે જે સવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર એક મોટી દૂર્ઘટના સર્જાતા રહી ગઇ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર મુખ્ય ગેટ નંબર 1ની બહાર અચાનક જ ગેસનો બાટલો ફાટ્યો હતો જેથી લોકોમાં ગભરાટ સાથે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે ફાયર બ્રિગેડ પણ સ્થળ પર પહોંચ્યું હતું અને આગ બુઝાવી દીધી હતી. ઉલ્લેખનિય છે કે ફાઇનલ મેચ નિહાળવા માટે દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચ્યા છે.
આ પણ વાંચો--- IPL Final : વરસાદ બગાડી શકે છે ફાઈનલ મેચનો રોમાંચ
આજે સાંજે આઇપીએલ ફાઇનલ મેચ રમાવાની છે તે પહેલાં જ આ ઘટના બનતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને સ્ટેડિયમની અંદર અને બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. ફાઇનલ મેચની ક્લોઝિંગ સેરેમનીમાં ઓપરેશન સિંદૂરની થીમ પર યોજવાનું નક્કી કરાયું છે અને સ્ટેડિયમને તિરંગા લાઇટથી સજાવાશે અને સિંગર શંકર મહાદેવન સ્ટેડિયમની ગજવશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!