ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર: ટિકિટ થશે મોંઘી
IPL ટિકિટ પર હવે થી GST દર 40% લેવામાં આવશે, જેના કારણે સ્ટેડિયમમાં મેચ જોવી મોંઘી બનશે
IPL જોવી હવે થશે મોંઘી
IPL જોવી હવે થશે મોંઘી
ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર છે. જો તમે સ્ટેડિયમમાં જઈને IPL મેચ જોવાની યોજના બનાવી રહ્યા હો, તો તમારે હવે વધુ પૈસા ખર્ચ કરવા પડશે. તાજેતરમાં, GST કાઉન્સિલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે મુજબ IPL અને આવી અન્ય મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની ટિકિટ પર લાગતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં વધારો કરવામાં આવ્યો છે. હવે આ ટિકિટો પર 28% ને બદલે 40% GST લાગશે.
ટિકિટના ભાવ પર સીધી અસરઆ નિર્ણયની સીધી અસર ટિકિટના ભાવ પર જોવા મળશે. અત્યાર સુધી, IPL ટિકિટો પર 28% GST લાગતો હતો, જે હવે વધીને 40% થઈ ગયો છે. આ નવા ટેક્સ સ્લેબમાં કેસિનો, રેસ ક્લબ અને લક્ઝરી પ્રોડક્ટ્સ જેવી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. આ ફેરફારને કારણે ટિકિટના ભાવમાં મોટો વધારો થયો છે.
![]()
જે ટિકિટ ₹500માં મળતી હતી, તે GST બાદ ₹640માં મળતી હતી. હવે તે ₹700માં મળશે, એટલે કે ₹60નો વધારો.
₹1,000ની ટિકિટ જે અગાઉ ₹1,280માં મળતી હતી, તે હવે ₹1,400માં મળશે, એટલે કે ₹120 વધુ ચૂકવવા પડશે.
₹2,000ની ટિકિટની કિંમત GST બાદ ₹2,560 થતી હતી, જે હવે ₹2,800 થઈ ગઈ છે, એટલે કે ₹240નો વધારો.
સરકારનું કહેવું છે કે આ પગલું મહેસૂલ વધારવા અને બિનજરૂરી લક્ઝરી ખર્ચ પર ટેક્સ વધારવાના હેતુથી લેવામાં આવ્યું છે. આ નિર્ણય માત્ર IPL અને અન્ય પ્રીમિયમ લીગ પર જ લાગુ પડશે. આંતરરાષ્ટ્રીય અને અન્ય ક્રિકેટ મેચોની ટિકિટ પર પહેલાની જેમ જ 18% GST લાગુ રહેશે, જેથી તે પ્રમાણમાં ઓછી મોંઘી રહેશે.

IPL એ વિશ્વની સૌથી મોટી T20 લીગ છે. અત્યાર સુધીમાં, તેની 18 સિઝન રમાઈ ચૂકી છે, જેમાં છેલ્લી સિઝનનો ખિતાબ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ પંજાબ કિંગ્સ (PBKS)ને હરાવીને જીત્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) બંને પાંચ-પાંચ ટાઈટલ સાથે IPLની સૌથી સફળ ટીમો છે.
આ વધેલા GSTને કારણે શું તમને હજુ પણ સ્ટેડિયમમાં જઈને IPL મેચ જોવી ગમશે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!