Asia Cup: ભારત પાકિસ્તાન મેચનો બદલવામાં આવ્યો સમય
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમબરના યોજાનારી મેચનો સમય બદલાયો, અન્ય મેચનો પણ સમય બદલાયો
એશિયા કપની 18 મેચોનો સમય બદલાયો
એશિયા કપની 18 મેચોનો સમય બદલાયો
ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર! 9 સપ્ટેમ્બરથી શરૂ થનારી એશિયા કપ 2025ની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)માં આયોજિત આ ટૂર્નામેન્ટની મોટાભાગની મેચોના સમયમાં ફેરફાર કરાયો છે.
સમયમાં કેમ ફેરફાર કરાયો? સપ્ટેમ્બર મહિનામાં ગલ્ફ દેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી જાય છે, જેના કારણે ખેલાડીઓ અને દર્શકોને મુશ્કેલી પડી શકે છે. આ કાળઝાળ ગરમીથી બચવા માટે ક્રિકેટ બોર્ડની વિનંતી બાદ બ્રોડકાસ્ટર્સે મેચનો સમય અડધો કલાક મોડો કરવાનો નિર્ણય લીધો છે. હવે 19 માંથી 18 મેચો ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે, જ્યારે પહેલા તે સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની હતી.

ભારત-પાકિસ્તાન મેચનો સમય પણ બદલાયો આ ટૂર્નામેન્ટની સૌથી રોમાંચક મેચ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની બ્લોકબસ્ટર મેચ 14 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનો સમય પણ બદલાયો છે અને હવે તે પણ રાત્રે 8 વાગ્યે શરૂ થશે, જેનો દર્શકો આતુરતાથી ઇંતેજાર કરી રહ્યા છે.

ફોર્મેટ અને ગ્રુપ્સ આ વખતે એશિયા કપ ટી20 ફોર્મેટમાં રમાશે. ગ્રુપ-એ માં ભારત, પાકિસ્તાન, UAE અને ઓમાનનો સમાવેશ થયો છે, જ્યારે ગ્રુપ-બી માં હોંગ કોંગ, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમો છે. એકમાત્ર યુએઈ અને ઓમાન વચ્ચે 15 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં રમાનારી મેચનો સમય બદલાયો નથી અને તે ભારતીય સમયાનુસાર સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.

આ બદલાવથી ક્રિકેટ રસિકોને ગરમીની ચિંતા કર્યા વગર રોમાંચક મેચો માણવાનો મોકો મળશે. તો તૈયાર થઈ જાઓ ક્રિકેટના આ મહાપર્વ માટે!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.