એશિયા કપ 2025: શું આ ખેલાડીને મળશે જવાબદારી ?
એશિયા કપ 2025માં આ બે ખેલાડીઓને મળી શકે છે ટીમમાં મોટી જવાબદારી, મળી શકે છે શુકાની પદ
એશિયા કપ પર આ ખેલાડી પર રહેશે નજર
એશિયા કપ પર આ ખેલાડી પર રહેશે નજર
ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે, કારણ કે આગામી એશિયા કપ 2025 નું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન UAE માં યોજાનારી આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે, જે આગામી T20 વર્લ્ડકપ 2026 માટે એક મહત્વપૂર્ણ તૈયારી સમાન છે. આ કપને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને સૌ કોઈ ભારતને પ્રબળ દાવેદાર માની રહ્યા છે.
ભારતીય ટીમમાં ફેરફારની શક્યતાઆ ટુર્નામેન્ટ માટે ભારતની 15 ખેલાડીઓની મજબૂત ટીમ તૈયાર થઈ શકે છે, જોકે કેટલાક મુખ્ય ખેલાડીઓ તેમાં ભાગ ન લે તેવી સંભાવના છે. રિપોર્ટ્સ મુજબ, T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ, જે સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવ્યા બાદ રિકવર થઈ રહ્યા છે, તે આ ટુર્નામેન્ટમાં નહીં રમે. આ સ્થિતિમાં, હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે.
આ ઉપરાંત, સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ને પણ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ બાદ આરામ આપવામાં આવી શકે છે. ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ને પણ ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ છે, કારણ કે શુભમન ગિલ, સંજુ સેમસન અને અભિષેક શર્મા જેવા વિકલ્પો ઉપલબ્ધ છે.
સંભવિત ભારતીય ટીમ અને નવા ચહેરાટીમમાં કેટલાક નવા ચહેરાઓને તક મળી શકે છે. અહેવાલો અનુસાર, ઓલરાઉન્ડર અક્ષર પટેલ ને વાઇસ-કેપ્ટનની જવાબદારી મળી શકે છે. તેની સાથે વોશિંગ્ટન સુંદર પણ ટીમમાં સ્થાન મેળવી શકે છે. ઝડપી બોલરોમાં અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, પ્રસિધ્ધ કૃષ્ણા અથવા યશ દયાલ ને તક મળી શકે છે, જ્યારે સ્પિનર તરીકે કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી ની પસંદગી થઈ શકે છે.
આ સંભવિત ટીમ આ પ્રમાણે હોઈ શકે છે: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, સંજુ સેમસન, અભિષેક શર્મા, શ્રેયસ અય્યર, તિલક વર્મા, રિન્કુ સિંહ, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ (વાઇસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા/ યશ દયાલ/ પ્રસિધ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી.
આગામી એશિયા કપ ક્રિકેટ ચાહકો માટે એક મોટી મજા બની રહેશે, જ્યાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ એક રોમાંચક સ્પર્ધા ઊભી કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!