અમદાવાદ ચેમ્પિયન: રિલાયન્સ કપમાં ગોલ એવરેજથી વિજયી
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન આયોજિત રિલાયન્સ કપમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ટીમ વિજેતા બની

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ટીમે ચેમ્પિયન ટ્રોફી સ્વીકારી હતી

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ટીમે ચેમ્પિયન ટ્રોફી સ્વીકારી હતી
ગુજરાત સ્ટેટ ફૂટ એસોસિએશન આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ આંતર જિલ્લા ફૂટબલ ટુર્નામેન્ટમાં અમદાવાદ જિલ્લાની ટીમ ચેમ્પિયન બની છે. પોઇન્ટસ અને ગોલ એવરેજના આધારે અમદાવાદ ડિસ્ટ્રિક્ટની ટીમ રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક ફૂટબોલ ટુર્નામેન્ટ-2025ની ફાઈનલ મેચમાં વિજેતા બની હતી.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક ફૂટબોલ ટુર્નામેન્ટ-2025ની સુપર લીગ સ્ટેજની ફાઇનલ રાઉન્ડ મેચ રમાઈ હતી.
આખરી મેચમાં જૂનાગઢની ટીમે આણંદની ટીમને 5-0 થી મ્હાત આપી હતી. મેચના બીજા હાફમાં જૂનાગઢ ટીમના બ્રિજેશકુમાર યાદવે 2, તેમજ સિદ્ધાંત પાંડે, પ્રતિક સ્વામી અને ધર્મેશ પરમારે 1-1 ગોલ કર્યા હતા. મેચનો પ્રથમ હાફનો સ્કોર 0-0 રહ્યો હતો.
અમદાવાદની ટીમ 1 મેચ જીતી હતી અને 1 ડ્રૉ થઈ હતી. જૂનાગઢની ટીમે પણ 1 મેચ જીતી હતી. જૂનાગઢ અને અમદાવાદની મેચ ડ્રૉ થઈ હતી. તેથી બંને ટીમના પોઈન્ટસ સરખા થયા હતા. પરંતુ અમદાવાદની ટીમે આણંદને 6 ગોલ ફટકાર્યા હતા. જ્યારે જુનાગઢની ટીમે આણંદની ટીમને 5 ગોલ ફટકાર્યા હતા.
ગોલ એવરેજમાં અમદાવાદની ટીમે બાજી મારી ટ્રોફી પોતાના નામે કરી હતી. તેના આધારે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે જૂનાગઢની ટીમ રનર્સ-અપ અને આણંદની ટીમ સેકન્ડ રનર્સ-અપ રહી હતી.
ચેમ્પિયન અને રનર્સ-અપ ટીમોને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ઈન્ડિયા અંડર-17ની ફૂટબોલ ટીમ હાલ અમદાવાદમાં AFC – એશિયા કપ ક્વોલિફાયર્સ રમવા માટે આવી છે. આ ટીમના હસ્તે હસ્તે ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યા હતા.
AFC–એશિયા કપ ક્વોલિફાયર્સની મેચો 22 થી 30 નવેમ્બર 2025 દરમિયાન મણીનગર ખાતે એકા અરેના ક્લબમાં રમાશે.
ટુર્નામેન્ટ દરમિયાન AIFFની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ સંતોષ ટ્રોફી માટેની ગુજરાતની ટીમના કેમ્પ માટેના 30 ખેલાડીઓ અને 5 સ્ટેન્ડ બાય ખેલાડીઓની યાદી પણ જાહેર કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!