2036 CWG યજમાનીની મહત્વાકાંક્ષા માટે એક મોટું પગલુ
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કોમનવેલ્થ વેઈટ લિફ્ટિંગ સ્પર્ધા: 28 દેશો, 291 ખેલાડીઓ આવશે ભારત
વેઈટ લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન
વેઈટ લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન
ભારતની 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટેની તૈયારીઓને વેગ આપતા, અમદાવાદના નારણપુરા ખાતે નવા વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં કોમનવેલ્થ વેઈટ લિફ્ટિંગ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. 24મી ઓગસ્ટે ઉદ્ઘાટન બાદ 25મી થી 31મી ઓગસ્ટ સુધી ચાલનારી આ સ્પર્ધા માત્ર એક રમતગમતનો કાર્યક્રમ નથી, પરંતુ ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજન કરવાની ક્ષમતાનું પ્રતીક છે.
સ્પર્ધાનું સ્વરૂપ અને ભાગ લેનાર દેશોઆ સ્પર્ધામાં 28 દેશોના કુલ 291 એથ્લીટ્સ ભાગ લઈ રહ્યા છે, જેઓ કુલ 144 મેડલ માટે સ્પર્ધા કરશે. આ પ્રતિયોગિતા મહિલા અને પુરુષ બંને વર્ગમાં યોજાઈ રહી છે, જેમાં દરેક વર્ગમાં 72 મેડલ છે. ખેલાડીઓ યુથ બોય્ઝ, યુથ ગર્લ્સ, જુનિયર પુરુષ, જુનિયર મહિલા, સિનિયર મહિલા અને પુરુષ જેવી વિવિધ કેટેગરીમાં ભાગ લઈ રહ્યા છે.
આ સ્પર્ધા ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે એક ક્વોલિફાયર ઇવેન્ટ પણ છે, જે ભારતીય અને અન્ય દેશોના ખેલાડીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ભારતીય ટીમ અને ભાવિ ટેલેન્ટ હંટઆ સ્પર્ધામાં ભારતની સ્ટાર વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનુ સહિત કુલ 44 ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ખેલાડીઓ દેશ માટે મેડલ જીતવાની સાથે સાથે 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય થવાનો પ્રયાસ કરશે.
જોકે, આ સ્પર્ધામાં ગુજરાતનો કોઈ ખેલાડી ભાગ નથી લઈ રહ્યો, પરંતુ ભાવિ માટે આશાસ્પદ પગલું ભરવામાં આવ્યું છે. ઇન્ડિયન વેઈટ લિફ્ટિંગ ફેડરેશન દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ભવિષ્યના સ્ટાર્સને શોધવા માટે ટેલેન્ટ હંટનું આયોજન કરશે. આ કાર્યક્રમ દ્વારા ખેલાડીઓની કુદરતી શક્તિ અને યોગ્યતાના આધારે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવશે. હાલમાં, વેઈટ લિફ્ટિંગમાં મહારાષ્ટ્ર, નોર્થઈસ્ટ અને ઓડિશા જેવા રાજ્યોના ખેલાડીઓ વધુ જોવા મળે છે.
પાકિસ્તાન અને બાંગ્લાદેશની ગેરહાજરીઆ સ્પર્ધામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના ખેલાડીઓ ભાગ નહીં લે. આ ગેરહાજરીનું મુખ્ય કારણ સુરક્ષા કે ભારત સાથેના સંબંધો નથી, પરંતુ પાકિસ્તાનના ડોપિંગ વિવાદ અને આંતરિક વિખવાદ છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય વેઈટ લિફ્ટિંગ ફેડરેશન દ્વારા પેનલ્ટી ફટકારવામાં આવી હતી. તેમના સારા ખેલાડીઓ ડોપિંગમાં ફસાયા હોવાને કારણે નવા ટેલેન્ટની અછત છે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ શકતા નથી.
આ સ્પર્ધા ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહી છે, જે રાજ્ય માટે એક ગૌરવની વાત છે અને 2036 ઓલિમ્પિક્સ માટે ભારતની તૈયારીઓને વધુ મજબૂત બનાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!