YouTubeનું ક્રાંતિકારી ફીચર: વીડિયોને કરો ડબ
હવે એક જ ક્લિકમાં વીડિયો અને થમ્બનેલને મલ્ટિ-લેંગ્વેજ બનાવો!
હવે YouTube ચલાવવુ બનશે આસાન
હવે YouTube ચલાવવુ બનશે આસાન
યુટ્યુબ પર હવે એક નવા ફીચરની શરૂઆત થઈ છે, જેની મદદથી ક્રિએટર્સ તેમના વીડિયોને અલગ-અલગ ભાષામાં ડબ કરી શકશે. છેલ્લાં બે વર્ષથી ચાલી રહેલા આ પાયલટ પ્રોગ્રામને હવે તમામ યુઝર્સ માટે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી ક્રિએટર્સ હવે વિશ્વભરના વધુ દર્શકો સુધી પહોંચી શકશે.
આ 'મલ્ટિ-લેંગ્વેજ ઓડિયો ફીચર' સૌથી પહેલાં 2023માં લોન્ચ થયું હતું, પરંતુ ત્યારે તે ફક્ત મિસ્ટર બીસ્ટ, માર્ક રોબર અને શેફ જેમી ઓલિવર જેવા ગણતરીના ક્રિએટર્સ માટે જ ઉપલબ્ધ હતું. આ ફીચર પહેલાં ક્રિએટર્સને વીડિયો ડબિંગ માટે થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ પર નિર્ભર રહેવું પડતું હતું. યુટ્યુબે હવે આ ફીચરમાં AI ડબિંગ ટૂલ નો સમાવેશ કર્યો છે, જે ગૂગલ જેમિનીની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ ટૂલ ઓરિજિનલ સ્પીકરના અવાજની નકલ કરીને અન્ય ભાષાઓમાં પણ બોલી શકે છે.

યુટ્યુબના જણાવ્યા અનુસાર, જે ક્રિએટર્સ દ્વારા આ ફીચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમની વ્યુઅરશિપમાં મોટો વધારો જોવા મળ્યો છે. પહેલાં વીડિયો એક ચોક્કસ ભાષામાં હોવાથી તેના દર્શકો સીમિત હતા, પરંતુ હવે અલગ-અલગ ભાષાઓમાં ડબિંગ થવાથી દુનિયાભરના દર્શકો તેને જોઈ શકે છે.
યુટ્યુબ હવે માત્ર મલ્ટિ-લેંગ્વેજ ઓડિયો ફીચર સુધી સીમિત નથી રહ્યું. કંપની હવે મલ્ટિ-લેંગ્વેજ થમ્બનેલ પર પણ કામ કરી રહી છે. આ ફીચર પણ પહેલાં પસંદગીના ક્રિએટર્સને આપવામાં આવશે. આ ફીચરની મદદથી ક્રિએટર્સ તેમના થમ્બનેલને કસ્ટમાઈઝ કરી શકશે, જેથી તેના પર લખેલા શબ્દો પણ અલગ-અલગ ભાષામાં દેખાઈ શકે. આના પરિણામે, જે યુઝર્સ જે જગ્યાનો હશે તેને તે ભાષામાં થમ્બનેલ, ઓડિયો અને અન્ય શબ્દો જોવા મળશે, જેનાથી યુટ્યુબનો અનુભવ વધુ વ્યક્તિગત બનશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PC Slow કે Hang થાય છે? Windows Defenderથી Virus અને Malware કેવી રીતે શોધવા, Full Scan અને Offline Scan ક્યારે કરવું અને PCને સુરક્ષિત રાખવાની રીત જાણો.

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.

WhatsApp Storage Fullથી પરેશાન છો? WhatsAppના Manage Storage ટૂલથી મોટી અને બિનજરૂરી ફાઇલો ડિલીટ કરી મિનિટોમાં ફોનની જગ્યા ખાલી કરો.