શું AI હવે સોફ્ટવેર કંપનીઓને ખાઈ જશે?
એન્થ્રોપિકના નવા AI ટૂલથી સોફ્ટવેર કંપનીઓમાં ફફડાટ, ઇન્ફોસિસ અને TCSના શેરોમાં મોટો કડાકો

એન્થ્રોપિકના નવા AI ટૂલથી ફફડાટ

એન્થ્રોપિકના નવા AI ટૂલથી ફફડાટ
વૈશ્વિક શેરબજાર અને ટેકનોલોજી સેક્ટરમાં અત્યારે એક ભયંકર વેચવાલી જોવા મળી રહી છે, જેને નિષ્ણાતો 'SaaSpocalypse' (Softwear As A Service ocalypse) કહી રહ્યા છે. આ આખા તોફાનના કેન્દ્રમાં છે AI સ્ટાર્ટઅપ કંપની એન્થ્રોપિક (Anthropic) અને તેનું નવું લોન્ચ થયેલું AI એજન્ટ ટૂલ.
શું છે આ નવું ટૂલ ?
એન્થ્રોપિકે તેના 'કલાઉડ કો-વર્ક' (Claude Cowork) એજન્ટ માટે 11 નવા પ્લગ-ઈન્સ લોન્ચ કર્યા છે. આ કોઈ સામાન્ય ચેટબોટ નથી, પણ એક એવો 'એજન્ટિક AI' છે જે કાયદાકીય, સેલ્સ, માર્કેટિંગ અને ડેટા એનાલિસિસ જેવા જટિલ કામો જાતે જ કરી શકે છે. અત્યાર સુધી જે કામો માટે કંપનીઓએ Salesforce અથવા ServiceNow જેવા મોંઘા સોફ્ટવેર પર નિર્ભર રહેવું પડતું હતું, તે હવે આ AI જાતે જ કરી લેશે.
ભારતીય IT દિગ્ગજો પર પડી મોટી અસર આ સમાચારની અસર અમેરિકાથી લઈને ભારત સુધી જોવા મળી છે. 4 ફેબ્રુઆરી, બુધવારે ભારતીય બજારમાં Nifty IT ઇન્ડેક્સ 7% થી વધુ તૂટ્યો હતો. ઇન્ફોસિસ (Infosys)માં 9% અને TCSમાં 7% જેવો મોટો કડાકો જોવા મળ્યો.
રોકાણકારોમાં એવો ડર છે કે જો AI પોતે જ કોડિંગ, ડેટા એન્ટ્રી અને કાયદાકીય દસ્તાવેજો તૈયાર કરવા માંડશે, તો આઉટસોર્સિંગ કરતી ભારતીય IT કંપનીઓની જરૂરિયાત ઘટી જશે.
$285 બિલિયનનો ધુમાડો માત્ર એક જ દિવસમાં વૈશ્વિક સ્તરે સોફ્ટવેર અને ફાઇનાન્સ કંપનીઓની માર્કેટ વેલ્યુમાંથી $285 બિલિયન (અંદાજે 24 લાખ કરોડ રૂપિયા) સાફ થઈ ગયા છે. સેલ્સફોર્સ, એડોબ અને વર્કડે જેવી કંપનીઓના શેર 6%થી 8% તૂટ્યા છે.
વિશ્લેષકોના મતે, હવે બજારની માનસિકતા બદલાઈ રહી છે - પહેલા એવું હતું કે 'AI આ કંપનીઓને મદદ કરશે', પણ હવે ડર છે કે 'AI આ કંપનીઓનું સ્થાન લઈ લેશે'.
જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે આ માત્ર શરૂઆતની પ્રતિક્રિયા છે. જે કંપનીઓ પોતાની સેવામાં AIને ઝડપથી સ્થાપિત કરશે, તે લાંબા ગાળે ફાયદામાં રહેશે. પરંતુ જે કંપનીઓ જૂના મોડલ પર વળગી રહેશે, તેમના માટે આ ખરેખર 'વિનાશકાળ' સાબિત થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PC Slow કે Hang થાય છે? Windows Defenderથી Virus અને Malware કેવી રીતે શોધવા, Full Scan અને Offline Scan ક્યારે કરવું અને PCને સુરક્ષિત રાખવાની રીત જાણો.

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.

WhatsApp Storage Fullથી પરેશાન છો? WhatsAppના Manage Storage ટૂલથી મોટી અને બિનજરૂરી ફાઇલો ડિલીટ કરી મિનિટોમાં ફોનની જગ્યા ખાલી કરો.