WhatsApp માટે નવા નિયમો: 1 માર્ચથી બદલાશે સ્થિતિ
હવે એક્ટિવ સિમ કાર્ડ વગર WhatsApp વાપરવું બનશે અશક્ય: સરકારનો નવો 'સિમ-બાઈન્ડિંગ' નિયમ

WhatsApp સિમ બાઈન્ડિંગ નિયમ 2026

WhatsApp સિમ બાઈન્ડિંગ નિયમ 2026
ભારત સરકાર દ્વારા ડિજિટલ સુરક્ષા અને સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 માર્ચ 2026 થી WhatsApp સહિતની તમામ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સ માટે નવા નિયમો અમલી બનવા જઈ રહ્યા છે. આ ફેરફાર બાદ હવે એક્ટિવ સિમ કાર્ડ (SIM) વગર આ એપ્સનો ઉપયોગ કરવો અશક્ય બની જશે. ટેલિકોમ વિભાગે (DoT) સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ નવા 'સિમ-બાઈન્ડિંગ' નિયમમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
શું છે આ નવો 'સિમ-બાઈન્ડિંગ' (SIM-Binding) નિયમ ?
અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ, WhatsApp કે ટેલિગ્રામ જેવી એપ્સમાં એકવાર OTP (વન ટાઈમ પાસવર્ડ) દ્વારા લોગિન કર્યા પછી, જો તમે ફોનમાંથી સિમ કાર્ડ કાઢી લો તો પણ વાઈફાઈના માધ્યમથી એપ ચલાવી શકાતી હતી. પરંતુ 1 માર્ચથી આ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જશે.
નવા નિયમ મુજબ, જે મોબાઈલ નંબર પર તમારું WhatsApp એકાઉન્ટ રજિસ્ટર્ડ છે, તે સિમ કાર્ડ તે જ હેન્ડસેટમાં એક્ટિવ સ્થિતિમાં હોવું અનિવાર્ય છે. જો તમે ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખશો અથવા તમારો નંબર લાંબા સમય સુધી રિચાર્જ ન કરાવવાને કારણે બંધ થઈ જશે, તો તમારું WhatsApp એકાઉન્ટ પણ આપોઆપ કામ કરતું બંધ થઈ જશે
સાયબર ક્રાઈમ અને ડિજિટલ ફ્રોડ પર આવશે લગામ :
કેન્દ્ર સરકારના આ કડક વલણ પાછળનું મુખ્ય અને પાયાનું કારણ ઓનલાઈન છેતરપિંડી અને ફેક એકાઉન્ટ્સ પર રોક લગાવવાનું છે. જ્યારે દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટ વેરિફાઈડ અને એક્ટિવ સિમ કાર્ડ સાથે જોડાયેલું હશે, ત્યારે સાયબર ગુનેગારોનું પગેરું મેળવવું સુરક્ષા એજન્સીઓ માટે અત્યંત સરળ બનશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ આ અંગેની માર્ગદર્શિકા નવેમ્બર 2025માં જ જાહેર કરી દીધી હતી અને કંપનીઓને તેમની સિસ્ટમ અપડેટ કરવા માટે પૂરતો સમય આપ્યો હતો.
ડેસ્કટોપ અને વેબ યુઝર્સ માટે પણ નિયમો થયા કડક :
નવા નિયમોની અસર માત્ર સ્માર્ટફોન યુઝર્સ પર જ નહીં, પરંતુ જેઓ ઓફિસ કે ઘરે કોમ્પ્યુટર કે લેપટોપ પર WhatsApp Web નો ઉપયોગ કરે છે તેમના પર પણ પડશે :
ઓટો લોગ-આઉટ: ડેસ્કટોપ કે લેપટોપ પર હવે દર 6 કલાકે 'ઓટો લોગ-આઉટ' નો નિયમ લાગુ થશે. એટલે કે દર 6 કલાકે તમારે ફરીથી QR કોડ સ્કેન કરીને લોગિન કરવું પડશે
ડિવાઈસ સ્વિચિંગ: જો તમે તમારો મોબાઈલ નંબર બદલશો અથવા સિમ કાર્ડ બીજા ફોનમાં નાખશો, તો જૂના ડિવાઈસ કે લેપટોપ પરથી તમારું એકાઉન્ટ તરત જ લોગ-આઉટ થઈ જશે
આ નવા નિયમોનો હેતુ સામાન્ય નાગરિકોની ડિજિટલ ઓળખને વધુ સુરક્ષિત બનાવવાનો અને અનામી રીતે થતા ગુનાઓને અટકાવવાનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PC Slow કે Hang થાય છે? Windows Defenderથી Virus અને Malware કેવી રીતે શોધવા, Full Scan અને Offline Scan ક્યારે કરવું અને PCને સુરક્ષિત રાખવાની રીત જાણો.

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.

WhatsApp Storage Fullથી પરેશાન છો? WhatsAppના Manage Storage ટૂલથી મોટી અને બિનજરૂરી ફાઇલો ડિલીટ કરી મિનિટોમાં ફોનની જગ્યા ખાલી કરો.