ડિજિટલ દુનિયા પર નવું જોખમ
શું હવે ઈરાન ‘ઇન્ટરનેટ’ પર નિયંત્રણ મેળવશે?

AI જનરેટેડ

AI જનરેટેડ
Iran Undersea Internet Cables Plan: અત્યાર સુધી વિશ્વના દેશો તેલના સપ્લાય અને દરિયાઈ માર્ગો પરના નિયંત્રણ માટે લડતા હતા, પરંતુ હવે આ લડાઈ ડિજિટલ સ્તરે પહોંચી છે. મધ્ય પૂર્વના તાજેતરના અહેવાલો મુજબ, ઈરાન હવે વિશ્વના મોટા ભાગને જોડતા દરિયાની અંદરના (Undersea) ઇન્ટરનેટ કેબલ્સ પર પોતાનું વર્ચસ્વ વધારવાની તૈયારી કરી રહ્યું છે. આ સમાચારને પગલે વૈશ્વિક ટેક જગત અને સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે આ માત્ર ઇન્ટરનેટ સ્પીડનો મુદ્દો નથી, પરંતુ અબજો ડોલરના ડિજિટલ અર્થતંત્ર અને ડેટા સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર વિષય છે.
હોર્મુઝ સ્ટ્રેટ: તેલ પછી હવે ડિજિટલ ટ્રાફિકનું નવું કેન્દ્ર
વાસ્તવિક ચિંતા પર્સિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટ આસપાસના વિસ્તારની છે. આ તે સાંકડો દરિયાઈ માર્ગ છે જ્યાંથી વિશ્વનો મોટાભાગનો કાચા તેલનો વેપાર થાય છે. જોકે, આ વિસ્તારનું બીજું પાસું એ છે કે એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વને જોડતા મહત્વપૂર્ણ ફાઈબર ઓપ્ટિક કેબલ્સ પણ આ જ સમુદ્રતળમાંથી પસાર થાય છે. ઈરાન સાથે જોડાયેલા મીડિયા નેટવર્ક્સ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના અહેવાલો સૂચવે છે કે ઈરાન હવે આ ઇન્ટરનેટ કેબલ્સનું 'મુદ્રીકરણ' (Monetization) કરવાની યોજના બનાવી રહ્યું છે.
‘ડિજિટલ ટોલ બૂથ’ મોડેલ શું છે?
જેમ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તેલના જહાજો પાસેથી લેવી કે ટોલ વસૂલવામાં આવે છે, તેમ ઈરાન હવે આ કેબલનો ઉપયોગ કરતી વિદેશી ટેક કંપનીઓ અને નેટવર્ક ઓપરેટરો પાસેથી ફી વસૂલવાની તૈયારીમાં છે. અહેવાલોમાં આને ‘ડિજિટલ ટોલ બૂથ’ મોડેલ તરીકે વર્ણવવામાં આવ્યું છે. ઈરાની મીડિયાના દાવા મુજબ, આ કેબલ્સ દ્વારા દરરોજ અબજોનો ડેટા ટ્રાફિક પસાર થાય છે, જેમાં ઓનલાઈન બેંકિંગ વ્યવહારો, ક્લાઉડ ડેટા, સોશિયલ મીડિયા ટ્રાફિક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેવાઓનો સમાવેશ થાય છે. જો ઈરાન આ ટ્રાફિક પર શુલ્ક લાદે, તો તે વૈશ્વિક ટેક કંપનીઓ માટે મોટું નાણાકીય અને વહીવટી સંકટ બની શકે છે.
ભારત સહિત એશિયાના દેશો પર સંકટ
વિશ્વનો અંદાજે 95 થી 99 ટકા ઇન્ટરનેટ ટ્રાફિક આ દરિયાઈ કેબલ્સ પર નિર્ભર છે. જો આ કેબલ્સમાં કોઈ ક્ષતિ સર્જાય અથવા ઈરાન દ્વારા જાણીજોઈને અવરોધ ઊભો કરવામાં આવે, તો તેની અસર ભારત સહિત અનેક એશિયન દેશો પર પડશે. ભારત માટે આ બાબત વધુ સંવેદનશીલ છે કારણ કે આપણા દેશની UPI ચુકવણીઓ, બેંકિંગ સર્વર્સ અને IT સેવાઓ સીધી રીતે આ વૈશ્વિક કનેક્ટિવિટી સાથે જોડાયેલી છે. નિષ્ણાતોને ડર છે કે ઈરાન ભવિષ્યમાં આ કેબલ્સની જાળવણી (Maintenance) અને રિપેરિંગ પર પણ પોતાનું નિયંત્રણ લાદી શકે છે. આનાથી વિદેશી ટેક કંપનીઓએ ઈરાની કાયદાઓ અને શરતોને માનવા માટે મજબૂર થવું પડી શકે છે.
ઇન્ટરનેટ હવે ભૂ-રાજકીય શસ્ત્ર
અત્યાર સુધી દેશો યુદ્ધ કે તણાવ દરમિયાન તેલ પુરવઠો કાપી નાખવાની ધમકી આપતા હતા, પરંતુ હવે ઇન્ટરનેટ કેબલ્સ દબાણ લાવવાનું નવું સાધન બની રહ્યા છે. જો ઇન્ટરનેટ કનેક્ટિવિટીને શસ્ત્ર તરીકે વાપરવામાં આવે, તો તે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાને મિનિટોમાં ઠપ કરી શકે છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી આ સ્થિતિએ દુનિયાને વિચારતી કરી દીધી છે કે જે ઇન્ટરનેટને આપણે માત્ર વાઇફાઇ કે ડેટા માનીએ છીએ, તેની પાછળ સમુદ્રના ઊંડાણમાં હજારો કિલોમીટર લાંબુ એક નેટવર્ક છે, જેના પર હવે 'વોટર પોલિટિક્સ' અને 'ડિજિટલ વોર' શરૂ થઈ શકે છે. ટેક નિષ્ણાતો અને આંતરરાષ્ટ્રીય સમુદાય હવે આ મામલે સતર્ક બન્યા છે અને દરિયાઈ કેબલ્સની સુરક્ષા માટે નવા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે, જેથી વૈશ્વિક ડિજિટલ અર્થતંત્ર કોઈ એક દેશના નિયંત્રણમાં ન આવી જાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

iOS 26નું iPhone Name Recognition ફીચર તમારું નામ બોલાય ત્યારે Alert કરી શકે છે. જાણો આ Setting કેવી રીતે ON કરવી.

PC Slow કે Hang થાય છે? Windows Defenderથી Virus અને Malware કેવી રીતે શોધવા, Full Scan અને Offline Scan ક્યારે કરવું અને PCને સુરક્ષિત રાખવાની રીત જાણો.

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.