આઇફોન 17 ક્રેઝ: સ્ટોરમાં લાંબી લાઈનો અને મારામારી
iPhone 17 ખરીદવા ભારતમાં હાહાકાર, મુંબઈના BKC એપલ સ્ટોરમાં મારામારીના દ્રશ્યો
આઇફોન 17 ક્રેઝ
આઇફોન 17 ક્રેઝ
એપલનો નવો iPhone 17 ભારતમાં આજે વેચાણ માટે ઉપલબ્ધ થતાની સાથે જ દેશભરના એપલ સ્ટોર્સ પર લોકોની ભારે ભીડ જોવા મળી. આઇફોન ખરીદવાનો ઉત્સાહ એટલો વધારે હતો કે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત એપલ સ્ટોરમાં મારામારી પણ થઈ.
મુંબઈના એપલ સ્ટોર પર, સવારે 8 વાગ્યે સ્ટોર ખુલતા પહેલા જ લોકોની લાંબી લાઈનો લાગી હતી. આઇફોન 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને નવા એપલ વોચ જેવા ડિવાઈસ ખરીદવા માટે લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા.
જોકે, ઉત્સાહ હિંસામાં ત્યારે ફેરવાઈ ગયો જ્યારે કેટલાક લોકોએ લાઈન તોડવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં લોકો એકબીજા સાથે મારામારી કરતા જોવા મળે છે. સુરક્ષાકર્મીઓએ પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
View this post on Instagram
નવી દિલ્હીના સાકેત વિસ્તારમાં આવેલા એપલ સ્ટોર પર પણ સમાન દ્રશ્યો જોવા મળ્યા. કેટલાક લોકો તો રાતભર સ્ટોરની બહાર જ રાહ જોતા હતા, અને આઇફોન મેળવવા માટે પંજાબ જેવા દૂરના સ્થળોથી પણ આવ્યા હતા. કેટલાક ગ્રાહકોએ તો ઓફિસમાંથી રજા પણ લીધી હતી.
નવી આઇફોન 17 સિરીઝની કિંમત ₹82,900થી શરૂ થાય છે, જ્યારે iPhone 17 Pro Maxની કિંમત ₹1,49,900 સુધી છે. આટલી ઊંચી કિંમત હોવા છતાં, ભારતીયોમાં આઇફોનનો ક્રેઝ જોતાં લાગે છે કે એપલ માટે આ સિરીઝ પણ એક મોટી સફળતા સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PC Slow કે Hang થાય છે? Windows Defenderથી Virus અને Malware કેવી રીતે શોધવા, Full Scan અને Offline Scan ક્યારે કરવું અને PCને સુરક્ષિત રાખવાની રીત જાણો.

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.

WhatsApp Storage Fullથી પરેશાન છો? WhatsAppના Manage Storage ટૂલથી મોટી અને બિનજરૂરી ફાઇલો ડિલીટ કરી મિનિટોમાં ફોનની જગ્યા ખાલી કરો.