પ્રદૂષણથી બચવા હવે નહીં કરવો પડે મોટો ખર્ચ! ₹10 હજારથી ઓછાના 5 એર પ્યુરિફાયરની યાદી
વધતા વાયુ પ્રદૂષણ વચ્ચે ઘરની હવા શુદ્ધ રાખવા માટે ₹10,000થી ઓછી કિંમતના 5 બેસ્ટ એર પ્યુરિફાયર, જાણો ફીચર્સ અને કિંમત.

₹10,000થી ઓછી કિંમતના 5 બેસ્ટ એર પ્યુરિફાયર.

₹10,000થી ઓછી કિંમતના 5 બેસ્ટ એર પ્યુરિફાયર.
Air Purifier Under 10K: દેશના અનેક શહેરોમાં વધતા વાયુ પ્રદૂષણ અને ખરાબ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) વચ્ચે ઘરની અંદરની હવા પણ સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બની રહી છે. ખાસ કરીને દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતનાં શહેરોમાં PM2.5 અને PM10 જેવા હાનિકારક પ્રદૂષક કણોનું પ્રમાણ વધતાં બાળકો, વૃદ્ધો અને શ્વસન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકો માટે મુશ્કેલી વધી શકે છે. આવી સ્થિતિમાં ઘર અને બેડરૂમની હવાની ગુણવત્તા સુધારવા માટે એર પ્યુરિફાયર ઉપયોગી વિકલ્પ બની શકે છે. બજારમાં હવે ₹10,000થી ઓછી કિંમતમાં પણ HEPA ફિલ્ટર, સ્માર્ટફોન કંટ્રોલ, રિયલ-ટાઇમ AQI ડિસ્પ્લે અને સ્લીપ મોડ જેવી સુવિધાઓ ધરાવતા એર પ્યુરિફાયર ઉપલબ્ધ છે. જો તમે પણ ઓછા બજેટમાં તમારા ઘરની હવાની ગુણવત્તા સુધારવા માટે એર પ્યુરિફાયર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં જાણો પાંચ એવા વિકલ્પો વિશે, જેની કિંમત ₹4,299થી ₹9,499ની વચ્ચે છે.
1. Mijia Air Purifier 4: નાના બેડરૂમ માટે કોમ્પેક્ટ વિકલ્પ
એ Xiaomi હેઠળની લોકપ્રિય બ્રાન્ડ છે, જેણે ભારતીય બજારમાં પણ એર પ્યુરિફાયરની રેન્જ રજૂ કરી છે. કંપનીનું Mijia Air Purifier 4 મોડલ ઓછા બજેટમાં સ્માર્ટ ફીચર્સ શોધતા ગ્રાહકો માટે વિકલ્પ બની શકે છે. તેની ઓનલાઇન કિંમત આશરે ₹6,990 છે. પનીના દાવા પ્રમાણે, આ એર પ્યુરિફાયર 400 ચોરસ ફૂટ સુધીના વિસ્તાર માટે યોગ્ય છે. તેમાં 3-સ્ટેજ હાઇ-એફિશિયન્સી ફિલ્ટરેશન સિસ્ટમ આપવામાં આવી છે, જે હવામાં રહેલી ધૂળ અને અન્ય પ્રદૂષક કણોને ફિલ્ટર કરવામાં મદદ કરે છે. કંપનીનો દાવો છે કે તે માત્ર 6 મિનિટમાં 100 ચોરસ ફૂટના વિસ્તારની હવાને શુદ્ધ કરી શકે છે. આ ડિવાઇસને સ્માર્ટફોન એપ દ્વારા પણ કંટ્રોલ કરી શકાય છે. સાથે જ કંપની તરફથી એક વર્ષની વોરંટી મળે છે. કોમ્પેક્ટ ડિઝાઇન અને સ્માર્ટ કંટ્રોલને કારણે તે બેડરૂમ માટે વિચારવા જેવો વિકલ્પ છે.
2. Pigeon Air Purifier: ₹4,299માં HEPA H13 ફિલ્ટર
જો તમારું બજેટ ઓછું છે અને તમે બેડરૂમ માટે એર પ્યુરિફાયર શોધી રહ્યા છો, તો Pigeon Air Purifier એક વિકલ્પ બની શકે છે. તેની ઓનલાઇન કિંમત આશરે ₹4,299 છે. આ એર પ્યુરિફાયરમાં HEPA H13 ફિલ્ટરેશન ટેક્નોલોજી આપવામાં આવી છે. કંપનીના દાવા પ્રમાણે, તે 99.99 ટકા સુધી PM2.5 કણોને દૂર કરી શકે છે. PM2.5 હવામાં રહેલા અત્યંત સૂક્ષ્મ પ્રદૂષક કણો છે, જે શ્વાસ મારફતે ફેફસાંના ઊંડા ભાગ સુધી પહોંચી શકે છે. આ ડિવાઇસ 235 ચોરસ ફૂટ સુધીના વિસ્તાર માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં રિયલ-ટાઇમ AQI ડિસ્પ્લે મળે છે, જેના દ્વારા રૂમની હવાની ગુણવત્તા વિશે માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત, તેની એનર્જી-એફિશિયન્ટ ડિઝાઇન વીજળીનો વપરાશ નિયંત્રિત રાખવામાં મદદ કરી શકે છે.
3. ₹9,499નું એર પ્યુરિફાયર: 700 ચોરસ ફૂટ સુધીની કવરેજ
મોટા રૂમ અથવા વધુ વિસ્તાર માટે એર પ્યુરિફાયર શોધી રહ્યા હોવ તો આશરે ₹9,499ની કિંમત ધરાવતો આ વિકલ્પ ધ્યાનમાં લઈ શકાય છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ ડિવાઇસ 700 ચોરસ ફૂટ સુધીના વિસ્તારને આવરી શકે છે. તેમાં 2-સ્ટેજ HEPA NanoProtect ફિલ્ટરેશન સિસ્ટમ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજી હવામાં રહેલા 0.003 માઇક્રોન જેટલા સૂક્ષ્મ કણોમાંથી 99.97 ટકા સુધીના કણોને પકડી શકે છે. આ એર પ્યુરિફાયરમાં Sleep Mode આપવામાં આવ્યો છે, જે ઓછા અવાજ સાથે કામ કરે છે. ખાસ કરીને રાત્રે સૂતી વખતે તેનો ઉપયોગ સરળ બની શકે છે. આ ઉપરાંત, જરૂરિયાત પ્રમાણે ફેન સ્પીડ પણ બદલી શકાય છે. એનર્જી-એફિશિયન્ટ કામગીરીને કારણે તે લાંબા સમય સુધી ઉપયોગ માટે પણ ધ્યાનમાં લેવા જેવો વિકલ્પ છે.
4. ₹7,490નું એર પ્યુરિફાયર: 5-સ્ટેજ ફિલ્ટરેશન સાથે સ્માર્ટ કંટ્રોલ
ધૂળ, પરાગરજ, પાલતુ પ્રાણીઓના વાળ અને રસોઈની ગંધ જેવી સમસ્યાઓથી પરેશાન લોકો માટે આશરે ₹7,490ની કિંમત ધરાવતું આ એર પ્યુરિફાયર ઉપયોગી વિકલ્પ બની શકે છે. તેમાં 5-સ્ટેજ ફિલ્ટરેશન સિસ્ટમ આપવામાં આવી છે, જે PM0.01, PM2.5 અને PM10 જેવા હવામાં રહેલા સૂક્ષ્મ કણોને ફિલ્ટર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તે લગભગ 200 ચોરસ ફૂટના વિસ્તાર માટે યોગ્ય છે. આ ડિવાઇસમાં હવા શુદ્ધ કરવા માટે ચાર અલગ-અલગ મોડ્સ મળે છે. તેમાં સ્માર્ટફોન એપ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે, જેના દ્વારા તમે મોબાઇલથી જ એર પ્યુરિફાયરને કંટ્રોલ કરી શકો છો. કંપનીના દાવા પ્રમાણે, તેના ફિલ્ટર્સ 9,000 કલાક સુધીના ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. જોકે, વાસ્તવિક ફિલ્ટર લાઇફ હવાના પ્રદૂષણ અને ઉપયોગ પર આધારિત હોઈ શકે છે. લાંબા સમય સુધી અસરકારક કામગીરી માટે સમયાંતરે ફિલ્ટર બદલવું જરૂરી છે.
5. ₹9,000ની આસપાસનું એર પ્યુરિફાયર: 4-સ્ટેજ ફિલ્ટરેશન સિસ્ટમ
આશરે ₹9,000ની કિંમત ધરાવતું પાંચમું એર પ્યુરિફાયર પણ બજેટમાં સારો વિકલ્પ બની શકે છે. તેમાં 4-સ્ટેજ ફિલ્ટરેશન સિસ્ટમ આપવામાં આવી છે, જે ધૂળ, ધુમાડો અને PM2.5 તથા PM10 જેવા પ્રદૂષક કણોને ફિલ્ટર કરવા માટે બનાવવામાં આવી છે. કંપનીના દાવા પ્રમાણે, આ એર પ્યુરિફાયર 388 ચોરસ ફૂટ સુધીના વિસ્તારની હવાને શુદ્ધ કરી શકે છે. તે 99.99 ટકા સુધીના માઇક્રો-એલર્જનને દૂર કરવાનો દાવો પણ કરે છે. આ ઉપરાંત, કંપની વાયરસ અને બેક્ટેરિયા સામે પણ તેની ફિલ્ટરેશન ક્ષમતાનો દાવો કરે છે. જોકે, આવા દાવાઓની અસરકારકતા ફિલ્ટરની ટેક્નોલોજી, પરીક્ષણની પરિસ્થિતિ અને ઉપયોગ પર આધારિત હોય છે. તેથી ખરીદી પહેલાં તેના સર્ટિફિકેશન અને ફિલ્ટરની વિગતો તપાસવી જરૂરી છે.
એર પ્યુરિફાયર ખરીદતાં પહેલાં આ 5 બાબતો ખાસ તપાસો
એર પ્યુરિફાયર ખરીદતી વખતે માત્ર તેની કિંમત કે બ્રાન્ડ પર ધ્યાન આપવું પૂરતું નથી. યોગ્ય ડિવાઇસ પસંદ કરવા માટે નીચેની બાબતો તપાસવી જરૂરી છે.
HEPA ફિલ્ટર: PM2.5 અને અન્ય સૂક્ષ્મ પ્રદૂષક કણોને ફિલ્ટર કરવાની ક્ષમતા તપાસો.
રૂમની સાઇઝ: તમારા રૂમના વિસ્તાર પ્રમાણે એર પ્યુરિફાયરની કવરેજ પસંદ કરો.
CADR રેટિંગ: Clean Air Delivery Rate જેટલું યોગ્ય હશે, તેટલી ઝડપથી ડિવાઇસ સ્વચ્છ હવા પહોંચાડી શકે છે.
ફિલ્ટર બદલવાનો ખર્ચ: એર પ્યુરિફાયરની ખરીદી કિંમત ઉપરાંત રિપ્લેસમેન્ટ ફિલ્ટરની કિંમત પણ તપાસો.
અવાજ અને વીજળીનો વપરાશ: ખાસ કરીને બેડરૂમ માટે સ્લીપ મોડ, નોઇઝ લેવલ અને વીજળીનો વપરાશ ધ્યાનમાં લો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ડબલિનથી હેલસિંકી સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ, તો એમ્સ્ટરડેમમાં માઇક્રોસોફ્ટના બાંધકામ સ્થળે પણ હંગામો!

Anthropicના Claudeમાં આવ્યું નવું Personal Finance ફીચર, જે તમારા બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ સાથે કનેક્ટ થઈને ખર્ચનું વિશ્લેષણ કરી શકશે.

ભારતીય બેંકો અને ફિનટેક કંપનીઓ પર AI સાયબર હુમલાનો ખતરો વધ્યો છે. CERT-Inએ Crafty Falcon હેકિંગ જૂથ અને ARTEX સહિતનાં ચાર ટૂલ્સ અંગે ચેતવણી આપી છે. જાણો બેંકિંગ સિસ્ટમ અને ગ્રાહકોના ડેટા પર કેવી રીતે જોખમ ઊભું થઈ શકે છે.