એપલની ‘હોશિયારી’ ભારે પડી!
AI ના ખોટા પ્રચાર બદલ કંપનીએ ચૂકવવું પડશે ₹2,000 કરોડનું વળતર

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Apple Siri AI Lawsuit: વિશ્વની સૌથી મૂલ્યવાન ટેક કંપનીઓમાંની એક એવી એપલ (Apple) કંપની હાલમાં તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ અને સિરી (Siri) ના પ્રમોશનને લઈને ગંભીર કાનૂની મુશ્કેલીમાં ફસાઈ છે. અમેરિકામાં ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા ક્લાસ એક્શન મુકદ્દમા બાદ, કંપની હવે અંદાજે $250 મિલિયન (આશરે ₹2,000 કરોડ) ચૂકવીને આ કેસનું સમાધાન કરવા સંમત થઈ છે. આ વિવાદ મુખ્યત્વે એવી સુવિધાઓના માર્કેટિંગને લઈને છે જે લોન્ચ સમયે ઉપલબ્ધ પણ ન હતી.
શું હતો સમગ્ર વિવાદ?
આ વિવાદના મૂળ 2024માં રહેલા છે, જ્યારે એપલે તેની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સમાં 'એપલ ઇન્ટેલિજન્સ' (Apple Intelligence) નામના પ્લેટફોર્મની જાહેરાત કરી હતી. કંપનીએ દાવો કર્યો હતો કે નવી સિરી પહેલા કરતાં અનેકગણી સ્માર્ટ હશે અને તે જૂના ઇમેઇલ્સ શોધવા, સંદેશાઓનો સારાંશ આપવા અને યુઝરની સ્ક્રીન પર શું છે તે સમજીને જવાબ આપવા જેવા વ્યક્તિગત કાર્યો કરવા સક્ષમ હશે. આ પ્રમોશનથી પ્રભાવિત થઈને લાખો ગ્રાહકોએ iPhone 15 Pro, Pro Max અને iPhone 16 શ્રેણીના મોંઘા ફોન ખરીદ્યા હતા. જોકે, ફોન હાથમાં આવ્યા બાદ ગ્રાહકોએ જોયું કે જાહેરાત કરાયેલા મોટાભાગના AI ફીચર્સ ગાયબ હતા. આ બાબતને ગેરમાર્ગે દોરતું માર્કેટિંગ ગણાવીને યુએસમાં ગ્રાહકોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
સમાધાનની શરતો અને વળતર
એપલે ભલે કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો હોય, પરંતુ લાંબી કાનૂની લડત ટાળવા માટે તેઓ $250 મિલિયન ચૂકવીને મામલો થાળે પાડવા તૈયાર થયા છે. અહેવાલો અનુસાર, આ સમાધાનનો લાભ અમેરિકામાં અંદાજે 37 મિલિયન ઉપકરણોના યુઝર્સને મળી શકે છે. જો કોર્ટ આ પતાવટને અંતિમ મંજૂરી આપે છે, તો પાત્ર યુઝર્સ પ્રતિ ઉપકરણ $25 થી $95 (અંદાજે ₹2,000 થી ₹8,000) મેળવી શકે છે.
ટેક જગત માટે ચેતવણી સમાન કિસ્સો
એપલ હંમેશા તેની ગોપનીયતા (Privacy) અને ગ્રાહકોના વિશ્વાસ માટે જાણીતી રહી છે. પરંતુ આ કેસથી કંપનીની છબીને મોટો ધક્કો પહોંચ્યો છે. ટેક નિષ્ણાતો માને છે કે આ ચુકાદો અન્ય કંપનીઓ માટે પણ લાલબત્તી સમાન છે. ભવિષ્યમાં જો કોઈ કંપની તેની AI પ્રોડક્ટ્સને બજારમાં લાવતા પહેલા તેને વધારી-ચઢાવીને રજૂ કરશે, તો તેમને પણ આવા જ કાનૂની પરિણામો ભોગવવા પડી શકે છે. વર્ષોથી ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ સામે AI રેસમાં પાછળ રહેલી એપલ માટે આ એક મોટો પડકાર છે. હાલમાં કંપની તેના આગામી સોફ્ટવેર અપડેટ્સ દ્વારા સિરીની નવી સુવિધાઓ લોન્ચ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હવે આખી દુનિયાની નજર એપલની આગામી ડેવલપર ઇવેન્ટ પર છે, જ્યાં કંપનીએ સાબિત કરવું પડશે કે તે માત્ર વચનો આપવામાં જ નહીં, પણ તેને પૂર્ણ કરવામાં પણ માહિર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

iOS 26નું iPhone Name Recognition ફીચર તમારું નામ બોલાય ત્યારે Alert કરી શકે છે. જાણો આ Setting કેવી રીતે ON કરવી.

PC Slow કે Hang થાય છે? Windows Defenderથી Virus અને Malware કેવી રીતે શોધવા, Full Scan અને Offline Scan ક્યારે કરવું અને PCને સુરક્ષિત રાખવાની રીત જાણો.

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.