ભારતમાં AI લહેર: 10 કરોડ લોકો વાપરે છે ChatGPT
OpenAI નો ખુલાસો: ભારતમાં દર અઠવાડિયે કેટલા લોકો વાપરે છે ChatGPTના આંકડા સામે આવ્યા.

10 કરોડ લોકો વાપરે છે ChatGPT

10 કરોડ લોકો વાપરે છે ChatGPT
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં ભારત હવે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું હોય તેવા આંકડા સામે આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ AI સ્ટાર્ટઅપ OpenAI દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ ડેટા મુજબ, ભારતમાં ChatGPTના સાપ્તાહિક એક્ટિવ યુઝર્સની સંખ્યા 10 કરોડ (100 મિલિયન)ને પાર કરી ગઈ છે. અમેરિકા બહાર ભારત હવે OpenAI માટે વિશ્વનું સૌથી મોટું અને મહત્વનું માર્કેટ બની ગયું છે.
યુવા પેઢીમાં GPTનો જબરો ક્રેઝ
OpenAIના અહેવાલ મુજબ, ભારતમાં ChatGPT પર મોકલવામાં આવતા કુલ મેસેજમાંથી 50% મેસેજ 18થી 24 વર્ષની વયના યુવાનો દ્વારા મોકલવામાં આવે છે.
વૈશ્વિક સ્તરે આ વયજૂથનો હિસ્સો 33% છે, જેની સરખામણીએ ભારતીય યુવાનો AI ટેકનોલોજી અપનાવવામાં ખૂબ આગળ છે. જો 18 થી 34 વર્ષના યુઝર્સની વાત કરીએ તો, ભારતના કુલ કન્ઝ્યુમર મેસેજમાં તેમનો હિસ્સો 80% જેટલો મોટો છે.
માત્ર મનોરંજન નહીં, કામ માટે પણ પહેલી પસંદ
ભારતીયો હવે ChatGPT નો ઉપયોગ માત્ર ઉત્સુકતા કે મનોરંજન માટે નથી કરી રહ્યા, પરંતુ તેને એક મજબૂત પ્રોડક્ટિવિટી ટૂલ તરીકે અપનાવી રહ્યા છે.
ઓફિસ વર્ક: ડેટા મુજબ, 35% ભારતીયો ઓફિસના કામકાજ, એડિટિંગ અને ટેકનિકલ આસિસ્ટન્સ માટે ChatGPTનો ઉપયોગ કરે છે, જે વૈશ્વિક સરેરાશ (30%) કરતા વધુ છે.
કોડિંગમાં માહિર: કોડિંગ આસિસ્ટન્ટ 'Codex' ના ઉપયોગમાં પણ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા બે અઠવાડિયામાં જ તેના યુઝર્સમાં 4 ગણો વધારો નોંધાયો છે.
કોડિંગ સંબંધિત પ્રશ્નો પૂછવામાં અને ડેટા એનાલિસિસ ટૂલનો ઉપયોગ કરવામાં ભારતીય 'પ્લસ' અને 'પ્રો' યુઝર્સ વિશ્વની સરખામણીએ 4 ગણા આગળ છે.
કોડિંગ સંબંધિત કાર્યોમાં તેલંગાણા પ્રથમ ક્રમે છે, ત્યારબાદ કર્ણાટક અને તમિલનાડુ નો નંબર આવે છે.
OpenAI ના ચીફ ઇકોનોમિસ્ટ રોની ચેટર્જીએ જણાવ્યું હતું કે, "ભારતમાં AI એડોપ્શનની ગતિ અમારી માપવાની ક્ષમતા કરતા પણ વધુ ઝડપી છે. અમારો ઉદ્દેશ્ય ભારતમાં AI અંગેની ચર્ચા માત્ર હાઈપ (દેખાડા) પર નહીં પણ વાસ્તવિક તથ્યો પર આધારિત રાખવાનો છે."
ભારતીય યુવાનો શિક્ષણ, કારકિર્દી અને ટેકનિકલ મદદ મેળવવા માટે ChatGPT ને પોતાનો નવો સાથી બનાવી રહ્યા છે, જે આગામી સમયમાં ભારતના ડિજિટલ અર્થતંત્રમાં મોટી ભૂમિકા ભજવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PC Slow કે Hang થાય છે? Windows Defenderથી Virus અને Malware કેવી રીતે શોધવા, Full Scan અને Offline Scan ક્યારે કરવું અને PCને સુરક્ષિત રાખવાની રીત જાણો.

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.

WhatsApp Storage Fullથી પરેશાન છો? WhatsAppના Manage Storage ટૂલથી મોટી અને બિનજરૂરી ફાઇલો ડિલીટ કરી મિનિટોમાં ફોનની જગ્યા ખાલી કરો.