AI બબલ ફૂટ્યો? અબજો ખર્ચવા છતાં નથી મળી રહ્યો નફો?
કંપનીઓમાં વધતા બજેટથી મચ્યો ખળભળાટ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
AI Bubble Bursts: વૈશ્વિક ટેક કંપનીઓ અને નિષ્ણાતો દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને એક એવા શક્તિશાળી મશીન તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જે ઓછા ખર્ચે કંપનીઓનો નફો બમણો કરી શકે. જોકે, વર્ષ 2026ના વર્તમાન આંકડા અને વૈશ્વિક બજારનું ચિત્ર હવે તદ્દન અલગ વાર્તા કહી રહ્યું છે. ટેક જગતમાં હવે એ સવાલ ઊભો થયો છે કે શું AIનો પરપોટો (Bubble) ફૂટી રહ્યો છે? ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ઉબેર જેવી અગ્રણી કંપનીઓએ હવે AI પાછળ થતા અઢળક ખર્ચ અને તેની સામે મળતા નહિવત નફા અંગે ખુલ્લેઆમ ચિંતા વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે. માઇક્રોસોફ્ટ કંપની આગામી નાણાકીય વર્ષના જુલાઈ મહિનાથી પોતાના ઓપરેશનલ ખર્ચને કાબૂમાં લેવા માટે ક્લાઉડ કોડ લાઇસન્સ દૂર કરવા જઈ રહી છે. બીજી તરફ, જાણીતી કેબ એગ્રીગેટર કંપની ઉબેર (Uber) પણ AI પાછળ થતા કરોડોના આંધણથી ચિંતિત છે.
ઉબેરના અધિકારીનો ચોંકાવનારો ખુલાસો: બજેટ સમય વહેલા પૂરું!
એક તાજેતરના ઇન્ટરવ્યુમાં ઉબેરના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) એન્ડ્રુ મેકડોનાલ્ડે ભારે આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, કંપની મોટા પાયે થઈ રહેલા AI ખર્ચ અને તેનાથી મળતા વાસ્તવિક બિઝનેસ પરિણામો વચ્ચે કોઈ સીધો સંબંધ જોઈ શકતી નથી. મેકડોનાલ્ડે એપ્રિલ મહિનામાં કંપનીના સીટીઓ (CTO) પ્રવીણ નેપ્પલી નાગા દ્વારા અપાયેલા ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઉબેરનું વર્ષ 2026 માટેનું નિર્ધારિત ક્લાઉડ કોડ બજેટ સમય કરતાં ઘણું વહેલું ખર્ચાઈ ચૂક્યું છે. આ ઘટના કંપનીના મેનેજમેન્ટ માટે એક મોટો આંચકો અથવા "ધ્રુજાવનારી ક્ષણ" સમાન સાબિત થઈ છે, જેના કારણે હવે કર્મચારીઓની સંખ્યા અને સંસાધનો પર પુનર્વિચાર કરવાની નોબત આવી છે.
શું ખરેખર ગ્રાહકોને ફાયદો થઈ રહ્યો છે?
કંપનીઓ માટે સૌથી મોટી ચિંતા માત્ર અતિશય મોંઘા બિલની નથી, પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે શું AI ના વ્યાપક ઉપયોગથી ખરેખર ગ્રાહકોને કોઈ મોટું મૂલ્ય (User Value) મળી રહ્યું છે? ઉબેરના મેનેજમેન્ટ અનુસાર, એપ્લિકેશનમાં AI નો ઉપયોગ સતત વધી રહ્યો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ગ્રાહકો માટે ઉપયોગી સુવિધાઓ પણ તે જ પ્રમાણમાં વધી રહી હોય. સરળ શબ્દોમાં કહીએ તો, ઉબેર હાલમાં કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે, પરંતુ આ રોકાણ ગ્રાહકોના અનુભવ કે સુવિધાઓમાં કેવી રીતે સુધારો કરે છે તે દર્શાવવામાં કંપની અસમર્થ છે. આ જ કારણે હવે બોર્ડ સમક્ષ આટલા મોટા ખર્ચને વાજબી ઠેરવવો મુશ્કેલ બન્યો છે.
ગ્રાહકો માટે મફત, પણ કંપનીઓ માટે આર્થિક બોજ
એન્ડ્રુ મેકડોનાલ્ડે ટેક ઉદ્યોગની કડવી વાસ્તવિકતા સ્વીકારતા જણાવ્યું કે, સામાન્ય યુઝર્સને AI ટૂલ્સ ખૂબ સસ્તા, આકર્ષક અથવા તો લગભગ મફત લાગે છે. પરંતુ પડદા પાછળની કહાની બિલકુલ જૂદી છે. ગ્રાહકોને આ સુવિધા આપવા માટે કંપનીઓએ ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાઉડ કમ્પ્યુટિંગ પાછળ અબજો ડોલરના બિલ ચૂકવવા પડી રહ્યા છે. પરિણામે, ટૂંકા ગાળામાં મોટો નફો મેળવવાની લ્હાયમાં શરૂ થયેલી AI રેસ હવે કંપનીઓ માટે ગળાનું હાડકું બની રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

iOS 26નું iPhone Name Recognition ફીચર તમારું નામ બોલાય ત્યારે Alert કરી શકે છે. જાણો આ Setting કેવી રીતે ON કરવી.

PC Slow કે Hang થાય છે? Windows Defenderથી Virus અને Malware કેવી રીતે શોધવા, Full Scan અને Offline Scan ક્યારે કરવું અને PCને સુરક્ષિત રાખવાની રીત જાણો.

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.