વર્ષ 2026: શનિદેવનું મીન રાશિમાં ભ્રમણની થશે અસર
મેષ, કુંભ અને મીન રાશિના જાતકો પર સાડા સાતીનો પ્રભાવ; જાણો કઈ રાશિએ શું ઉપાય કરવા?

શનિના ગોચરની આ રાશિ પર થશે અસરો

શનિના ગોચરની આ રાશિ પર થશે અસરો
જ્યોતિષશાસ્ત્ર મુજબ, શનિદેવ આખું વર્ષ મીન રાશિમાં સ્થિત રહેશે. આ ગોચરને કારણે ખાસ કરીને ત્રણ રાશિઓ પર સાડા સાતીની વ્યાપક અસર જોવા મળશે. આ દરમિયાન કુંભમાં રાહુ અને સિંહમાં કેતુનું ભ્રમણ હોવાથી શનિનો પ્રભાવ વધુ તીવ્ર બની શકે છે.
આ રાશિના જાતકો પર સાડા સાતીનો પ્રભાવ:
મેષ રાશિ (પ્રથમ તબક્કો): મેષ રાશિના જાતકો માટે સાડા સાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે. આ સમય કરિયર અને વ્યવસાયમાં નવા પડકારો લાવી શકે છે. નજીકની વ્યક્તિઓ સાથે ગેરસમજ ટાળવી અને માનસિક શાંતિ માટે 'ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરવો.
કુંભ રાશિ (અંતિમ તબક્કો): કુંભ રાશિ માટે સાડા સાતીનો ઉતરતો તબક્કો રહેશે. લાંબા સમયની શારીરિક-માનસિક પીડામાં રાહત મળશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે. જોકે, રાહુના પ્રભાવને કારણે પારિવારિક ખટરાગથી બચવા દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
મીન રાશિ (મધ્ય તબક્કો): મીન રાશિમાં જ શનિ હોવાથી જવાબદારીઓનો બોજ વધશે. આવક વધવા છતાં અણધાર્યા ખર્ચ આર્થિક બજેટ ખોરવી શકે છે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી અને સૂર્યદેવને જળ અર્પણ કરી ગરીબોની સેવા કરવી.
ઢૈય્યા અને ભવિષ્યના સંકેતો: વર્ષ 2026માં સિંહ અને ધન રાશિના જાતકો પર શનિની ઢૈય્યાનો પ્રભાવ રહેશે, જે આર્થિક ઉતાર-ચઢાવ લાવી શકે છે. નોંધનીય છે કે, વર્ષ 2027માં જ્યારે શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે વૃષભ રાશિની સાડા સાતી પણ શરૂ થશે. આમ, 2026નું વર્ષ ભવિષ્યના ગ્રહ પરિવર્તનો માટે અત્યારથી જ સાવધ અને સજ્જ થવાનું વર્ષ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.