વૃષભ સંક્રાંતિ અને ગુરુનો પ્રવેશ, તમામ રાશિઓ પર કેવી અસર પડશે?
વિક્રમ સંવત 2081- શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ।

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
। શ્રી ગણેશ ઉપાસક।
। શ્રીમદ્ ભાગવત કથાકાર।
। શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા।
M.phil B.ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱9924233030📱 -
કાર્યક્ષેત્ર રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ।
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવ, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારું વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, બેનિફિટ ન્યૂઝ ચેનલ જોતા રહો ।
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081- શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ।
તારીખ 14/5/2025 બુધવાર।
વૈશાખ માસ, કૃષ્ણ, વદ પક્ષ।
બીજ તિથિ છે।
અનુરાધા 11-47 સવારે સુધી છે।
શિવ યોગ છે।
આજે જન્મેલા બાળકની વૃશ્ચિક રાશિ (ન.ય.) આવશે ।
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે વૃષભ સંક્રાંતિ છે/ગુરુ ગ્રહનો મિથુન રાશિમાં પ્રવેશ થશે /અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 11-47 સુધી છે નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે।
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજે રાહુ કાળ 12-43 બપોરે થી 02-22 બપોરે સુધી અશુભ સમય છે।
આજે યમઘંટ કાળ 07-46 સવારે થી 09-25 સવારે સુધી અશુભ સમય છે।
આજે રાહુ કાળ વાસ નૈઋત્ય દિશામાં છે આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો નુકસાન થશે।
આજે ઉત્તર દિશામાં દિશાસૂળ છે યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ દુર્ઘટના, નુકસાન થઈ શકે છે।
આજે સૂર્યોદય સવારે 06-08 વાગ્યે છે, સૂર્યાસ્ત સાંજે 07-19 વાગ્યે થશે ।
આજે અભિજીત મુહૂર્ત 12-18 બપોરે થી 01-10 બપોરે સુધી શુભ સમય છે ।
આજે અમૃતકાળ 04-28 સવારે મે 15 થી 06-13 સવારે મે 15 સુધી શુભ સમય છે ।
વિજય મુહૂર્ત 02-54 બપોરે થી 03-46 બપોરે સુધી શુભ સમય છે ।
આજનો રાશિ ઉપાય
વૃશ્ચિક રાશિ (ન, ય,) ઉપાય
વૃશ્ચિક રાશિ (ન, ય,) વાળાને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી વિષ્ણુ પૂજા રામ પૂજા કરો ભગવાન વિષ્ણુની કૃપા પામવા માટે સવારે વહેલા સ્નાન વગેરે કરી પીળા રંગના વસ્ત્રો ધારણ કરો। ત્યારબાદ ઊગતા સૂર્યને જળ હળદર મિશ્રિત જળથી અર્ઘ્ય આપો। પછી ભગવાન વિષ્ણુની મૂર્તિને જળથી સ્નાન વગેરે કરી તેમને પણ પીળા રંગના વસ્ત્રો પહેરાવો। પૂજામાં પીળા રંગના પુષ્પ અને પીળા રંગની મીઠાઈ વગેરે અર્પણ કરો। હળદરનું તિલક કરો અને પછી તેને પ્રસાદ સ્વરૂપે પોતાના કપાળ પર લગાવો। માનવામાં આવે છે કે હળદરના આ પ્રસાદથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। ભગવાન વિષ્ણુના મંત્રોનો તુલસી અથવા ચંદનની માળાથી ૐ વિષ્ણવે મંત્રની 12 માળા કરો અશુભ ગ્રહ દશા શાંત થશે। વિષ્ણુ પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે।
વૃશ્ચિક રાશિ (ન, ય,) દાન ઉપાય
મંગળ ગ્રહ સંબંધી લાલ કપડું 1 મીટર, ઘઉં 250 ગ્રામ, સિંદૂર, ગોળ 250 ગ્રામ, નારિયેળ, પૂજાની સોપારી, લાલ ફૂલ, લાલ ફળ, ચઢામણી, તાંબાની વસ્તુઓ બ્રાહ્મણને દાન કરો કાર્ય સફળતા મળશે।
આજનો રાશિ બળ
મેષ રાશિ માટે આજનો દિવસ અશુભ છે
વૃષભ રાશિ આજનો દિવસ શુભ છે
મિથુન રાશિ આજનો દિવસ શુભ છે
કર્ક રાશિ આજનો દિવસ અશુભ છે
સિંહ રાશિ આજનો દિવસ અશુભ છે
કન્યા રાશિ આજનો દિવસ શુભ છે
તુલા રાશિ આજનો દિવસ અશુભ છે
વૃશ્ચિક રાશિ આજનો દિવસ શુભ છે
ધનુ રાશિ આજનો દિવસ અશુભ છે
મકર રાશિ આજનો દિવસ શુભ છે
કુંભ રાશિ આજનો દિવસ શુભ છે
મીન રાશિ આજનો દિવસ અશુભ છે
। શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.