અપરા એકાદશી, સિદ્ધિ યોગ, અને કઈ રાશિ માટે દિવસ શુભ? જાણો 23 મેનું પંચાંગ
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત

આજે શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજે શુભ અને અશુભ સમય માર્ગદર્શન
।। શ્રી ગણેશ ઉપાસક ।।
।। શ્રીમદ્ ભાગવત કથાકાર ।।
શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા
M.Phil B.Ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱9924233030📱
કાર્યક્ષેત્ર: રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારું વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, benifit news channel જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત: 2081
શાલિવાહન શક: 1946
નામ સંવત્સર: અનલ
ઉત્તરાયણ: ગ્રીષ્મ ઋતુ
તારીખ: 23/5/2025, શુક્રવાર
વૈશાખ માસ: કૃષ્ણ, વદ પક્ષ
તિથિ: એકાદશી
નક્ષત્ર: ઉત્તરા ભાદ્રપદ (સાંજે 04:02 સુધી)
યોગ: પ્રીતિ
આજે જન્મેલા બાળક: મીન રાશિ (દ, ચ, ઝ, થ) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે પંચક છે. અપરા એકાદશી છે, જેથી વ્રત-ઉપવાસ કરવા જોઈએ. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ છે, જે નવા કાર્યો શરૂ કરવા માટે ઉત્તમ દિવસ બનાવે છે.
આજે શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજનું રાહુ કાળ: સવારે 11:04 થી બપોરે 12:44 સુધી (અશુભ સમય).
આજનો યમઘંટ કાળ: સાંજે 04:03 થી સાંજે 05:43 સુધી (અશુભ સમય).
આજે રાહુ કાળ વાસ: અગ્નિ કોણ દિશામાં છે, આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થશે.
આજે પશ્ચિમ દિશામાં દિશાશૂળ: યાત્રા-પ્રવાસ કરવા માટે અશુભ છે, દુર્ઘટના કે નુકસાન થઈ શકે છે.
આજનો સૂર્યોદય: સવારે 06:05 વાગ્યે.
આજનો સૂર્યાસ્ત: સાંજે 07:23 વાગ્યે.
આજનો અભિજીત મુહૂર્ત: બપોરે 12:17 થી બપોરે 01:10 સુધી (શુભ સમય).
આજનો અમૃતકાળ: સાંજે 04:02 થી 24 મે સવારે 06:04 સુધી.
આજનો વિજય મુહૂર્ત: બપોરે 02:57 થી બપોરે 03:50 સુધી (શુભ સમય).
આજનો રાશિ ઉપાય
મીન રાશિ (દ, ચ, ઝ, થ) નો ઉપાય
મીન રાશિના જાતકોને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી શંકરજીની પૂજા કરવી જોઈએ. ગંગાજળ, દૂધ અને મધથી અભિષેક કરો. શુદ્ધ જળથી સ્નાન કરાવો. ચંદન, અક્ષત, ગુલાબ, પુષ્પ, બિલીપત્ર, ધૂપ, દીપ, ફૂલોની માળા અર્પણ કરો. દૂધની મીઠાઈ, કાજુ, બદામ, કિસમિસ અને ફળનો ભોગ ધરાવો. 'ૐ નમઃ શિવાય' મંત્રની 12 માળા કરવાથી અશુભ ગ્રહ દશા શાંત થશે. શ્રી શંકરજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
મીન રાશિ (દ, ચ, ઝ, થ) દાન ઉપાય
ગુરુ ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરો. ગુરુની વસ્તુઓ: પીળું કપડું (1 મીટર), ગોળ (250 ગ્રામ), ચણાની દાળ (250 ગ્રામ), નારિયેળ, પૂજાની સોપારી, મિશ્રી (100 ગ્રામ), ઘી (50 ગ્રામ), પીળા ફૂલ, પીળા ફળ, હળદર ગાંઠ (5 નંગ), ખારેક (100 ગ્રામ) બ્રાહ્મણને દાન કરવાથી કાર્યમાં સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ: આજે દિવસ અશુભ છે.
વૃષભ રાશિ: આજે દિવસ શુભ છે.
મિથુન રાશિ: આજે દિવસ શુભ છે.
કર્ક રાશિ: આજે દિવસ અશુભ છે.
સિંહ રાશિ: આજે દિવસ અશુભ છે.
કન્યા રાશિ: આજે દિવસ શુભ છે.
તુલા રાશિ: આજે દિવસ શુભ છે.
વૃશ્ચિક રાશિ: આજે દિવસ અશુભ છે.
ધનુ રાશિ: આજે દિવસ અશુભ છે.
મકર રાશિ: આજે દિવસ શુભ છે.
કુંભ રાશિ: આજે દિવસ અશુભ છે.
મીન રાશિ: આજે દિવસ શુભ છે.
।। શ્રી ગણેશજી તમારું કલ્યાણ કરો ।।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.