Sarangpur શ્રી કષ્ટભંજન દાદાને ધરાવાયો 500 કિલો કેરીનો અન્નકૂટ
દાદાને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા ફૂલોની ડિઝાઇનના વાઘા પહેરાવ્યા છે

શ્રીકષ્ટભંજન દેવને 500 કિલો કેરીનો અન્નકૂટ ધરાવાયો

શ્રીકષ્ટભંજન દેવને 500 કિલો કેરીનો અન્નકૂટ ધરાવાયો
સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે દાદાને 500 કિલો કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સ્વામી હરિપ્રકાશ દાસ અને કોઠારી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા ફૂલોની ડિઝાઇનના વાઘા પહેરાવ્યા છે આ સાથે જ દાદાને હિરાજડિત સુવર્ણ મુગટ પહેરાવવામાં આવ્યો છે.
દાદાને 1 કિલો સોનામાંથી બનાવેલી રજવાડી મુગટ અને કુંડળ પહેરાવવામાં આવ્યા છે. મુગટમાં બે પોપટની આકૃતિ બનાવાઇ છે જે હેન્ડ પેઇન્ટેડ મીણા કારીગરી જોવા મળી રહી છે. એટલું જ નહીં મુગટમાં ફૂલ, ઝાડ અને બે મોટાં કમળની ડિઝાઇન સુંદરતામાં વધારો કરે છે. 350 કેરેટ લેબ્રોન ડાયમંડમાંથી જડતર કરાયેલો આ મુગટ બનાવતા 18 કારીગરોને 3 જેટલાં મહિનાનો સમય લાગ્યો હતો.
શનિવાર સવારે 5:30 કલાકે મંગળા અને સવારે 7:00 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું.આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. પૂજારી સ્વામીના જણાવ્યા અનુસાર, આજે શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને અમદાવાદથી 500 કિલો કેરીનો અન્નકૂટ ધરાવાયો છે. આજે દાદાને વૃંદાવનમાં 15 દિવસની મહેનતે બનાવેલા પ્યોર સિલ્કના જરદોશીના વર્કવાળા ફૂલોની ડીઝાઇનના વાઘા પહેરાવ્યા છે. દાદાના સિંહાસને ફુલનો શણગાર કરાયો છે.જે વડોદરાથી મંગાવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.