શનિ જયંતિ અને ભૌમવતી અમાવસ્યાનો શુભ યોગ, જાણો રાશિનુસાર ઉપાય!
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન...

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
। શ્રી ગણેશ ઉપાસક।
। શ્રીમદ્ ભાગવત કથાકાર।
। શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા।
M.Phil B.Ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱9924233030📱
કાર્યક્ષેત્ર: રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારું વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, benifit newsh chennal (કદાચ "benefit news channel" હશે) જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત: 2081
શાલીવાહન શક: 1946
સંવત્સર: અનલ નામ સંવત્સર
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ
તારીખ: 27/05/2025, મંગળવાર.
વૈશાખ માસ: કૃષ્ણ, વદ પક્ષ.
તિથિ: અમાવસ્યા, સવારે 08:૩2 વાગ્યા સુધી.
નક્ષત્ર: રોહિણી.
યોગ: સુકર્મા યોગ.
આજે જન્મેલા બાળક: વૃષભ રાશિ (બ, વ, ઉ) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે શ્રી શનિ જયંતિ મહોત્સવ છે.
વૈશાખ, ભૌમવતી અમાવસ્યા છે.
રોહિણી વ્રત છે.
માતંગ નામક દેવપૂજા માટે શુભ યોગ છે.
શનિદેવ પૂજા, પિતૃપૂજા માટે ઉત્તમ દિવસ છે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજ રાહુકાળ: સાંજે 04:05 થી 05:45 વાગ્યા સુધી (અશુભ સમય).
આજનો યમઘંટ કાળ: સવારે 09:24 થી 11:04 વાગ્યા સુધી (અશુભ સમય).
આજે રાહુકાળ વાસ પશ્ચિમ દિશામાં છે: આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થશે.
આજે ઉત્તર દિશામાં દિશાશૂળ છે: યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ છે, દુર્ઘટના કે નુકસાન થઈ શકે છે.
આજ સૂર્યોદય: સવારે 06:04 વાગ્યે.
સૂર્યાસ્ત: સાંજે 07:24 વાગ્યે.
આજ અભિજીત: બપોરે 12:17 થી 01:10 વાગ્યા સુધી (શુભ સમય).
આજ અમૃતકાળ: બપોરે 12:00 થી 28 મે ના સવારે 01:25 વાગ્યા સુધી.
વિજય મુહૂર્ત: બપોરે 02:57 થી 0૩:50 વાગ્યા સુધી (શુભ સમય).
આજનો રાશિ ઉપાય
વૃષભ રાશિ (બ, વ, ઉ) માટે ઉપાય
વૃષભ રાશિ (બ, વ, ઉ) વાળા જાતકોએ અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે આજે શ્રી ગણેશજીની પૂજા કરવી જોઈએ. ગણેશજીને પંચામૃત, ગંગાજળથી અભિષેક કરો. કુમકુમ, ચંદન, પુષ્પ, દૂર્વા, બિલ્વપત્ર, ધૂપ, દીપ, લાડુનો ભોગ અર્પણ કરો. "ॐ ગં ગણપતયે નમઃ" મંત્રની 12 માળા કરો, અશુભ ગ્રહ દશા શાંત થશે.
વૃષભ રાશિ માટે દાનનો ઉપાય
વૃષભ રાશિના વ્યક્તિઓએ આજે શુક્ર ગ્રહ સંબંધી સફેદ કપડું 1 મીટર, ચોખા 250 ગ્રામ, ખાંડ 250 ગ્રામ, મિશ્રી 100 ગ્રામ, નારિયેળ, સોપારી, ચાંદીની કોઈ પણ વસ્તુ, સફેદ ફૂલ બ્રાહ્મણને દાન કરવાથી કાર્યમાં સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ: આજે દિવસ અશુભ છે.
વૃષભ રાશિ: આજનો દિવસ શુભ છે.
મિથુન રાશિ: આજે દિવસ અશુભ છે.
કર્ક રાશિ: આજનો દિવસ શુભ છે.
સિંહ રાશિ: આજનો દિવસ શુભ છે.
કન્યા રાશિ: આજે દિવસ અશુભ છે.
તુલા રાશિ: આજે દિવસ અશુભ છે.
વૃશ્ચિક રાશિ: આજનો દિવસ શુભ છે.
ધનુ રાશિ: આજનો દિવસ શુભ છે.
મકર રાશિ: આજે દિવસ અશુભ છે.
કુંભ રાશિ: આજે દિવસ અશુભ છે.
મીન રાશિ: આજનો દિવસ શુભ છે.
શ્રી ગણેશજી તમારું કલ્યાણ કરે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.