આજનું પંચાંગ : સોમ પ્રદોષે શિવકૃપા વરસાવશે, સિંહ રાશિના જાતકો માટે વિશેષ ઉપાયો!
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1947 - અનલ નામ સંવત્સર - દક્ષિણાયન વર્ષાઋતુ.

આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
॥ શ્રી ગણેશ ઉપાસક ॥
॥ શ્રીમદ ભાગવત કથાકાર ॥
શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા
M.phil B.ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
(વોટ્સએપ 9924233030)
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1947 - અનલ નામ સંવત્સર - દક્ષિણાયન વર્ષાઋતુ.
તારીખ: 23/6/2025 સોમવાર.
જેઠ માસ, કૃષ્ણ, વદપક્ષ.
ત્રયોદશી તિથિ છે.
કૃતિકા નક્ષત્ર છે.
ધૃતિ યોગ છે.
આજે જન્મેલા બાળક ની વૃષભ રાશિ (બ, વ, ઉ) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે ભદ્રા છે / સોમ પ્રદોષ અને માસિક શિવરાત્રી છે. શિવ પૂજા, અભિષેક, યજ્ઞ અને જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરે 03:16 થી શરૂ થશે, દેવ પૂજા, મંત્ર સિદ્ધ કરવા માટે ઉત્તમ સમય છે.
આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજ રાહુ કાળ 07:45 સવારે થી 09:27 સવારે સુધી અશુભ સમય છે.
આજનો યમઘંટ કાળ 11:08 સવારે થી 12:49 બપોરે સુધી અશુભ સમય છે.
આજ રાહુ કાળ વાયવ્ય કોણ દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થશે.
આજ પૂર્વ દિશામાં દિશાશૂળ છે. યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ છે, દુર્ઘટના, નુકસાન થઈ શકે છે.
આજ સૂર્યોદય સવારે 06:02 વાગ્યે છે, સૂર્યાસ્ત સાંજે 07:29 વાગ્યે થશે.
આજ અભિજીત મુહૂર્ત 12:20 બપોરે થી 01:14 બપોરે સુધી શુભ સમય છે.
આજ અમૃતકાલ 01:07 બપોરે થી 02:33 બપોરે સુધી છે.
વિજય મુહૂર્ત 03:00 બપોરે થી 03:54 બપોરે સુધી શુભ સમય છે.
આજ સિંહ રાશિ માટે ગ્રહ પૂજા ઉપાય
શ્રી દુર્ગા દેવી, કુળદેવી પૂજન કરો, સૂર્ય ગ્રહની પૂજા કરો.
લાલ કલરના વસ્ત્રો પહેરો.
ઘઉં અને ગોળનું દાન કરો, બ્રાહ્મણોને દાન કરો.
શ્રી દુર્ગા મંત્ર જાપ, દુર્ગા સપ્તશતી પાઠ કરો, સૂર્ય ગ્રહ મંત્ર જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થશે.
॥ શ્રી ગણેશજી તમારું કલ્યાણ કરે ॥
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.