પુષ્ય નક્ષત્રમાં નવા કાર્યનો આરંભ, કુંભ રાશિ માટે વિશેષ જ્યોતિષીય માર્ગદર્શન
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન...

આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
|| શ્રી ગણેશ ઉપાસક ||
|| શ્રીમદ ભાગવત કથાકાર ||
|| શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા ||
M.Phil., B.Ed., જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱 9924233030 📱
કાર્યક્ષેત્ર: રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારા વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, અને બેનિફિટ ન્યૂઝ ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત: 2081
શાલીવાહન શક: 1946
સંવત્સરનું નામ: અનલ
ઉત્તરાયણ
ગ્રીષ્મ ઋતુ
તારીખ: 31/05/2025, શનિવાર
માસ: જેઠ માસ
પક્ષ: શુક્લ, સુદ પક્ષ
તિથિ: પાંચમ
નક્ષત્ર: પુષ્ય
યોગ: વૃદ્ધિ
આજે જન્મેલા બાળક: કર્ક રાશિ (ડ, હ) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે વ્યાતિપાત મહાપાત બપોરે 11:55 થી સાંજે 05:40 સુધી છે. આ સમય અન્ન દાન અને વસ્ત્ર દાન માટે ઉત્તમ છે.
શુક્ર ગ્રહનું મેષ રાશિમાં પ્રવેશ થશે.
મિત્ર નામનો શુભ યોગ છે, જે નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ સૂચવે છે.
આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજનું રાહુ કાળ: સવારે 09:24 થી સવારે 11:04 સુધી (અશુભ સમય).
આજનો યમઘંટ કાળ: બપોરે 02:25 થી સાંજે 04:06 સુધી (અશુભ સમય).
રાહુ કાળનો વાસ: પૂર્વ દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થઈ શકે છે.
આજે પૂર્વ દિશામાં દિશાશૂળ છે. યાત્રા-પ્રવાસ કરવા માટે અશુભ છે, દુર્ઘટના કે નુકસાન થઈ શકે છે.
આજનો સૂર્યોદય: સવારે 06:03 વાગ્યે.
આજનો સૂર્યાસ્ત: સાંજે 07:25 વાગ્યે.
આજનો અભિજીત મુહૂર્ત: બપોરે 12:28 થી બપોરે 01:11 સુધી (શુભ સમય).
આજનો અમૃતકાળ: બપોરે 02:49 થી સાંજે 04:23 સુધી.
વિજય મુહૂર્ત: બપોરે 02:57 થી બપોરે 03:50 સુધી (શુભ સમય).
આજે કુંભ રાશિ અને મકર રાશિના ઉપાય
કુંભ રાશિ (ગ, સ, ષ) નો ઉપાય
કુંભ રાશિના જાતકોએ અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી ગણેશજીની પૂજા કરવી. ગણેશજીની મૂર્તિને ગંગાજળથી શુદ્ધ કરો. કુમકુમ, ચંદન, ચોખા, ગુલાબ પુષ્પ, દુર્વા, ધૂપ, દીપ, ફૂલોની માળા અર્પણ કરો. લાડુ, કાજુ, બદામ, કિસમિસ અને ફળનો ભોગ ધરાવો. "ૐ ગં ગણપતયે નમઃ" મંત્રની 12 માળા કરો, જેનાથી અશુભ ગ્રહ દશા શાંત થશે. શ્રી ગણેશજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
કુંભ રાશિ (ગ, સ, ષ) દાન ઉપાય
શની ગ્રહ સંબંધી વસ્તુઓ જેવી કે કાળો કપડો (1 મીટર), કાળી અડદ (50 ગ્રામ), કાળી તલ (50 ગ્રામ), લોખંડની ખીલ, તેલ (50 ગ્રામ), નારિયેળ, પૂજાની સોપારી, સિંદૂરની પૂડી બ્રાહ્મણને દાન કરો, કાર્યમાં સફળતા મળશે.
|| શ્રી ગણેશજી તમારું કલ્યાણ કરે ||
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.