આ રાશિવાળાઓ નવું કાર્ય કરતા પહેલા વાંચો, આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.

આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
શ્રી ગણેશ ઉપાસક
શ્રીમદ્ ભાગવત કથાકાર
શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા
M.Phil B.Ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱9924233030📱
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.
તારીખ: 3 જૂન, 2025, મંગળવાર.
જેઠ માસ, શુક્લ પક્ષ.
અષ્ટમી તિથિ.
પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર.
વજ્ર યોગ.
આજે જન્મેલા બાળકનું રાશિ: સિંહ (મ, ટ).
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે માસિક દુર્ગાષ્ટમી છે, કુલદેવીની પૂજા કરો.
મા ધુમાવતી જયંતિ.
શુક્લાદેવી પૂજા.
ધૂમ્ર નામનો અશુભ યોગ છે, નવા કાર્ય શરૂ ન કરો, નુકસાન થઈ શકે છે.
આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજે રાહુ કાળ: સાંજે 04:07 થી 05:47 સુધી (અશુભ સમય).
આજે યમઘંટ કાળ: સવારે 09:24 થી 11:04 સુધી (અશુભ સમય).
આજે રાહુ કાળનો વાસ પશ્ચિમ દિશામાં છે, આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થશે.
આજે ઉત્તર દિશામાં દિશાશૂળ છે, યાત્રા-પ્રવાસ કરવા માટે અશુભ છે, દુર્ઘટના કે નુકસાન થઈ શકે છે.
આજે સૂર્યોદય: સવારે 06:03 વાગ્યે.
આજે સૂર્યાસ્ત: સાંજે 07 :25 વાગ્યે.
આજે અભિજીત મુહૂર્ત: બપોરે 12:28 થી 01:11 સુધી (શુભ સમય).
આજે અમૃતકાળ: સાંજે 06:02 થી 07 :46 સુધી.
વિજય મુહૂર્ત: બપોરે 02:57 થી 03:50 સુધી (શુભ સમય).
આજે વૃષભ રાશિ અને તુલા રાશિના ઉપાય
વૃષભ રાશિ (બ, વ, ઉ) માટે ઉપાય
વૃષભ રાશિના જાતકોએ અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે આજે શ્રી ગણેશજીની પૂજા કરવી જોઈએ. ગણેશજીને પંચામૃત અને ગંગાજળથી અભિષેક કરો. કુમકુમ, ચંદન, પુષ્પ, દુર્વા, બિલ્વપત્ર, ધૂપ, દીપ અને લાડુનો ભોગ અર્પણ કરો. 'ॐ ગં ગણપતયે નમઃ' મંત્રની 12 માળા કરો. અશુભ ગ્રહ દશા શાંત થશે.
વૃષભ રાશિ માટે દાનનો ઉપાય
વૃષભ રાશિના જાતકોએ આજે શુક્ર ગ્રહ સંબંધિત સફેદ કપડું (1 મીટર), ચોખા (250 ગ્રામ), સાકર (250 ગ્રામ), મિશ્રી (100 ગ્રામ), નારિયેળ, સોપારી, ચાંદીની કોઈ પણ વસ્તુ અને સફેદ ફૂલ બ્રાહ્મણને દાન કરવાથી કાર્યમાં સફળતા મળશે.
તુલા રાશિ (ર, ત) માટે ઉપાય
તુલા રાશિના જાતકોએ અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શિવ પૂજા કરવી જોઈએ. ગંગાજળ, દૂધ, ગુલાબજળ, શેરડીનો રસ, નારિયેળ પાણીથી અભિષેક કરો. ચંદન, પુષ્પ, બીલીપત્ર, ધૂપ અને દીપ અર્પણ કરો. સુખડી, ખીર, પંચામૃત, દૂધપાકનો ભોગ અર્પણ કરો. 'ॐ નમઃ શિવાય' મંત્રની 12 માળા કરો. અશુભ ગ્રહ દશા શાંત થશે. શિવજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
તુલા રાશિ (ર, ત) માટે દાનનો ઉપાય
શુક્ર ગ્રહ સંબંધિત સફેદ કપડું (1 મીટર), ચોખા (250 ગ્રામ), સાકર (250 ગ્રામ), મિશ્રી (100 ગ્રામ), નારિયેળ, પૂજાની સોપારી, ચાંદીની કોઈ પણ વસ્તુ અને સફેદ ફૂલ બ્રાહ્મણને દાન કરવાથી કાર્યમાં સફળતા મળશે.
શ્રી ગણેશજી તમારું કલ્યાણ કરે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.