આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? પંચાંગ મુજબ જાણો શુભ-અશુભ સમય અને રાશિબળ
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત

શુભ અને અશુભ સમય માર્ગદર્શન

શુભ અને અશુભ સમય માર્ગદર્શન
|| શ્રી ગણેશ ઉપાસક ||
|| શ્રીમદ ભાગવત કથાકાર ||
શાસ્ત્રી શ્રી કમલેશભાઈ પંડ્યા
M.Phil., B.Ed., જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
મોબાઈલ: 9924233030
કાર્યક્ષેત્ર: રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારા વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, benefit news ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત: 2081
શાલીવાહન શક: 1946
સંવત્સરનું નામ: અનલ
ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ
તારીખ: 28/05/2025, બુધવાર
માસ: જેઠ માસ
પક્ષ: શુક્લ, સુદપક્ષ
તિથિ: બીજ
નક્ષત્ર: મૃગશીર્ષ
યોગ: ધૃતિ
આજે જન્મેલા બાળક: વૃષભ રાશિ (બ, વ, ઉ)
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજથી જેઠ માસનો પ્રારંભ, અગ્નિ નક્ષત્ર સમાપ્ત થાય છે અને સર્વાર્થ સિદ્ધિ યોગ છે. નવા કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે.
શુભ અને અશુભ સમય માર્ગદર્શન
અશુભ સમય
રાહુકાલ: બપોરે 12:44 થી 02:25 સુધી.
યમઘંટ કાલ: સવારે 07:43 થી 09:24 સુધી.
રાહુકાલ વાસ: નૈઋત્ય કોણ દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરવા, નુકસાન થઈ શકે છે.
દિશાશૂળ: આજે ઉત્તર દિશામાં દિશાશૂળ છે. આ દિશામાં યાત્રા કે પ્રવાસ કરવાથી દુર્ઘટના કે નુકસાન થઈ શકે છે.
શુભ સમય
સૂર્યોદય: સવારે 06:03 વાગ્યે.
સૂર્યાસ્ત: સાંજે 07:25 વાગ્યે.
અભિજીત મુહૂર્ત: બપોરે 12:17 થી 01:10 સુધી.
અમૃતકાલ: સાંજે 04:33 થી 05:59 સુધી (28 મે સુધી).
વિજય મુહૂર્ત: બપોરે 02:57 થી 03:50 સુધી.
આજનો રાશિ ઉપાય: વૃષભ રાશિ (બ, વ, ઉ) માટે
વૃષભ રાશિના જાતકોએ અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે આજે શ્રી ગણેશજીની પૂજા કરવી જોઈએ. ગણેશજીને પંચામૃત, ગંગાજળથી અભિષેક કરવો. કંકુ, ચંદન, પુષ્પ, દુર્વા, બીલ્વપત્ર, ધૂપ, દીપ, અને લાડુનો ભોગ અર્પણ કરવો. 'ૐ ગં ગણપતયે નમઃ' મંત્રની 12 માળા કરવાથી અશુભ ગ્રહ દશા શાંત થશે.
વૃષભ રાશિ માટે દાનનો ઉપાય
વૃષભ રાશિના વ્યક્તિએ આજે શુક્ર ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેમાં સફેદ કપડું (1 મીટર), ચોખા (250 ગ્રામ), સાકર (250 ગ્રામ), સાકર (100 ગ્રામ), નારિયેળ, સોપારી, ચાંદીની કોઈ પણ વસ્તુ, સફેદ ફૂલ વગેરે બ્રાહ્મણને દાન કરવાથી કાર્યમાં સફળતા મળશે.
આજનું રાશિબળ
મેષ રાશિ: આજે દિવસ અશુભ છે.
વૃષભ રાશિ: આજે દિવસ શુભ છે.
મિથુન રાશિ: આજે દિવસ અશુભ છે.
કર્ક રાશિ: આજે દિવસ શુભ છે.
સિંહ રાશિ: આજે દિવસ શુભ છે.
કન્યા રાશિ: આજે દિવસ અશુભ છે.
તુલા રાશિ: આજે દિવસ અશુભ છે.
વૃશ્ચિક રાશિ: આજે દિવસ શુભ છે.
ધનુ રાશિ: આજે દિવસ શુભ છે.
મકર રાશિ: આજે દિવસ અશુભ છે.
કુંભ રાશિ: આજે દિવસ અશુભ છે.
મીન રાશિ: આજે દિવસ શુભ છે.
|| શ્રી ગણેશજી તમારું કલ્યાણ કરે ||
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.