ગંગા દશેરાના પવિત્ર દિવસે શું કરવું? કર્ક રાશિને થશે શું ફાયદો...
આજે જન્મેલા બાળક: કન્યા રાશિ (પ, ઠ, ણ) આવશે.

આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
|| શ્રી ગણેશ ઉપાસક ||
|| શ્રીમદ ભાગવત કથાકાર ||
|| શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા ||
M.phil B.ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱9924233030📱
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત: 2081
શાલિવાહન શક: 1946
અનલ નામ સંવત્સર
ઉત્તરાયણ
ગ્રીષ્મ ઋતુ
તારીખ: 5/6/2025, ગુરુવાર
માસ: જેઠ માસ, શુક્લ, સુદ પક્ષ
તિથિ: દશમ
નક્ષત્ર: હસ્ત
યોગ: વ્યતિપાત
આજે જન્મેલા બાળક: કન્યા રાશિ (પ, ઠ, ણ) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે ગંગા દશેરા ઉત્સવ, ગંગા પૂજન, ગંગા સ્નાન.
વિશ્વ પર્યાવરણ દિવસ.
વ્યતિપાત યોગ સવારે 09:14 થી પ્રારંભ. દેવપૂજા, અન્ન દાન, વસ્ત્ર દાન કરવા માટે ઉત્તમ સમય છે.
રાક્ષસ નામનો અશુભ યોગ છે. નવા કાર્ય પ્રારંભ ન કરવા, નુકસાન થઈ શકે છે.
આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજે રાહુ કાળ: બપોરે 02:26 થી 04:07 સુધી અશુભ સમય છે.
આજનો યમઘંટ કાળ: સવારે 06:02 થી 07:43 સુધી અશુભ સમય છે.
આજે રાહુ કાળ વાસ: દક્ષિણ દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરવા, નુકસાન થશે.
આજે દક્ષિણ દિશામાં દિશાશૂળ છે. યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ, દુર્ઘટના કે નુકસાન થઈ શકે છે.
આજે સૂર્યોદય: સવારે 06:03 વાગ્યે.
આજે સૂર્યાસ્ત: સાંજે 07:25 વાગ્યે.
આજે અભિજીત મુહૂર્ત: બપોરે 12:19 થી 01:12 સુધી છે.
આજે અમૃતકાલ: રાત્રે 11:49 થી 12:37 (જૂન 6, વહેલી સવાર) સુધી છે.
વિજય મુહૂર્ત: બપોરે 02:57 થી 03:50 સુધી શુભ સમય છે.
આજે કર્ક રાશિ (ડ, હ) માટે ઉપાય
આજનો રાશિ ઉપાય
કર્ક રાશિ (ડ, હ) વાળા જાતકોને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે આજે શ્રી હનુમાનજીની પૂજા કરવી શ્રેષ્ઠ છે. પૂજા માટે સૌપ્રથમ હનુમાનજીના મંદિરે જાઓ અને ત્યાં તેમને સિંદૂર, ચમેલીનું તેલ અને ચણા-ગોળ ચઢાવો. આ પછી, હનુમાનજી સમક્ષ દીપક પ્રગટાવો અને મીઠાઈનો ભોગ અર્પણ કરો. 'ૐ હનુમંતે નમઃ' મંત્રની 12 માળા કરવાથી અશુભ ગ્રહ દશા શાંત થશે. હનુમાનજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
કર્ક રાશિ (ડ, હ) દાન ઉપાય
કર્ક રાશિ (ડ, હ) વાળા વ્યક્તિએ આજે ચંદ્ર ગ્રહ સંબંધિત દાન કરવું. જેમાં સફેદ કાપડ 1 મીટર, મિશ્રી 100 ગ્રામ, સાકર 250 ગ્રામ, નારિયેળ, પૂજાની સોપારી, ચાંદીનો 'અર્ધચંદ્રમા', મખાના 50 ગ્રામ, સફેદ ફૂલ - આ વસ્તુઓ બ્રાહ્મણને દાન કરવાથી કાર્યમાં સફળતા મળશે.
|| શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે ||
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.