આજનું પંચાગ, જાણો મેષ અને વૃશ્ચિક રાશિ માટે કેવો રહેશે દિવસ...
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.

આજે શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજે શુભ અને અશુભ સમય માર્ગદર્શન
। શ્રી ગણેશ ઉપાસક।
। શ્રીમદ ભાગવત કથાકાર।
। શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા।
M.phil B.ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
(Whatsapp 9924233030)
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.
તારીખ: 16/6/2025, સોમવાર.
માસ: જેઠ માસ, કૃષ્ણ, વદ પક્ષ.
તિથિ: પંચમી/ષષ્ઠી.
નક્ષત્ર: ધનિષ્ઠા.
યોગ: વૈધૃતિ/વિષ્કુમ્ભ.
આજે જન્મેલા બાળકની રાશિ: મકર રાશિ (ખ, જ) આવશે.
આજનું ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે બપોરે 01:00 વાગ્યે પંચક પ્રારંભ થશે.
વૈધૃતિ યોગ સવારે 11:00 વાગ્યા સુધી છે.
શુભ નામનો યોગ છે, નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજે શુભ અને અશુભ સમય માર્ગદર્શન
અશુભ સમય
આજે રાહુ કાળ સવારે 07:44 થી 09:25 સુધી અશુભ સમય છે.
આજનો યમઘંટ કાળ સવારે 11:06 થી બપોરે 12:48 સુધી અશુભ સમય છે.
આજે રાહુ કાળ વાયવ્ય દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થશે.
આજે પૂર્વ દિશામાં દિશાશૂળ છે. યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ છે, દુર્ઘટના અને નુકસાન થઈ શકે છે.
શુભ સમય
આજે સૂર્યોદય સવારે 06:02 વાગ્યે થશે.
સૂર્યાસ્ત સાંજે 07:29 વાગ્યે થશે.
આજે અભિજીત મુહૂર્ત બપોરે 12:20 થી 01:14 સુધી શુભ સમય છે.
આજે અમૃતકાલ બપોરે 02:43 થી 04:20 સુધી છે.
વિજય મુહૂર્ત બપોરે 03:00 થી 03:54 સુધી શુભ સમય છે.
આજે મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ માટે ઉપાય
મેષ રાશિ (અ, લ, ઈ) રાશિ ઉપાય
મેષ રાશિ (અ, લ, ઈ) વાળાને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે આજે સૂર્ય દેવની પૂજા કરો. તાંબાના કલશમાં જળ, કુમકુમ, પુષ્પ નાખીને સવારે 7 વાગ્યે સૂર્ય દેવને 4 વાર અર્ઘ્ય આપો અને મીઠાઈનો ભોગ શિવ મંદિરમાં અર્પણ કરો. "ॐ સૂર્ય દેવાય નમઃ" મંત્રની 12 માળા કરો. અશુભ ગ્રહ દશા શાંત થશે, માનસિક, શારીરિક, આર્થિક સ્થિતિમાં લાભ થશે.
મેષ રાશિનું દાન ઉપાય
મેષ રાશિના વ્યક્તિએ આજે સૂર્ય ગ્રહ સંબંધિત લાલ કપડું 1 મીટર, ઘઉં 250 ગ્રામ, ગોળ 250 ગ્રામ, નાળિયેર, લાલ ફૂલ, લાલ ફળ, પૂજાની સોપારી, બદામ 50 ગ્રામ બ્રાહ્મણને દાન કરો. કાર્ય સફળતા મળશે.
વૃશ્ચિક રાશિ (ન, ય) માટે ઉપાય
વૃશ્ચિક રાશિ (ન, ય) વાળાને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી વિષ્ણુ પૂજા અને રામ પૂજા કરો. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે સવારે વહેલા સ્નાન વગેરે કરીને પીળા રંગના વસ્ત્રો ધારણ કરો. ત્યાર પછી ઊગતા સૂર્યને હળદર મિશ્રિત જળથી અર્ઘ્ય આપો. પછી ભગવાન વિષ્ણુની મૂર્તિને જળથી સ્નાન વગેરે કરાવી તેમને પણ પીળા રંગના વસ્ત્રો પહેરાવો. પૂજામાં પીળા રંગના પુષ્પ અને પીળા રંગની મીઠાઈ વગેરે અર્પણ કરો. હળદરનો તિલક કરો અને પછી તેને પ્રસાદ સ્વરૂપ તમારા કપાળ પર લગાવો. એવું માનવામાં આવે છે કે હળદરના આ પ્રસાદથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુના મંત્રોનો તુલસી અથવા ચંદનની માળાથી "ॐ વિષ્ણવે નમઃ" મંત્રની 12 માળા કરો. અશુભ ગ્રહ દશા શાંત થશે. વિષ્ણુ પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
વૃશ્ચિક રાશિ (ન, ય) દાન ઉપાય
મંગળ ગ્રહ સંબંધિત લાલ કપડું 1 મીટર, ઘઉં 250 ગ્રામ, સિંદૂર, ગોળ 250 ગ્રામ, નાળિયેર, પૂજાની સોપારી, લાલ ફૂલ, લાલ ફળ, ચઢાવણી, તાંબાની વસ્તુઓ બ્રાહ્મણને દાન કરો. કાર્ય સફળતા મળશે.
। શ્રી ગણેશજી તમારું કલ્યાણ કરો।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.