જાણો વૃશ્ચિક રાશિના લોકો માટે કેવો રહેશે દિવસ
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - વસંત ઋતુ.

આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત...

આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત...
।। શ્રી ગણેશ ઉપાસક ।।
।। શ્રીમદ્ ભાગવત કથાકાર ।।
।। શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા ।।
એમ.ફિલ., બી.એડ., જ્યોતિષ, વાસ્તુ અને કથાકાર
📱 9924233030 📱
ઓફિસ - રાજકોટ, અમદાવાદ.
કાર્યક્ષેત્ર - સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારું વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, બેનિફિટ ન્યૂઝ ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - વસંત ઋતુ.
તારીખ 16/4/2025, બુધવાર.
ચૈત્ર માસ, કૃષ્ણ પક્ષ, વદ.
ત્રીજ તિથિ બપોરે 1:16 સુધી, ત્યારબાદ ચોથ તિથિ છે.
અનુરાધા નક્ષત્ર છે.
વ્યતિપાત યોગ છે.
આજે જન્મેલા બાળકની વૃશ્ચિક રાશિ (ન, ય) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત...
આજે ભદ્રા છે / વિકટ સંકષ્ટ ચતુર્થી છે, ચંદ્રદર્શન રાત્રે 10:05 વાગ્યે થશે / સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ છે, નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજનો રાહુકાળ બપોરે 12:47 થી બપોરે 2:22 સુધી અશુભ સમય છે.
આજનો યમઘંટ કાળ સવારે 8:01 થી સવારે 9:36 સુધી અશુભ સમય છે.
આજે રાહુકાળનો વાસ નૈઋત્ય દિશામાં છે, આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરવાથી નુકસાન થશે.
આજે ઉત્તર દિશામાં દિશાવિંધા છે, યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ, દુર્ઘટના, નુકસાન થઈ શકે છે.
આજે અભિજીત મુહૂર્ત નથી.
આજે અમૃતકાળ સાંજે 6:20 થી રાત્રે 8:06 સુધી શુભ સમય છે.
વિજય મુહૂર્ત બપોરે 2:54 થી બપોરે 3:44 સુધી શુભ સમય છે.
રાશિ ઉપાયથી ભાગ્ય ચમકાવો
વૃશ્ચિક રાશિ (ન, ય) ઉપાય
વૃશ્ચિક રાશિ (ન, ય) વાળાને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી વિષ્ણુ પૂજા, રામ પૂજા કરવી. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે સવારે વહેલા સ્નાન વગેરે કરી પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ ઊગતા સૂર્યને હળદર મિશ્રિત જળથી અર્ઘ્ય આપવું. પછી ભગવાન વિષ્ણુની મૂર્તિને જળથી સ્નાન વગેરે કરાવી તેમને પણ પીળા રંગના વસ્ત્રો પહેરાવવા. પૂજામાં પીળા રંગના પુષ્પો અને પીળા રંગની મીઠાઈ વગેરે અર્પણ કરવી. હળદરનું તિલક કરવું અને પછી તેને પ્રસાદ સ્વરૂપે પોતાના કપાળ પર લગાવવું. માનવામાં આવે છે કે હળદરના આ પ્રસાદથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુના મંત્રોનો તુલસી અથવા ચંદનની માળાથી ૐ વિષ્ણવે મંત્રની 12 માળા કરવી, અશુભ ગ્રહ દશા શાંત થશે. વિષ્ણુ પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
વૃશ્ચિક રાશિ (ન, ય) દાન ઉપાય...
મંગળ ગ્રહ સંબંધી લાલ કપડું 1 મીટર, ઘઉં 250 ગ્રામ, સિંદૂર, ગોળ 250 ગ્રામ, નાળિયેર, પૂજાની સોપારી, લાલ ફૂલ, લાલ ફળ, ચઢાવો, તાંબાની વસ્તુઓ બ્રાહ્મણને દાન કરવાથી કાર્યમાં સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
વૃષભ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
મિથુન રાશિ માટે આજનો દિવસ શુભ છે.
કર્ક રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
સિંહ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ છે.
તુલા રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ શુભ છે.
ધનુ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
મકર રાશિ માટે આજનો દિવસ શુભ છે.
કુંભ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
મીન રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
।। શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે ।।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.