હોળાષ્ટક દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું
હોળાષ્ટક માર્ગદર્શન

હોળાષ્ટક દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું

હોળાષ્ટક દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું
વિક્રમ સંવત ૨૦૮૧- ફાગણ મહિનો - શુક્લ પક્ષ - સપ્તમી તિથિ - ગુરુવાર - હોળાષ્ટક ૬ માર્ચ, ૨૦૨૫ ના રોજ સવારે ૧૧.૫૨ વાગ્યે શરૂ થશે.
હોળાષ્ટક ગુરુવાર, ૧૩ માર્ચ ૨૦૨૫ ના રોજ સમાપ્ત થશે.
હોળાષ્ટક દરમિયાન સગાઈ, લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, બાળકનું નામકરણ, નવા ઘરનું બાંધકામ જેવા કોઈપણ શુભ કાર્ય શરૂ ન કરવા જોઈએ.
જો તમે નવા ઘરમાં પ્રવેશ કરવાનું વિચારી રહ્યા છો, તો હોળાષ્ટક પૂર્ણ થયા પછી કરો. હોળાષ્ટક દરમિયાન સોનું, ચાંદી, વાહન વગેરે ન ખરીદવું જોઈએ. હોળાષ્ટક દરમિયાન કોઈ નવો ધંધો કે કામ શરૂ ન કરવું જોઈએ કારણ કે તેનાથી ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે.
ગુરુવાર, ૧૩ માર્ચ ૨૦૨૫ ના રોજ હોલિકા દહનનો સમય બપોરે ૧૧-૨૬ થી ૧૨-૫૬ વાગ્યા સુધીનો રહેશે.
૧૩ માર્ચ ૨૦૨૫, ગુરુવારના રોજ, ભદ્રા નક્ષત્ર સવારે ૧૦-૩૫ વાગ્યે શરૂ થાય છે, ભદ્રા નક્ષત્ર રાત્રે ૧૧-૨૬ વાગ્યે સમાપ્ત થાય છે, તેથી ભદ્રા નક્ષત્રમાં હોળી ઉજવવામાં આવતી નથી, તેથી હોળી ઉજવવાનો શુભ સમય રાત્રે ૧૧:૨૬ વાગ્યા પછીનો છે.
ધુળેટી ઉત્સવ, ફુલડોલ ઉત્સવ ફાગણ સુદ - પૂનમ - શુક્રવાર, ૧૪ માર્ચ ૨૦૨૫ ના રોજ ઉજવવામાં આવશે.
શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા
એમ, ફિલ. બી.એડ., સંસ્કૃત જ્યોતિષ
વોટ્સએપ - ૯૯૨૪૨૩૩૦૩૦
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.