સિંહ રાશિઓ માટે કેવો રહેશે દિવસ, જાણો આજનું પંચાગ
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
શ્રી ગણેશ ઉપાસક
શ્રીમદ્ ભાગવત કથાકાર
શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા
M.Phil B.Ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱9924233030📱
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.
તારીખ: 4/6/2025 બુધવાર.
માસ: જેઠ માસ, શુક્લ, સુદ પક્ષ.
તિથિ: નોમ (નવમી).
નક્ષત્ર: ઉત્તરા ફાલ્ગુની.
યોગ: સિદ્ધિ યોગ.
આજે જન્મેલા બાળકનું નામ કન્યા રાશિ (પ, ઠ, ણ) પરથી આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે મહેશ નોમ છે, શ્રી હરિ જયંતિ છે. વર્ધમાન નામનો શુભ યોગ છે, નવા કાર્યો શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
અશુભ સમય
રાહુ કાળ: બપોરે 12:45 થી 02:26 સુધી.
યમઘંટ કાળ: સવારે 07:43 થી 09:24 સુધી.
રાહુ કાળ વાસ: નૈઋત્ય દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરવા, નુકસાન થઈ શકે છે.
દિશાશૂળ: આજે ઉત્તર દિશામાં દિશાશૂળ છે. યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ છે, દુર્ઘટના કે નુકસાન થઈ શકે છે.
શુભ સમય
સૂર્યોદય: સવારે 06:03 વાગ્યે.
સૂર્યાસ્ત: સાંજે 07:25 વાગ્યે.
અભિજીત મુહૂર્ત: આજે નથી.
અમૃતકાળ: સાંજે 07:36 થી 09:23 સુધી.
વિજય મુહૂર્ત: બપોરે 02:57 થી 03:50 સુધી શુભ સમય છે.
આજે સિંહ રાશિ માટેના ઉપાય
સિંહ રાશિવાળા જાતકોએ આજે શ્રી રામ, કૃષ્ણ, ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ગંગાજળનો અભિષેક, ચંદન, તુલસી પત્ર, ગુલાબ પુષ્પ, ધૂપ, દીપ અને માલપુડા, મોહનથાળ, ખીરનો ભોગ અર્પણ કરવો. શ્રી વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાથી કાર્યમાં સફળતા મળવા લાગશે.
સિંહ રાશિવાળા વ્યક્તિએ આજે સૂર્ય ગ્રહ સંબંધિત દાન કરવું: 1 મીટર લાલ કપડું, 250 ગ્રામ ઘઉં, 250 ગ્રામ ગોળ, નારિયેળ, લાલ ફૂલ, લાલ ફળ, પૂજાની સોપારી, 50 ગ્રામ બદામ. આ વસ્તુઓ બ્રાહ્મણને દાન કરવાથી કાર્યમાં સફળતા મળશે.
શ્રી ગણેશજી તમારું કલ્યાણ કરે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.