આ કામ કરવાથી તુલા રાશિના જાતકોને થશે ફાયદો, જાણો કેવી રીતે...
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - વસંત ઋતુ.

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
।। શ્રી ગણેશ ઉપાસક ।।
।। શ્રીમદ્ ભાગવત કથાકાર ।।
।। શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા ।।
એમ.ફિલ., બી.એડ., જ્યોતિષ, વાસ્તુ અને કથાકાર
📱 99242 33030 📱
ઓફિસ - રાજકોટ, અમદાવાદ.
કાર્યક્ષેત્ર - સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારા વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, બેનિફિટ ન્યૂઝ ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - વસંત ઋતુ.
👉 તારીખ: 14/04/2025, સોમવાર.
👉 ચૈત્ર માસ, કૃષ્ણ પક્ષ, વદ તિથિ.
👉 બીજ તિથિ છે.
👉 સ્વાતિ નક્ષત્ર છે.
👉 વજ્ર યોગ છે.
👉 આજે જન્મેલા બાળકની તુલા રાશિ (ર, ત,) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
👉 આજે મેષ સંક્રાંતિ છે / ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ છે / છત્ર નામનો શુભ યોગ છે, નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
❌ આજે રાહુ કાળ સવારે 08:03 થી 09:38 સુધી અશુભ સમય છે.
❌ આજનો યમઘંટ કાળ સવારે 11:12 થી બપોરે 12:47 સુધી અશુભ સમય છે.
❌ આજે રાહુ કાળનો વાસ વાયવ્ય કોણ દિશામાં છે, આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થશે.
❌ આજે પૂર્વ દિશામાં દિશાસૂળ છે, યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ, દુર્ઘટના, નુકસાન થઈ શકે છે.
✅ આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:22 થી 01:13 સુધી છે.
✅ આજનો અમૃત કાળ બપોરે 02:18 થી 04:07 સુધી શુભ સમય છે.
✅ વિજય મુહૂર્ત બપોરે 02:54 થી 03:44 સુધી શુભ સમય છે.
✅ રાશિ ઉપાયથી ભાગ્ય ચમકાવો ✅
✅ તુલા રાશિ (ર, ત,) ઉપાય ✅
તુલા રાશિ (ર, ત,) વાળાને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શિવ પૂજા કરો. ગંગાજળ, દૂધ, ગુલાબજળ, શેરડીનો રસ, નારિયેળ પાણીથી અભિષેક કરો. ચંદન, પુષ્પ, બિલીપત્ર, ધૂપ, દીપ અર્પણ કરો. સુખડી, ખીર, પંચામૃત, દૂધપાક ભોગ અર્પણ કરો - ૐ નમઃ શિવાય મંત્રની 12 માળા કરો, અશુભ ગ્રહ દશા શાંત થશે. શિવજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
તુલા રાશિ (ર, ત,) દાન ઉપાય
શુક્ર ગ્રહ સંબંધી સફેદ કપડું 1 મીટર, ચોખા 250 ગ્રામ, ખાંડ 250 ગ્રામ, મિશ્રી 100 ગ્રામ, નારિયેળ, પૂજાની સોપારી, ચાંદીની કોઈ પણ વસ્તુ, સફેદ ફૂલ, બ્રાહ્મણને દાન કરો, કાર્યમાં સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
વૃષભ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
મિથુન રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
કર્ક રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
સિંહ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
કન્યા રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
તુલા રાશિ માટે આજનો દિવસ શુભ છે.
વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
ધનુ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
મકર રાશિ માટે આજનો દિવસ શુભ છે.
કુંભ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
મીન રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
।। શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે ।।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.