ભીષ્મ-વરાહ દ્વાદશી અને શુક્ર પ્રદોષનો શુભ સંયોગ
શુક્ર પ્રદોષનો શુભ સંયોગ, જાણો આજનો ભાગ્યોદય ઉપાય અને શુભ મુહૂર્ત

આજનું પંચાંગ

આજનું પંચાંગ
સનાતન પરંપરામાં તિથિ, નક્ષત્ર અને ગ્રહોની ચાલનું વિશેષ મહત્વ હોય છે. જાણીતા શ્રીમદ ભાગવત કથાકાર અને જ્યોતિષ નિષ્ણાત શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યાના જણાવ્યા અનુસાર, આજે તારીખ 30 જાન્યુઆરી 2026, શુક્રવારનો દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત ફળદાયી છે.
આજની પંચાંગ ગણતરીવિક્રમ સંવત: ૨૦૮૨ (વિશ્વાવસુ નામ સંવત્સર)
માસ: મહા માસ, શુક્લ પક્ષ
તિથિ: દ્વાદશી (બપોર બાદ ત્રયોदशी બેસશે)
નક્ષત્ર: આદ્રા
ચંદ્ર રાશિ: મિથુન (ક, છ, ઘ)
યોગ: વૈધૃતિ (પદ્મ નામનો શુભ યોગ પણ છે)
આજે ભીષ્મ દ્વાદશી અને વરાહ દ્વાદશી છે. આ સાથે જ આજે શુક્ર પ્રદોષ વ્રતનો પણ શુભ સંયોગ છે. શુક્રવારે આવતી પ્રદોષ તિથિ શિવ ભક્તિ માટે ઉત્તમ મનાય છે. આ વ્રત કરવાથી સુખ-સમૃદ્ધિ, વૈવાહિક આનંદ અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થાય છે.
આજના શુભ અને અશુભ સમય (મુહૂર્ત) અભિજીત મુહૂર્ત બપોરે ૧૨:૧૮ થી ૦૧:૦૧ અમૃત કાળ સાંજે ૦૬:૧૮ થી ૦૭:૪૬ બ્રહ્મ મુહૂર્ત સવારે ૦૫:૩૫ થી ૦૬:૨૩શાસ્ત્રીજીનું માર્ગદર્શન: આજે 'પદ્મ' નામનો શુભ યોગ હોવાથી કોઈ પણ નવા કાર્યનો પ્રારંભ કરવા માટે આ દિવસ સર્વોત્તમ છે.
રાહુ કાળ સવારે ૧૧:૧૭ થી બપોરે ૧૨:૪૦ યમ ગંડ બપોરે ૦૩:૨૪ થી સાંજે ૦૪:૪૬ વર્જ્યમ્ બપોરે ૦૧:૧૦ થી ૦૨:૩૮
ભાગ્યોદય માટે ખાસ ધાર્મિક ઉપાયો
શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યાના મતે, આજે આ સાધના કરવાથી વિશેષ લાભ થશે:
શિવ ઉપાસના: પ્રદોષ કાળમાં શિવ મંદિરે જઈ જળાભિષેક કરવો અથવા ઘરે જ "ૐ નમઃ શિવાય" મંત્રની માળા કરવી.
શુક્ર ગ્રહ શાંતિ: આજે શુક્રવાર હોવાથી દેવી લક્ષ્મીની આરાધના કરવી અને સફેદ વસ્તુઓ જેવી કે સાકર, દૂધ કે ચોખાનું દાન કરવું શુભ રહેશે.
માર્ગદર્શક:
શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા (M.phil, B.ed)
વધુ વિગતો અને વિશેષ માર્ગદર્શન માટે સંપર્ક કરો: +91 9924233030

તંત્રની નિષ્ક્રિયતાથી લઈને વહીવટી બેદરકારી સુધી ઉઠ્યા અનેક સવાલો

VIP દર્શનની કોઈ પ્રથા નહીં બુકિંગ ફક્ત વેબસાઈટ પર જ કરવામાં આવશે

વડાપ્રધાન મોદીએ હરિદ્વાર કુંભ મેળા માટે ભંડોળ જાહેર કર્યું; સીએમ ધામીએ માન્યો આભાર