સોમવાર, 23 જૂન 2025 ના રોજ સોમ પ્રદોષ અને માસિક શિવરાત્રીનો પવિત્ર ઉત્સવ
શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા દ્વારા સોમ પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રી પૂજા માર્ગદર્શન

રાશિ મુજબ વિશેષ પૂજા...

રાશિ મુજબ વિશેષ પૂજા...
શિવરાત્રી ઉત્સવની તિથિઓ...
ચતુર્દશી તિથિ પ્રારંભ: 23 જૂન, રાત્રે 10:12 વાગ્યે.
ચતુર્દશી તિથિ સમાપ્ત: 24 જૂન, સાંજે 7:02 વાગ્યે.
શિવરાત્રીના દિવસે રાત્રિના સમયે "નિશીથ કાળ" માં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે.
માસિક શિવરાત્રી પૂજા વિધિ...
માસિક શિવરાત્રીની પૂજા વિધિ નીચે મુજબ છે:
સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને વ્રતનો સંકલ્પ લો.
પૂજા સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરીને શિવલિંગ સ્થાપિત કરો.
શિવલિંગ પર જળ, દૂધ, દહીં, ઘી, મધ (પંચામૃત) અને ફરી જળથી અભિષેક કરો.
બિલ્વપત્ર, ધતૂરો, ફૂલ, ચંદન, ભસ્મ, ફળ અને મીઠાઈ અર્પણ કરો.
"ૐ નમઃ શિવાય" મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો, શિવ ચાલીસા વાંચો અને આરતી કરો.
રાત્રે ફરીથી પૂજા કરો અને બીજા દિવસે સવારે વ્રતનો પારણા કરો.
આ વ્રત કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
સોમ પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રી વ્રત પૂજાના ફળ...
આ વ્રતો કરવાથી નીચે મુજબના શુભ ફળ મળે છે:
ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અટકેલા કાર્યો બનવા લાગે છે.
સંતાન પ્રાપ્તિ, રોગોથી મુક્તિ અને વિવાહમાં આવતી અડચણો દૂર થાય છે.
ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન જેવી નકારાત્મક ભાવનાઓ પર નિયંત્રણ પ્રાપ્ત થાય છે.
એવું કહેવાય છે કે, માસિક શિવરાત્રીનું વ્રત કરવાથી ભગવાન શિવ દરેક કષ્ટ દૂર કરી દે છે.
રાશિ મુજબ વિશેષ પૂજા...
ગ્રહ નક્ષત્ર અનુસાર, વૃષભ રાશિ અને સિંહ રાશિના જાતકોએ આજે ખાસ શિવ પૂજા કરવી જોઈએ.
શિવ પૂજા, અભિષેક, જાપ અને પૂજાના વિશેષ માર્ગદર્શન માટે તમે વોટ્સએપ પર શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યાનો સંપર્ક કરી શકો છો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.