11મી સદીનું રહસ્યમય શિવાલય, જ્યાં વિજ્ઞાન પણ મૌન!
11મી સદીમાં બનેલ મહાદેવ મંદિર વિજ્ઞાનને પડકાર આપે છે, શિવનો 'છાયો' છે અહીં
સહસ્યથી ભરેલુ છે છાયા સોમેશ્વર
સહસ્યથી ભરેલુ છે છાયા સોમેશ્વર
શ્રાવણ મહિનો એટલે ભોળાનાથની ભક્તિનો મહિનો. દેશભરના શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી રહ્યા છે. દરેક શિવ મંદિરમાં એક અનોખી કહાની છુપાયેલી હોય છે, જે ભક્તિની સાથે આશ્ચર્ય પણ જગાવે છે. આવું જ એક રહસ્યમય શિવ મંદિર તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં આવેલું છે, જે માત્ર આસ્થાની વાત નથી, પરંતુ વિજ્ઞાનને પણ વિચારવા મજબૂર કરે છે.

આ મંદિરનું નામ છે છાયા સોમેશ્વર, અને તેની ઓળખ છે અહીં દેખાતો ભગવાન શિવનો 'પડછાયો'. તેલંગાણાના પર્યટન વિભાગની સત્તાવાર વેબસાઇટ પર આ મંદિર વિશે વિસ્તૃત માહિતી ઉપલબ્ધ છે.
સ્થાપત્ય અને સમયનો અદ્ભુત સમન્વયપર્યટન વિભાગ જણાવે છે કે 11મી-12મી સદીમાં બનેલું આ શિવ મંદિર માત્ર આધ્યાત્મિક મહત્વનું કેન્દ્ર નથી, પરંતુ તે સમયના વિજ્ઞાન અને કલાનો જીવંત પુરાવો છે. હૈદરાબાદથી 104કિમી અને નાલગોંડા બસ સ્ટેશનથી માત્ર 4 કિમી દૂર પનાગલમાં સ્થિત આ મંદિરનું નિર્માણ ચોલ રાજવંશ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નામ 'છાયા સોમેશ્વર' એટલા માટે પડ્યું કારણ કે અહીં એક સ્તંભનો પડછાયો દિવસભર શિવલિંગ પર પડે છે. આ પડછાયો આજે પણ એક રહસ્ય બનીને ઊભો છે, જે દરેકને આશ્ચર્યમાં મૂકી દે છે.

જો કે, આ પડછાયો ખરેખર કોઈ એક સ્તંભનો નથી. ગર્ભગૃહની સામે આવેલા ચાર સ્તંભો પર પડતા પ્રકાશના પ્રતિબિંબથી એક અંધારું ક્ષેત્ર બને છે, જે પડછાયા જેવો દેખાય છે અને તે હંમેશા શિવલિંગ પર સ્થિર રહે છે. આ સ્તંભોની એવી રીતે રચના કરવામાં આવી છે કે સૂર્યની ગતિ બદલાય તો પણ આ 'છાયો' શિવલિંગ પરથી ખસતો નથી. આ પ્રાચીન સ્થપતિઓની વૈજ્ઞાનિક સમજ અને અજોડ સર્જનાત્મકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
ત્રણ દેવતાઓનું એક જ સ્થાનમંદિર સંકુલમાં ત્રણ ગર્ભગૃહ આવેલા છે, જે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવને સમર્પિત છે. ત્રણેય ગર્ભગૃહ અલગ અલગ દિશામાં મુખ રાખીને એક સામાન્ય વિશાળ મંડપ સાથે જોડાયેલા છે, જે સ્થાપત્યની એક વિશેષતા છે.

મંદિરની દિવાલો અને સ્તંભો પર રામાયણ અને મહાભારતની ઘટનાઓના સુંદર શિલ્પો કોતરવામાં આવ્યા છે, જે કલાના ચાહકો માટે એક અમૂલ્ય ખજાનો છે. મંદિરના સંકુલમાં એક નાનું સંગ્રહાલય પણ આવેલું છે, જ્યાં યેલ્લેશ્વરમ ગામમાંથી મળેલા પ્રાચીન શિવલિંગ અને અન્ય શિલ્પો સાચવીને રાખવામાં આવ્યા છે. કહેવાય છે કે આ શિલ્પો તે સમયના છે જ્યારે નજીકનું પચલા રામલિંગેશ્વર મંદિર પાણીમાં ડૂબી ગયું હતું.
ભક્તિ અને રહસ્યનો સંગમ
છાયા સોમેશ્વર મંદિરથી માત્ર ૧.૨ કિમી દૂર રામલિંગેશ્વર મંદિર પણ આવેલું છે, જે ભક્તો માટે એક અન્ય આકર્ષણ છે. શ્રાવણ અને મહાશિવરાત્રી જેવા પવિત્ર તહેવારો ઉપરાંત, વર્ષના અન્ય ખાસ દિવસોમાં પણ ભક્તો આ મંદિરના પડછાયાના રહસ્ય અને તેની ઐતિહાસિક ભવ્યતાને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ખરેખર, છાયા સોમેશ્વર મંદિર એક એવી જગ્યા છે જ્યાં ભક્તિ અને વિજ્ઞાનનું અદ્ભુત મિલન જોવા મળે છે, જે દરેક મુલાકાતીને આશ્ચર્યચકિત કરી દે છે.

તંત્રની નિષ્ક્રિયતાથી લઈને વહીવટી બેદરકારી સુધી ઉઠ્યા અનેક સવાલો

VIP દર્શનની કોઈ પ્રથા નહીં બુકિંગ ફક્ત વેબસાઈટ પર જ કરવામાં આવશે

વડાપ્રધાન મોદીએ હરિદ્વાર કુંભ મેળા માટે ભંડોળ જાહેર કર્યું; સીએમ ધામીએ માન્યો આભાર