ભાવનગર ભાજપમાં ભડકોઃ મેયરની આત્મવિલોપનની ચીમકી!
સોશિયલ મીડિયામાં આત્મવિલોપનની ચીમકી બાદ મેયરની ગુલાંટ, મારા પરિવારમાં રજૂઆત કરી

સંગઠન મહામંત્રી રત્નાકરની મુલાકાત સમયે ભાજપમાં ભાંજગડ, શહેર ભાજપમાં આંતરિક વિખવાદ

સંગઠન મહામંત્રી રત્નાકરની મુલાકાત સમયે ભાજપમાં ભાંજગડ, શહેર ભાજપમાં આંતરિક વિખવાદ
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શહેર ભાજપના આંતરિક વિખવાદો બહાર આવી રહ્યા છે. ભાવનનગર શહેરના મેયર ભરત બારડે સોશિયલ મીડિયામાં આત્મવિલોપનની ચીમકી આપતાં ખળભળાટ મચી ગયો છે. શહેર ભાજપના વોટ્સએપ ગૃપમાં મેયર ભરત બારડે મંગળવારે રાત્રે પોસ્ટ કરી તેમની સાથે અન્યાય થતો હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. જો કોઈ રીતે દબાવવામાં આવશે તો જાહેરમાં આત્મવિલોપન કરવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી. સંગઠન મહામંત્રી રત્નાકર બુધવારે ભાવનગર આવી રહ્યા હોવાથી મેયરની ચીમકીનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
ભાવનગર શહેર ભાજપ અને મનપાના પદાધિકારીઓમાં ઘણાં સમયથી જૂથવાદ ચાલી રહ્યો છે. શહેર ભાજપનું સંગઠન અને કોર્પોરેટરો સામસામે આવી ગયાં છે. ભૂતકાળમાં સંગઠનથી નારાજ કોર્પોરેટરોએ પ્રદેશ ભાજપ સુધી રજૂઆતો કરી હતી. તેવામાં શહેર ભાજપના વોટ્સએપ ગૃપમાં મેયર ભરત બારડે શહેર ભાજપના આગેવાનો પ્રત્યેની નારાજગી વ્યક્ત કરતી પોસ્ટ કરીને આંતરિક વિખવાદ છતો કર્યો છે.
શહેર ભાજપના વોટ્સએપ ગૃપમાં મેયર ભરત બારડે ભાજપમાં તેમની નિષ્ઠાના કારણે મેયરનું પદ મળ્યું હોવાની વાત કરી છે. 1978થી જનસંઘમાં જોડાયા ત્યારથી ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરી છે. કોઈની લાગવગથી મેયર નહી બન્યા હોવાનું કહીને સ્થાનિક ભાજપના નેતાઓ સામે આંગળી ચિંધી હતી. આ ઉપરાંત કેટલાક લોકો તેમને નિશાન બનાવી રહ્યા હોવાની અને સિનિયર કાર્યકર્તા સાથે અલગ પ્રકારનો વ્યવહાર કરતા હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.
વોટ્સએપ ગૃપમાં મેસેજ લખીને તેમણે અંતમાં લખ્યુ હતુ કે, તેમને ખોટી રીતે દબાવવામાં આવશે તો ભાજપના કાર્યકર્તા તરીકે તેઓ જાહેરમાં આત્મવિલોપન કરશે અને તે પહેલાં તેઓ કોઈકના રાજ ખોલશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જો કે, રાત્રે 11:30એ મેયરની પોસ્ટથી ભાજપમાં હલચલ મચી જતાં ગૃપ એડમિને તમામ પોસ્ટને ડિલિટ કરી હતી.
શહેર ભાજપ અને મનપામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે લાંબા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. પૂર્વ પ્રમુખ અભય ચૌહાણ મેયર ભરત બારડની નજીક હોવાથી તેમની અવગણના કરવામાં આવતી હતી. લારી ગલ્લા વિભાગમાં એક કર્મચારી ભ્રષ્ટાચાર કરી લોકોને કનડતો હોવાથી તેની સામે મેયરે ફરિયાદ કરતાં વિવાદ વકર્યો હોવાનું મનાઈ રહ્યું છે. મેયર સામાન્ય પરિવારમાંથી આવતા હોવાથી લારી-ગલ્લા બાબતે ભ્રષ્ટાચાર ન થાય એ પ્રકારનો મત ધરાવતા હોવાની ચર્ચા થઈ રહી છે.
આ ઉપરાંત ભાવનગરના મેયરને ભાજપના જ એક વોર્ડ પ્રમુખ અને મહિલા હોદ્દેદાર દ્વારા હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ષડ્યંત્ર પાછળ ભાજપનાં જ મોટાં માથાં સામેલ હોવાનું બહાર આવતાં મેયર દુ:ખી થયા છે. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર બુધવારે ભાવનગર આવતાં હોવાથી તેમને મેયર ફરિયાદ કરવાના હોવાથી રોકવા માટે દબાણ થયું હોવાનું ભાજપના વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. તેથી મેયરે આવેશમાં આવી ભાજપના વોટ્સએપ ગૃપમાં પોસ્ટ મૂકી હતી. બાદમાં તે ડિલિટ કરવામાં આવી હતી.
ભાવનગરના મેયર ઘણાં સમયથી ભાજપના એક નેતાના જૂથની નજરમાં ખટકી રહ્યા છે. બદલીઓ, કોન્ટ્રેકટ સહિતની બાબતમાં તેમની દખલગીરી ભાજપના એક જૂથને નડી રહી છે. જેના કારણે મેયર હોવા છતાં ભાજપના નેતાઓના વારંવાર અપમાન થાય તેવા વર્તનથી તેઓ વ્યથિત થઈ ગયા છે. જો કે, ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના આડે છ મહિના બાકી છે. તેવા સમયે મેયરની સોશિલય મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટથી ભાજપનો જૂથવાદ બહાર આવ્યો છે. આ જૂથવાદમાં મેયર કોઈ મોટો ધડાકો કરશે તો ભાજપના ઘણાં નેતાઓની રાજકીય કારર્કિદીને અસર થાય તેવી ચર્ચા ઉઠી છે.
આ પણ વાંચો
અમદાવાદના સરદારધામના ભોજનાલયમાં ગંભીર બેદરકારી!તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?