ભાજપના નેતાએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની માફી માગી
30 વર્ષ અગાઉ ચૂંટણીના પ્રચાર દરમિયાન ભ્રષ્ટાચારના કરેલા આક્ષેપ મામલે માફી માગી
સાબરકાંઠા જિલ્લા BJPના પૂર્વ પ્રમુખે પૂર્વ MLA કરશનદાસ સોનેરી સામે કર્યા હતા આક્ષેપ
સાબરકાંઠા જિલ્લા BJPના પૂર્વ પ્રમુખે પૂર્વ MLA કરશનદાસ સોનેરી સામે કર્યા હતા આક્ષેપ
સાબરકાંઠાની ઈડર વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસના ધારાભ્ય સામે ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપ કર્યા હોવાનો જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે જાહેરમાં સ્વીકાર કર્યો છે. ઈડરના ટાઉનહોલમાં યોજાયેલા નિવૃત શિક્ષકોના સન્માન સમારોહમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ પટેલે જાહેર મંચ ઉપરથી પૂર્વ શિક્ષણ અને આરોગ્ય મંત્રી કરશનદાસ સોનેરીની માફી માગી હતી. કરશનદાસ સોનેરીને પગે પડીને માફી માગવાનો મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો છે.
ઇડરના ટાઉનહોલમાં નિવૃત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ પટેલે સન્માન સમારોહમાં મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યુ કે, ઇડરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કરશનદાસ સોનેરીને હરાવવા વર્ષ 1995ની વિધાનસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચારનું જુઠ્ઠાણુ ચલાવીને ભાજપે બેઠક મેળવી હતી. ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપ કરવા મુદ્દે પૃથ્વીરાજ પટેલે કરશનદાસ સોનેરીના પગે પડી માફી માગી હતી. આ ઘટનાને લઈ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
પૃથ્વીરાજ પટેલે જણાવ્યું કે, ઇડરના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય કરશનદાસ સોનેરીની લોકચાહના 1995માં ચરસસીમાએ હતી. વિધાનસભા ચૂંટણીમાં હરાવવા તેઓને મુશ્કેલ હતા. તે વખતે ભાજપના ઉમેદવાર રમણલાલ વોરાને જીતાડવા પૃથ્વીરાજ પટેલે ગામે ગામ સભાઓ કરી ભાજપનો પ્રચાર કર્યો હતો. 25 વર્ષથી કરશનદાસ સોનેરીએ ઇડરની જનતાને મૂર્ખ બનાવીને ભ્રષ્ટાચાર કર્યો છે અને ગોવામાં હોટેલો બનાવી હોવાના ખોટા આક્ષેપો કર્યા હતા. ભાજપના આ ખોટા પ્રચારના કારણે 1995માં કરશનદાસ સોનેરીની હાર થઇ હતી અને ભાજપે ઇડર બેઠક આંચકી લીધી હતી.
તેમણે ઉમેર્યુ કે, ઇડર વિધાનસભામાં સમાવિષ્ટ એકપણ ગામ એવું નહીં હોય જેના ચોરા પરથી મેં ભાષણ ન કર્યું હોય. હું એવું બોલતો હતો કે, સોનેરી સાહેબનું 25 વર્ષનું જાહેર જીવન છે અને અહીંથી ચૂંટાઇને તેઓ આરોગ્ય અને શિક્ષણ મંત્રી બન્યા છે. તેમણે મોટો ભ્રષ્ટાચાર કરી ગોવામાં હોટલ બનાવી છે તેવું ખોટું હું બોલતો હતો. કારણ કે મારે મારી પાર્ટીને સત્તા પર લાવવી હતી. પરંતુ આજે કબૂલાત કરું છું કે, સાહેબે કશું ભેગું નથી કર્યું. મારું પણ 17 વર્ષનું જાહેરજીવન થયું. મને દુઃખ છે કે જેમને હું ખભે લઇને ચાલ્યો તેવા રમણ વોરાએ સાડા તેર કરોડ રૂપિયાની જમીન ખરીદી અને તેમના દિકરા હોટલ બનાવી તેના ઉદ્ઘાટનમાં મને આમંત્રણ આપે તોય આનંદ થશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ખાસ વિશ્વાસુ પૃથ્વીરાજ પટેલ
પૃથ્વીરાજ પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ ગણાય છે. તેઓ અમિત શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ગાંધીનગર શહેરના સંગઠન પ્રભારી રહી ચૂક્યા છે. આ ઉપરાંત અનેક ચૂંટણીઓમાં નિરીક્ષક તરીકે ભૂમિકા અદા કરી છે. તેમણે જાહેર મંચ ઉપરથી કોંગ્રેસના પૂર્વ શિક્ષણ મંત્રી કરસનદાસ સોનેરીના પગ પકડીને માફી માંગી હતી. તેમણે કહ્યું કે, અમારા પક્ષના નેતા રમણ વોરાએ જમીન કૌભાંડ કર્યું હોવા છતાં ચૂંટણીમાં તેમનો પ્રચાર કરવા હું તમારા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતો રહ્યો. પરંતુ હું સત્યની કબૂલાત કરું છું અને તમારા પગ પકડી ક્ષમા યાચના કરું છું. તેમણે કહ્યું કે, હું ભાજપ વતી 1995ની વિધાનસભા ચૂંટણીમાં રમણ વોરાનો ઇન્ચાર્જ હતો અને મારા મામા કરશનદાસ સોનેરીના ઇન્ચાર્જ હતા.
ધારાસભ્ય રમણ વોરા સામે ગંભીર આક્ષેપ
ઈડરના વર્તમાન ધારાસભ્ય રમણ વોરાએ ગાંધીનગર પાસે 13 કરોડની જમીન ખરીદી છે. તેમના પુત્રો આ જમીન ઉપર હોટેલ બનાવશે અને મને ઉદ્દઘાટનમાં આમંત્રણ આપશે તો જરૂરથી જઇશે તેવો કટાક્ષ કરી પૃથ્વીરાજ પટેલે ઈડરના ધારાસભ્યએ કરેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી. જેના કારણે ભાજપના ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના સૂત્રના ભાજપના જ આગેવાને ધજ્જીયાં ઉડાવી દીધા છે.
સાબરકાંઠા જિલ્લામાં બે ટર્મ જિલ્લા પ્રમુખ રહેલા અને ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રભારી રહેલા પૃથ્વીરાજ પટેલના નિવેદનથી ગુજરાત ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના આગેવાનો પૃથ્વીરાજ પટેલના નિવેદનને વ્યક્તિગત નિવેદન ગણાવી હાથ ખંખેરી રહ્યા છે.

સુરતના નાનપુરા-લક્કડકોટની ₹3.90 કરોડની ફિશ માર્કેટના નામકરણ પર વિવાદ. ‘નરેન્દ્ર મોદી’ નામનું બોર્ડ સફેદ કવરથી ઢંકાયું, હવે મનપાના નિર્ણય પર નજર.

Punjab Election 2027માં AAP, Congress, BJP, BSP અને SAD વચ્ચે બદલાતા રાજકીય સમીકરણો શું છે? 117 બેઠકો, ચન્ની, રાજા વડિંગ, માયાવતી અને BJPની વ્યૂહરચના જાણો.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.