બિહારમાં નીતિશ કુમારનો 10મો શપથ ગ્રહણ સમારોહ
શપથ ગ્રહણ સમારોહમાં PM મોદી અને અમિત શાહ સહિત NDAના ટોચના નેતાઓ હાજર રહેશે

નીતિશ કુમાર

નીતિશ કુમાર
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની જીત બાદ આજે, 20 નવેમ્બર 2025ના રોજ, નીતિશ કુમાર મુખ્યમંત્રી પદના 10મા શપથ ગ્રહણ માટે તૈયાર છે. આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી પટનાનું ગાંધી મેદાન બનશે. બુધવારે NDAના ધારાસભ્યોની બેઠકમાં નીતિશ કુમારને સર્વસંમતિથી નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. નીતિશ કુમાર સાથે, સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે, જે આ કાર્યક્રમને વિશેષ મહત્ત્વ આપે છે. PM મોદી 2020ના શપથ ગ્રહણમાં હાજર ન હતા, તેથી તેમની હાજરી આ વખતે મહત્ત્વની છે. તેમની સાથે, કેન્દ્રીય મંત્રીઓ જેમ કે, રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ચિરાગ પાસવાન, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, અને સહયોગી પક્ષોના નેતાઓ જેમ કે એન. ચન્દ્રબાબુ નાયડુ અને એકનાથ શિંદે પણ આ સમારોહમાં જોડાશે. સમારોહ સવારે 11:30 વાગ્યાથી શરૂ થશે. ગાંધી મેદાન અને તેની આસપાસ સુરક્ષા દળોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. સામાન્ય જનતાનો પ્રવેશ આજે સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે અને ટ્રાફિકના માર્ગોમાં ફેરફાર કરાયો છે, તેમજ ગાંધી મેદાન નજીકની શાળાઓ બંધ રાખવામાં આવી છે.
મંત્રીમંડળ અને પદ વહેંચણી
સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ 20 ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવવામાં આવી શકે છે, જ્યારે મંત્રીમંડળની મહત્તમ સંખ્યા 36 હોઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે રાત્રે પટના પહોંચ્યા અને મોડી રાત સુધી મંત્રાલયો-વિભાગોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવા માટે ચર્ચા-વિચારણા ચાલી હતી. ભાજપ અને JDU વચ્ચે ગૃહ મંત્રાલય સહિતના મહત્ત્વના પદોને લઈને કેટલીક ખેંચતાણ હતી, પરંતુ અંતે સહમતિ સધાઈ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: બિહારમાં નીતિશ કુમાર 10મી વખત લેશે શપથ
નીતિશ કુમારના 9 વખત મુખ્યમંત્રી તરીકેના શપથ
નીતિશ કુમાર આ પહેલાં 9 વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ચૂક્યા છે. આજે તેઓ 10મી વખત શપથ લેશે. તેમની રાજકીય સફર:
વર્ષ 2000: માત્ર 7 દિવસ માટે પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા
વર્ષ 2005: બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ
વર્ષ 2010: ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ
ફેબ્રુઆરી 2015: જીતન રામ માંઝીના રાજીનામા પછી ચોથી વખત મુખ્યમંત્રી બન્યા
નવેમ્બર 2015: ચૂંટણીમાં મહાગઠબંધન સરકારના મુખ્યમંત્રી તરીકે પાંચમી વખત શપથ
વર્ષ 2017: મહાગઠબંધન તૂટ્યા પછી ફરી NDAમાં જોડાઈને છઠ્ઠી વખત CM પદના શપથ
વર્ષ 2020: સાતમી વખત CM પદના શપથ
વર્ષ 2022: NDAથી અલગ થઈને RJD-કોંગ્રેસ સાથે મહાગઠબંધન સરકારમાં આઠમી વખત CM
વર્ષ 2024: ફરીથી NDAમાં પાછા આવીને નવમી વખત CM પદના શપથ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!