સેન્સેક્સ 900 વધ્યો, પણ ગુજરાત ગેસ કેમ ડૂબ્યો?
બજારમાં બુલ્સની વાપસી છતાં આ શેરમાં 6% નો ધબડકો, જાણો શું છે મામલો?

ગુજરાત ગેસ શેરમાં 6%નો ઘટાડો

ગુજરાત ગેસ શેરમાં 6%નો ઘટાડો
મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધની જ્વાળાઓ હવે ભારતીય ઉર્જા ક્ષેત્ર સુધી પહોંચી ગઈ છે. ગુરુવારે 5 માર્ચના રોજ શેરબજારમાં તેજી હોવા છતાં, ગુજરાત ગેસ લિમિટેડના શેરમાં 6 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
કંપનીએ ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકો માટે ગેસ સપ્લાયમાં કાપ મૂકવાની જાહેરાત કરતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે.
શેરબજારમાં ગાબડું
શરૂઆતી કારોબારમાં ગુજરાત ગેસનો શેર 6.1% તૂટીને ₹392ના સ્તરે પહોંચી ગયો હતો. આ ઘટાડા સાથે શેરે પાછલા સત્રમાં મેળવેલી તમામ તેજી ગુમાવી દીધી છે.
જોકે, બીજી તરફ સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળીને 80,000ની સપાટી પાર કરી ગયો છે, પરંતુ ગેસ ક્ષેત્રે નકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું.
શા માટે લેવાયો આ નિર્ણય?
કંપનીએ જણાવ્યું છે કે અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે રિગાસિફાઈડ લિક્વિફાઈડ નેચરલ ગેસ (R-LNG)ની ઉપલબ્ધતા ઘટી છે. આ અસાધારણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કંપનીએ ગેસ સપ્લાય એગ્રીમેન્ટ હેઠળ ‘ફોર્સ મેજર’ (Force Majeure) જોગવાઈ લાગુ કરી છે.
આ જોગવાઈ હેઠળ સપ્લાયર કોઈપણ દંડ વગર સપ્લાય રોકી કે ઘટાડી શકે છે. આ નિર્ણય 6 માર્ચથી અમલી બનશે.
ભારત તેના કુલ LNG આયાતનો લગભગ 50% હિસ્સો કતાર પાસેથી ખરીદે છે. કતાર એનર્જીએ પણ સપ્લાય પર 'ફોર્સ મેજર' લાગુ કરી દીધું છે, જેની સીધી અસર ગુજરાત ગેસ જેવી કંપનીઓ પર પડી રહી છે. યુદ્ધની સ્થિતિ વીમા પોલિસીમાં કવર થતી ન હોવાથી કંપનીએ સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું છે.
ઉદ્યોગો પર સંકટ
ગુજરાત ગેસના આ નિર્ણયથી ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ અને અન્ય ટેક્સટાઈલ એકમો કે જેઓ ગેસ પર નિર્ભર છે, તેમના પર માઠી અસર પડી શકે છે. જો યુદ્ધ લાંબુ ખેંચાય તો ઉત્પાદન ખર્ચમાં વધારો અને એનર્જીના ભાવમાં ઉછાળો આવવાની ભીતિ સેવાઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા