રોકાણકારોના અબજો ધોવાયા: સેન્સેક્સમાં ગાબડું
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

સેન્સેક્સ-નિફ્ટી ધડામ

સેન્સેક્સ-નિફ્ટી ધડામ
ભારતીય શેરબજાર માટે આજનો સોમવાર 'બ્લેક મન્ડે' સાબિત થયો છે. નાણાકીય વર્ષ 2026ના છેલ્લા દિવસે બજારમાં પ્રચંડ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 1,200 પોઈન્ટથી વધુ ગગડીને 72,363 પર અને નિફ્ટી 360 પોઈન્ટ તૂટીને 22,450ની નજીક પહોંચી ગયો હતો.
માત્ર માર્ચ મહિનામાં જ બજારમાં 10.5%નો ઘટાડો નોંધાયો છે, જે કોરોના કાળ (માર્ચ 2020) પછીનો સૌથી ખરાબ મહિનો સાબિત થયો છે.
બજારમાં કડાકાના 5 મુખ્ય કારણો
ઈરાન યુદ્ધની ભયાનક અસર:
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધમાં હવે યમનના હુથી બળવાખોરો પણ જોડાતા તણાવ વધ્યો છે. ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલના હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં ગભરાટ છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો:
ક્રૂડ ઓઈલનો ભાવ બેરલ દીઠ $116ને પાર કરી ગયો છે. માત્ર એક મહિનામાં કાચા તેલમાં 60%નો તોતિંગ વધારો થયો છે. તેલ મોંઘું થતા ભારતનો ફિસ્કલ ડેફિસિટ વધવાની અને જીડીપી ગ્રોથ ઘટવાની ભીતિ સેવાઈ રહી છે.
બેંકિંગ શેરોમાં ધોવાણ:
RBI દ્વારા ફોરેક્સ લિમિટ પર કડક નિયંત્રણો લાદવામાં આવતા બેંકિંગ શેરોમાં 2થી 2.5%નો ઘટાડો જોવા મળ્યો હતો. ખાનગી અને પીએસયુ બેંકોના શેરોમાં ભારે વેચવાલીથી બજાર પર દબાણ વધ્યું હતું.
વિદેશી રોકાણકારોની સતત એક્ઝિટ:
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPIs) માર્ચ મહિનામાં સતત વેચવાલી કરી રહ્યા છે. શુક્રવારે જ તેઓએ 4,367 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. માર્ચમાં અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક 1.18 લાખ કરોડ રૂપિયાની મૂડી ભારતીય બજારમાંથી બહાર ખેંચાઈ છે.
રૂપિયાનું મૂલ્ય અને અનિશ્ચિતતા:
રૂપિયો ડોલર સામે 94.85ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે થોડો સુધર્યો છે, પરંતુ યુદ્ધને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે અને જોખમી ગણાતા ઈક્વિટી માર્કેટમાંથી દૂર જઈ રહ્યા છે.
નિષ્ણાતોના મતે, જ્યાં સુધી નિફ્ટી 24,000ની સપાટી પાર ન કરે ત્યાં સુધી રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ અને માત્ર મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા શેરોમાં જ ધીમે ધીમે રોકાણ કરવું હિતાવહ છે.

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને હોર્મુઝની ખાડી બંધ થતા ક્રૂડ $105ને પાર; મોંઘવારીનો ડર