સેન્સેક્સ 1,900 પોઈન્ટ્સ તૂટ્યો; જાણો 5 મોટા કારણો
અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા

સેન્સેક્સ 1,900 પોઈન્ટ્સ તૂટ્યો

સેન્સેક્સ 1,900 પોઈન્ટ્સ તૂટ્યો
ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે જ જબરદસ્ત વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 2.5% થી વધુનો કડાકો બોલાયો છે. સેન્સેક્સ 1,900 પોઈન્ટ્સ ઘટીને 72,600 ની નીચે પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટીમાં પણ 600 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં તો 4% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
બજાર કેમ તૂટ્યું? આ છે 5 મુખ્ય કારણો:
અમેરિકા-ઈરાન યુદ્ધ વધુ ઉગ્ર બન્યું:
પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઉર્જા માળખાને નષ્ટ કરવાની ધમકી આપી છે, તો બીજી તરફ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ચેતવણી આપી છે. આ યુદ્ધ લાંબુ ખેંચાવાની ભીતિએ વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો છે.
રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ:
ભારતીય રૂપિયો આજે રેકોર્ડબ્રેક નીચી સપાટી 93.89 પર પહોંચી ગયો છે. યુદ્ધને કારણે ડોલર મજબૂત થતા રૂપિયામાં નબળાઈ આવી છે, જે ભારતીય અર્થતંત્ર માટે નકારાત્મક સંકેત છે.
ક્રૂડ ઓઈલનો ઝટકો:
બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $110 ને વટાવી ગયા છે. ભારત તેની ઉર્જા જરૂરિયાત માટે 80% આયાત પર નિર્ભર હોવાથી ક્રૂડના વધતા ભાવથી મોંઘવારી વધવાની અને GDP વૃદ્ધિ ઘટવાની આશંકા છે.
વિદેશી રોકાણકારો (FPI) ની વેચવાલી:
વિદેશી રોકાણકારોએ માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં ₹1 લાખ કરોડથી વધુના શેર વેચીને નાણાં પાછા ખેંચી લીધા છે. યુદ્ધ અને રૂપિયાની નબળાઈને કારણે FPI ભારતીય બજારમાંથી બહાર નીકળી રહ્યા છે.
વૈશ્વિક બજારોમાં કડાકો:
જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ 6% સુધી તૂટ્યા છે. વૈશ્વિક સ્તરે મંદી અને ફુગાવાના ડરથી રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે.
મેટલ શેરોની હાલત ખરાબ
આજના કડાકામાં મેટલ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું છે. વેદાંત, ટાટા સ્ટીલ અને હિન્દુસ્તાન કોપર જેવા શેરોમાં 6% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. નિકાસમાં અડચણ અને વૈશ્વિક માંગમાં ઘટાડાની અસરે મેટલ ઈન્ડેક્સને ડબોળ્યો છે.

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને હોર્મુઝની ખાડી બંધ થતા ક્રૂડ $105ને પાર; મોંઘવારીનો ડર