સોના-ચાંદીના ભાવમાં હીસ્ટોરિક ઉછાળો
વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં હીસ્ટોરિક ઉછાળો, રોકાણકારોમાં ઉત્સુકતા..

સોના-ચાંદીના ભાવમાં હીસ્ટોરિક ઉછાળો

સોના-ચાંદીના ભાવમાં હીસ્ટોરિક ઉછાળો
છેલ્લા કેટલાક મહિનાઓમાં ચાંદીના ભાવમાં થયેલી ઐતિહાસિક તેજી હવે તેની ટોચ તરફ આગળ વધી રહી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય 2025થી શરૂ થયેલી ચાંદીની રેલી હવે અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે.
તાજેતરમાં ચાંદીના ભાવમાં માત્ર એક મહિનામાં જ આશરે 50 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે બજારમાં ઓવરહિટ સ્થિતિ તરફ સંકેત આપે છે. નિષ્ણાતો માને છે કે આટલી ઝડપી તેજી સામાન્ય રીતે લાંબા સમય સુધી ટકી શકતી નથી અને તેમાં સુધારાની શક્યતા વધુ રહે છે.
ટેક્નિકલ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ચાંદી હાલમાં મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ લેવલની નજીક પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં $98થી $99 પ્રતિ ઔન્સનો સ્તર મજબૂત અવરોધ તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યારે $103–104નો વિસ્તાર આ સાયકલની ટોચ સાબિત થઈ શકે છે.
આજના ટ્રેડીંગ સેશનમાં ચાંદીએ MCX ઉપર 3,27,521 પ્રતિ કિગ્રા પર ઓલ ટાઈમ હાઈ સ્પર્શ કર્યો હતો. સાથે સાથે સોનું પણ 1,50,000 પ્નીરતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે.
બીજી તરફ, ગોલ્ડ-સિલ્વર રેશિયો પણ બજાર માટે ચેતવણીરૂપ સંકેત આપી રહ્યો છે. આ રેશિયો હાલમાં ઘટીને 49.35 સુધી આવી ગયો છે, જ્યારે એપ્રિલમાં તે 108ના સ્તરે હતો. ગોલ્ડની તુલનામાં ચાંદીમાં વધુ આક્રમક તેજી જોવા મળતાં બજાર અસંતુલિત બની રહ્યું છે.
નિયમનકારી દબાણ પણ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. COMEX અને MCX પર માર્જિન વધારવામાં આવ્યા છે, જ્યારે શાંઘાઈ એક્સચેન્જે સટ્ટાકીય ટ્રેડિંગ પર નિયંત્રણો લાદ્યા છે. આ પગલાં દર્શાવે છે કે વૈશ્વિક રેગ્યુલેટર્સ ચાંદીની અતિઝડપી તેજીથી અસ્વસ્થ છે.
નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો ચાંદી આ રેઝિસ્ટન્સ સ્તરોને સ્પર્શશે, તો તેમાં લગભગ 20 ટકાનો કરેકશન શક્ય છે. ખાસ કરીને MCX પર ચાંદી વૈશ્વિક ભાવ કરતાં 6થી 7 ટકા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહી હોવાથી જોખમ વધુ છે.
આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતા, રોકાણકારો માટે આવનારા દિવસોમાં ચાંદીના બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી શકે છે. રેકોર્ડ રેલી બાદ હવે સાવચેતી અને જોખમ વ્યવસ્થાપન વધુ મહત્વપૂર્ણ બનશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા