શેરબજારમાં બુલ રન: બજાર અને બુલિયન બંનેમાં તેજી
ભારત-યુએસ ટ્રેડ ડીલ અને SBIના રેકોર્ડ નફાથી માર્કેટમાં રોકાણકારોનો ખુશીનો માહોલ

શેરબજારમાં બુલ રન

શેરબજારમાં બુલ રન
ભારતીય શેરબજાર માટે આજનો સોમવાર 'સુપર મન્ડે' સાબિત થયો છે. વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને ભારત-અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરાર (Interim Trade Framework)ના સમાચાર આવતા જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
શેરબજારનો પારો આસમાને
સપ્તાહના પ્રથમ દિવસે જ BSE સેન્સેક્સ (Sensex) 400થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 83,995.64ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી-50 (Nifty 50) પણ 0.45% વધીને 25,850ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. બજારની આ તેજીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના રેકોર્ડબ્રેક ક્વાર્ટરલી પરિણામોએ ઓર વધારવાનુંકામ કર્યું છે, જેના કારણે બેંકિંગ સેક્ટરમાં જોરદાર લેવાલી નીકળી હતી.
સોના-ચાંદીમાં 'રોકેટ' ગતિએ તેજી
શેરબજારની સાથે સાથે કોમોડિટી માર્કેટમાં પણ આજે ઐતિહાસિક ઉથલપાથલ જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹14,000 (5.60%)થી વધુનો વધારો થતા ભાવ ₹2,65,000ની નજીક પહોંચી ગયા છે.
બીજી તરફ, સોનામાં પણ ₹3,000થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, ગ્લોબલ ગોલ્ડ ETFમાં વધતું રોકાણ અને ભૌગોલિક રાજકીય તણાવ કિંમતી ધાતુઓની આ તેજી પાછળના મુખ્ય કારણો છે.
ભારત જ નહીં, પરંતુ સમગ્ર એશિયામાં તેજીનો માહોલ છે. જાપાનના નિક્કી (Nikkei 225) ઇન્ડેક્સે પીએમ સાના ટાકાઈચીની ઐતિહાસિક જીત બાદ 57,000ની સપાટી પાર કરીને નવો વિક્રમ સર્જ્યો છે. અમેરિકામાં પણ ડાઉ જોન્સ પ્રથમ વખત 50,000ના લેવલને પાર કરી ગયું છે, જેની સીધી પોઝિટિવ અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે.
રોકાણકારો માટે આ સમય નફાકારક જણાઈ રહ્યો છે, જોકે સામાન્ય ગ્રાહકો માટે હવે લગ્નસરાની સિઝનમાં સોના-ચાંદીની ખરીદી મોંઘી સાબિત થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા