અનિલ અંબાણીની Reliance Infra કંપનીના શેર ભાવમાં 5%નો વધારો
અનિલ અંબાણીની RInfraએ જર્મન કંપની રેઇનમેટલ સાથે રૂ. 600 કરોડનો નિકાસ સોદો કર્યો છે, આ જાહેરાત પછી કંપનીનો શેર ભાવ 5% વધ્યો.

Reliance Infra કંપનીના શેર ભાવમાં 5%નો વધારો

Reliance Infra કંપનીના શેર ભાવમાં 5%નો વધારો
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે જર્મન સંરક્ષણ અને દારૂગોળાની દિગ્ગજ કંપની રેઇનમેટલ વેફે મ્યુનિશન GMBH પાસેથી રૂ. 600 કરોડનો મોટો નિકાસ ઓર્ડર મેળવ્યો છે. કંપનીએ બુધવારે જાહેરાત કરી જણાવ્યું હતું.
શેર માર્કેટમાં RINFRAની સ્થિતિ:
રેઇનમેટલ કંપનીના નિકાસ ઓર્ડરની સાથે જ RINFRA કંપનીનો શેરનો ભાવ ઊંચો ગયો હતો. બુધવારે કંપની બજાર ભાવ રૂ. 404 પર બજાર બંધ આપ્યું છે જે 5%નો વધારો સૂચવે છે. 2019 બાદ પ્રથમ વખત આ કંપનીમાં વધારો નોંધાયો છે.
હાઇ-ટેક દારૂગોળા સેગમેન્ટમાં સૌથી મોટા ઓર્ડર પૈકીના એક તરીકે વર્ણવવામાં આવેલ આ સોદો રિલાયન્સ ડિફેન્સની વૈશ્વિક વિસ્તરણ વ્યૂહરચનામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આ ઓર્ડર બંને કંપનીઓ વચ્ચે તાજેતરમાં જાહેર કરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીના અનુસંધાનમાં આવ્યો છે જેનો હેતુ અદ્યતન સંરક્ષણ ઉત્પાદનમાં સહયોગ વધારવાનો છે.
કંપની ભાગીદારીનો ઉદ્દેશ:
અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG) દ્વારા નિયંત્રિત કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે, ''આ મહત્વપૂર્ણ નિકાસ ઓર્ડર રેઈનમેટલ સાથેની અમારી ભાગીદારીની મજબૂતાઈ પર ભાર મૂકે છે અને વૈશ્વિક સંરક્ષણ પુરવઠા શૃંખલામાં વિશ્વસનીય ખેલાડી તરીકે રિલાયન્સ ડિફેન્સની સ્થિતિને પુનઃપુષ્ટિ આપે છે."
કંપનીએ ઉમેર્યું હતું કે આ લાંબાગાળાના સહયોગ માટે માર્ગ મોકળો કરશે અને ભારતના 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા' મિશન સાથે પણ સુસંગત છે. આ ભાગીદારી ઉદ્દેશ્ય એર ડિફેન્સની સ્વદેશી ક્ષમતાઓને મજબૂત બનાવવાનો અને દેશના ટોચના ત્રણ સંરક્ષણ નિકાસકારોમાંના એક તરીકે ઉભરી આવવાનો છે. રેઈનમેટલ સાથેની વ્યૂહાત્મક ભાગીદારી ભારતમાં અત્યાધુનિક ક્ષમતાઓ લાવશે અને દેશના ખાનગી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ છે."
આ સોદો યુરોપના સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની હાજરીને મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે જ્યારે ટેકનોલોજી ટ્રાન્સફર અને મહત્વપૂર્ણ લશ્કરી હાર્ડવેરમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપશે. નોંધનીય છે કે અનિલ અંબાણીએ તેમની ઘણી રિલાયન્સ કંપનીઓનું દેવું ઘટાડ્યું છે અથવા દેવામુક્ત બનાઈ છે ત્યારે RINFRA માટે આ સોદો મહત્વપૂર્ણ બની રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા