તમે ઉપયોગમાં લેતા ગુલાબ જળ અસલી છે કે નકલી..? આ રીતે તરત ઓળખી જશો
નકલી ગુલાબજળ ત્વચા માટે ખતરનાક છે

ગુલાબ જળ

ગુલાબ જળ
ગુલાબજળનો ઉપયોગ મોટાભાગે ત્વચાની સંભાળ માટે થતો હોય છે. આ એક એવી નેચરલ પ્રોડક્ટ છે જે ત્વચાને નરમ બનાવે છે અને તેને તાજગી આપે છે. જોકે, આજના સમયમાં દરેક વસ્તુમાં ભેળસેળ થવા લાગી છે. બજારમાં વિવિધ પ્રકારના ગુલાબજળ ઉપલબ્ધ છે, જેમાં માત્ર કેમિકલ સિવાય કાંઈ જ હોતુ નથી.
નકલી ગુલાબજળ ત્વચા માટે ખતરનાક છેઆજકાલ મોટા પાયે લોકો અસલી સમજીને નકલી ગુલાબજળનો ઉપયોગ કરી રહ્યા છે, જે ત્વચા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા હાનિકારક કેમિકલ્સ ત્વચાને કાળી કરી શકે છે. જો તમે પણ આ ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તે એલર્જી થવાનું જોખમ વધારી શકે છે. ત્યારે આ લેખમાં અમે તમને અસલી અને નકલી ગુલાબજળની ઓળખ કેવી રીતે કરવી તેના વિશે જણાવીશું, જેની મદદથી તમે સરળતાથી અસલી ગુલાબજળની ઓળખ કરી શકશો.
નકલી ગુલાબજળ ત્વચાને નુકસાન પહોંચાડે છે
અસલી અને નકલી ગુલાબજળ કેવી રીતે ઓળખશો...
હકીકતમાં ગુલાબજળને તેના રંગ અને સુગંધથી પણ તમે સરળતાથી ઓળખી શકો છો. અસલી ગુલાબજળનો રંગ ચોખ્ખા પાણી જેવો હોય છે અને તેની સુગંધ હળવી અને નેચરલ હોય છે. જ્યારે, નકલી ગુલાબજળ આછો ગુલાબી અને ઘેરો રંગનો હોય છે. તેની સુગંધ બનાવટી હોય છે.
પાણીનો ઉપયોગ કરીને આ રીતે ઓળખો
અસલી ગુલાબજળની ઓળખ તમે પાણીના પરીક્ષણ દ્વારા પણ સરળતાથી ઓળખી શકો છો. તેના માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લો અને હવે તેમાં ગુલાબજળના થોડા ટીપાં ઉમેરો. જો ગુલાબજળ પાણીમાં ભળી જાય અને રંગ બદલાતો નથી, તો તે અસલી છે. બીજી બાજુ જો પાણીમાં ગુલાબજળ ભેળવ્યા પછી પાણીનો રંગ ગુલાબી કે અન્ય રંગ થઈ જાય અથવા તે સ્થિર થઈ નીચે બેસી જાય તો તે નકલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પ્રેમ કરવો પણ હવે મોંઘો પડી રહ્યો છે? ₹5,000ની ડેટ પછી યુવતીએ લિપસ્ટિકની ખરીદી પણ ટાળી! Gen Z માટે ડેટિંગ કેમ બની રહ્યું છે ખર્ચાનો હિસાબ?

મચ્છર અને માખીઓથી પરેશાન છો? લીંબુની છાલ, લીમડાના પાન, કપૂર, લવિંગ અને તજથી ઘરે સરળ DIY મચ્છર રિપેલેન્ટ બનાવવાની રીત જાણો. ઓછા ખર્ચે બનતા આ ઘરેલું ઉપાય સાથે જરૂરી સાવચેતી પણ જાણો.

સુલતાનપુરનો પ્રખ્યાત ‘લાલ પેડા’ પોતાના ઘેરા રંગ અને કારામેલ જેવા અનોખા સ્વાદ માટે જાણીતો છે. આખરે આ પેડાનો રંગ લાલ કેવી રીતે થાય છે? જાણો સુલતાનપુર લાલ પેડાની ખાસિયત અને ઘરે બનાવવાની સરળ રેસીપી.